________________
શ્રીવિજયપદ્મસુરીધરકૃત
મહાપ્રભાવશાલી . પરમાપકાર રસિક – મે પ્રસિદ્ધ ટીકાકાર સૂરિવર
શ્રીજૈન પ્રવચન કિરણાવલીના વીશ પ્રકારોામાં શ્રીઅભયદેવસૂરિ મહારાજનું નામ અને શ્રીમલગિરિજી મહારાજનું નામ ટીકાકાર તરીકે ઘણી વાર જણાવ્યું છે. તે વ્યાજબી છે. કારણ કે શ્રીઅભયદેવસૂરિ મહારાજે શ્રીસ્થાનાંગ વગેરે નવે અગાની ટીકાઓ રચી છે, ને શ્રીઔપપાતિકસૂત્ર નામના પહેલા ઉપાંગની પણ ટીકા રચી છે. તથા શ્રીમલયગિરિ મહારાજે શ્રીરાજપ્રક્ષીય વગેરે ૬ ઉપાંગાની વૃત્તિઓ રચી છે. આ રીતે જિનશાસનના મહાપ્રભાવક ને એ મહાપુરૂષના અને તેમના ગ્રંથાના ટૂંક પરિચય ભવ્ય જીવોને બહુ જ ખેાધદાયક થશે. આ ઇરાદાથી તે ક્રમસર્ જણાવું છું.
૪૦
પરમ શાસનપ્રભાવક
શ્રી અભયદેવસૂરિજીના
જીવનના અને ગ્રંથના સક્ષિપ્ત પરિચય
જમ્મૂઢીપના ભરતક્ષેત્રમાંથી શ્રીમાલવ દેશની ધારા નગરીમાં ભાજ રાજા રાજ્ય કરતા હતા. તે નગરીમાં લક્ષ્મીપતિ નામે એક મહાધનિક વ્યાપારી હતા. એક વખત શ્રીધર અને શ્રીતિ નામના એ બ્રાહ્મણા આ ધારાનગરીમાં આવ્યા. તેઓ મધ્યદેશમાં રહેનારા હતા ને વેદવિદ્યાના વિશારદાને પણ પાતાના બુદ્ધિબળથી હરાવી દે તેવા ચૌદ વિદ્યા, સ્મૃતિ, ઇતિહાસ અને પુરાણામાં હેાંશિયાર હતા. તેઓ જુદા જુદા દેશને જોવાની ઇચ્છાથી અહીં આવ્યા હતા.
અને ફરતા ફરતા લક્ષ્મીપતિ શેઠની હવેલીમાં આવ્યા. શેઠે તેમની આકૃતિથી આકર્ષાઇ, તેમનેા આદરસત્કાર કરી તેમને ભિક્ષા આપી. તે શેઠની હવેલી સામે ભીત પર વીસ લાખ ટકાના લેખ લખેલા હતા, તે હંમેશાં જોવાથી પેલા બ્રાહ્મણાને યાદ રહી ગયા. કેટલાક સમય વીત્યા બાદ નગરીમાં અગ્નિના ઉપદ્રવ થવાથી શેઠની હવેલી મળી ગઈ, તેમાં પેલા લેખના પણ નાશ થયા. આ કારણથી શેઠ ઘણી જ ચિંતામાં પડી ગયા. કેટલાક સમય વીત્યા બાદ ભિક્ષા લેવા માટે તે બ્રાહ્મણા આવ્યા. તેમણે શેઠને ચિંતાતુર જોઈને આશ્વાસન આપ્યુ કે હું શેઠ ! તમારા જેવા ધીર પુરુષાએ આપત્તિના સમયમાં હી’મત રાખવી જોઇએ. આ સાંભળી શેઠે કહ્યું કે ‘મને (લેણાં-દેણાંની બીનાવાળા) લેખ મળી ગયા તેની જ વધારે ચિંતા થાય છે, બીજાની તેટલી ચિંતા નથી થતી, ” ત્યારે તે બ્રાહ્મણાને તે લેખ યાદ હેાવાથી તેમણે શરૂઆતથી માંડીને તિથિ, વાર, નક્ષત્ર, વર્સ, રકમ સહિત વર્ણ, જાતિના નામ અને વ્યાજ તથા મૂલ દ્રવ્યની સંખ્યા સાથે ખડીથી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org