________________
શ્રી જેને પ્રવચન કિરણાવલી (શ્રી દશ પન્નાને સંક્ષિપ્ત પરિચય) કરી ૩. મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણક (મહા પચ્ચખાણ પયગ્નો), ૪. ભકતપરિણા પ્રકીર્ણક (ભત્તપરના પયનો), ૫. તદુલ વૈચારિક પ્રકીર્ણક (તંદુવેયાલિય પયગ્નો), ૬સંસ્કારક પ્રકીર્ણક (સંથારગ પય), ૭. ગચ્છાચાર પ્રકીર્ણક, ૮. ગણિ વિઘા પ્રકીર્ણક, ૯. દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણક, ૧૦. મરણ સમાધિ પ્રકીર્ણ ક. આ રીતે ૧૦ પન્નાનાં નામ જાણવાં. ૧૫૯-૧૬૦. પહેલા ચઉશરણ પન્નાનું રહસ્ય ટૂંકામાં આ પ્રમાણે જાણવું –અહીં શરૂઆતમાં ૬ આવશ્યકોના જુદા જુદા ૬ અર્વાધિકાર (દરેક આવશ્યકની હકીકત) કહીને કયા આવશ્યકથી કોની શુદ્ધિ થાય છે? તે બીના સ્પષ્ટ સમજાવી છે, એટલે સામાયિકાદિથી ચારિત્રાદિ ગુણેની શુદ્ધિ (નિર્મલપણું ) કહી છે. પછી ૧. ચાર શરણને અંગીકાર કરવા, ૨. પાપની ગહ કરવી, અને ૩. સુકૃતની (આરાધેલા દાનાદિ સારાં કાર્યોની) અનુમોદના કરવી. આ ત્રણ વાનાં ( કર્તવ્ય) જયારે મન ફલેશાદિથી રહિત હોય, ત્યારે સવારે બપોરે અને સાંજે એમ ત્રણ કાલ જરૂર કરવા. ને ફલેશાદિથી મન મલિન (મેલું) થયું હોય, ત્યારે તે ત્રણ વાનાં વારંવાર કરવાં. આ રીતે કરવાથી આ જન્મ (ભાવ) સફલ થાય, ને ભવાંતરમાં (પરભવે) મુક્તિના સુખ મળે છે. ૧૬-૧૬૨,
સ્પષ્ટાર્થ–૧ર અંગોને અને ૧ર ઉપાંગોનો સંક્ષિપ્ત પરિચય જણાવોને પયનાનો સંક્ષિપ્ત પરિચય જણાવું છું. પ્રાકૃતમાં રૂuળા” અને સંસ્કૃતમાં 'પ્રાર્થ” તથા ગુજરાતી ભાષામાં “પન્ના કહેવાય છે. આ ત્રણે શબ્દોમાં પન્ના શબ્દની પ્રસિદ્ધિ વધારે છે. શ્રીનંદી સૂત્રની ચૂર્ણ વગેરે ગ્રંથોમાં પન્ના શબ્દની જુદી જુદી વ્યાખ્યાઓ જણાવી છે. તેનો સાર ટૂંકામાં આ પ્રમાણે જાણવો. શ્રી તીર્થંકરદેવે અર્થથી જણાવેલા શ્રતને અથવા સૂત્રને અનુસરીને મહાબુદ્ધિશાલી મુનિવરે જેની રચના કરે તે પ્રકીર્ણક (પન્ના) કહેવાય. અથવા તે જ ચાર પ્રકાર ( ત્પાતિકી, વૈનાયિકી, કાર્મિકી અને પરિણામિકી) ની બુદ્ધિવાળા મુનિવર શ્રતને અનુસાર પોતાના વચનની કુશળતાથી વ્યાખ્યાન વગેરેના ટાઈમ ગ્રંથરૂપે જે પ્રરૂપે (જણ) તે પન્નગ કહેવાય. અથવા ઔપાતિકી બુદ્ધિ વગેરે ચાર પ્રકારના બુદ્ધિના ગુણેને ધારણ કરનાર શ્રી તીર્થંકરદેવના શિષ્યો જે બનાવે તે પ્રકીર્ણક કહેવાય. અથવા ઉત્તમ સૂત્રોને બનાવવાની શકિતને ધારણ કરનારા મુનિઓએ કે પ્રત્યેકબુદ્ધ જે બનાવ્યું હોય, તે પ્રકીર્ણક કહેવાય. આને અંગે કહ્યું છે કે શ્રી અપભદેવ ભગવંતના ૮૪ હજાર સાધુઓ (શ્રમણ સંપદા) હતા. તેથી પ્રકીકરૂપ અધ્યયને પણ ૮૪ હજાર જાણવાં. આ બીના કઈ રીતે ઘટે? આનો ઉત્તર એ છે કે તે ૪ હજાર મુનિઓ અરિહંત પ્રભુએ અર્થથી કહેલા અને ગણધરોએ સૂત્રથી ગૂંથેલા સૂત્રમાં કોઈ પણ સૂત્રને અનુસરીને જે રચે, અથવા દેશના પ્રદાન વગેરે પ્રસંગે બેલવામાં હેશિયાર એવા તે શ્રમણે જે કંઈ કહે તે પ્રકીર્ણક કહેવાય. કારણ કે અનંત ગમ-પર્યાયવાળું સૂત્ર હોય છે. ને તે (મુનિઓનું) વચન નિશ્ચયે કઈ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org