________________
૪૪૦
શ્રી વિજયપત્રસૂરીશ્વરકૃત નમસ્કાર કરીને કહ્યું છે કે હું ગચ્છને આચાર જણાવું છું. બીજી ગાથાથી માંડીને ૭મી ગાથા સુધીની ૬ ગાથાઓમાં મુનિઓને ગરછમાં રહેતાં શા શા લાભ થાય છે ? તે બીના અને પ્રસંગે બીજી પણ બીના સ્પષ્ટ જણાવી છે. પછી ઉત્તમ આચાર્યના ને અધમ આચાર્યના લક્ષણ વગેરે ૮મી ગાથાથી ૪૦મી ગાથા સુધીની ૩૩ ગાથાઓમાં જણવ્યા છે અને તે પછીની ૬૬મી ગાથાઓમાં સાધુ મુનિરાજના આચારાદિનું વર્ણન કર્યું છે. તે પછીની ૨૮ ગાથાઓમાં સાધ્વીઓના આચારાદિનું વર્ણન કર્યું છે આ રીતે આને દૂક સાર જાણે
હવે આ ગચ્છાચાર પન્નાને પરિચય ટૂંકામાં આ પ્રમાણે જાણે-અહીં શરૂઆતમાં મંગલ, અને અભિધેય (ગ્રંથમાં કહેવાની બીના) વગેરે કહીને જણાવ્યું છે કે મુનિવરોએ ચ૭માં રહીને ગચ્છનાયકની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ ને ગચ્છની મર્યાદાને જરૂર પાળવી જોઈ એજેઓ ગચ્છની મર્યાદા તરફ બેદરકારી રાખી સ્વભાવે વતે છે, તેઓ વધારે કાલ સંસારમાં ભટકે છે. તથા આત્માથી સાધુઓના સમુદાય રૂપ ગચ્છમાં સાધુઓએ રહેવું. તેમજ તે ગ૭માં આચાર્યને ખરો આધાર હોય છે, તેથી તેની પરીક્ષા કરવાનો વિધિ, અને ઉમાગે ( અવળે માગે; વિપરીત માગે) રહેલા સુરિનું લક્ષણ વગેરે બીના વિસ્તારથી સમજાવીને કહ્યું કે જે આચાર્ય આજ્ઞા વિનયાદિ સદ્ગુણી ગછને માટે ઉપકરણાદિ સાધનોને સંગ્રહ કરવો વગેરે કાર્યો કરે નહિ ને ગછના સાધુઓને ઇચ્છા, મિચ્છા તહકાર, છંદના,નિમંત્રણા વગેરે દર્શાવધ ચક્રવાલ સામાચારી શીખવે નહિ, તથા મુનિમાર્ગ (સાધુના આચાર)ને સમજાવે નહિ, તે આચાર્ય તે ગુણ ગચ્છના શત્રુ જેવા જાણવા તથા જે શિષ્ય શ્રીઆચાર્ય ભગવંત વગેરે ગીતા વડીલ મહાપુરુષેની આજ્ઞા પ્રમાણે વર્તે નહિ અને આચાર્યને બદલે પિતે ગ૭માં સારણા વારણા ચણા પડાયણા કરે, તથા પરમોપકારી શ્રી ગુરુ મહારાજની ખબર લે નહિ તે શિષ્ય શત્રુ જે જાણવોઆ વાત સ્પષ્ટ જણાવીને કહ્યું કે આત્માથી વિનયાદિ સદ્દગુણી શિષ્ય કર્મોદયે ઉન્માર્ગે ગયેલા ગુરુને પણ સન્માર્ગે ચાલતા કરે છે. આ પ્રસંગે વિનીત શિષ્ય કઈ વિધિએ કેવાં નમ્ર વચનાદિ સાધનોથી પૂજ્ય શ્રી ગુરુ મહારાજને સન્માર્ગે લાવવા, તે વિધિ વગેરેનું વર્ણન વિસ્તારથી કર્યું છે. પછી અનુક્રમે નિર્મલ સંયમધારી સાધુનું સ્વરૂપ અને સભાગે રહેલા સૂરિનું તથા ઉન્માર્ગગામી સૂરિનું લક્ષણ, તેમજ શુદ્ધ ધર્મોપદેશકનું સંવિપણું અને સંવિપક્ષનું લક્ષણ વગેરે બીના જણાવીને પછી કહ્યું કે ગ૭માં પૂછા, પ્રતિપૃચ્છા વગેરે જરૂર થવાં જ જોઈએ. જે તેમ ન થાય તો ગચ્છ સ્વછંદી બની જાય. તથા શ્રી તીર્થંકર દેવે ફરમાવ્યું છે કે શિષ્યોની ભૂલ જણાય તો ગુરુએ તેમને સમજાવીને સુધારવા, જે તેમ ન કરે તે ગુર મહારાજ જિનાજ્ઞાની વિરાધના કરનાર કહેવાય. આ બધી બીના વિસ્તારથી કહીને અનુક્રમે ગચ્છનું ને કુગચ્છનું લક્ષણ, ગીતાર્થનો મહિમા અને અગીતાર્થની નિંદા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org