________________
૪૦૪
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત ચાર ગાથાને કૃપા કરી અર્થ સમજાવો ! ત્યારે શ્રી અભયદેવે તે ગાથામાં જણાવેલા દેવાંગનાઓનાં તમામ વિશેષનું શંગારર્સથી ભરેલું વર્ણન કહી સંભળાવ્યું. તે વખતે ઉપાશ્રયની પાસેના જ રસ્તે થઈને ચાલી જતી શુંગારરસમાં નિપુણ એવી કોઈ રાજકુમારીએ આ વર્ણન સાંભળ્યું. એ સાંભળીને કુંવરીએ વિચાર્યું કે આ મારો સ્વામી થાય તો જન્મ સફળ થાય. હું ત્યાં જઈને તે શ્રેષ્ઠ નરને પ્રાર્થના કરીને લોભ પમાડું. એવું વિચારી ઉપાશ્રયના બારણા પાસે આવીને બોલી કે હે બુદ્ધિમાન પંડિત ! બારણું ઉઘાડે ! હું મદનમંજરી નામની રાજપુત્રી ગુણગોષ્ઠી કરવાને આવી છું. આ અકાળે સ્ત્રીને શબ્દ સાંભળીને ગુરુ શ્રીજિનેશ્વરસૂરિજીએ અભયદેવને ઠપકો આપ્યો કે “પહેલાં તમને જે શિખામણ આપી હતી તે ભૂલી ગયા અને જ્યાં ત્યાં હાંશિયારી બતાવે છે ! હવે શું કરશે ? તમારા ગુણેથી આકર્ષાઈને પહેલી નરકમાં આવેલા પહેલા સીમંત પાથડા (નરકાવાસ)માં લઈ જનારી આ સીમંતિની (સ્ત્રી) આવી છે. તે સાંભળી અભયદેવે કહ્યું કે “હે પૂજ્ય! આપની કૃપાથી તે નિરાશ થઈને જેમ આવી તેમ જરૂર જતી રહેશે, માટે આપ જરા પણ ચિંતા કરશો નહિ, ” પછી અભયદેવે બારણું ઉઘાડી સર્વ શ્રાવકાદિની સમક્ષ તે રાજકન્યાને કહ્યું કે “હે રાજપુત્રી ! અમે જન સાધુઓ છીએ ? તેથી અમે એક મુહૂર્ત માત્ર પણ સ્ત્રી સાથે ધાર્મિક વાત પણ કરતા નથી, તો પછી ગુણગોષ્ઠી અમારાથી કરી શકાય જ નહિ. વળી અમે કોઈ પણ વખત દાતણ કરતા નથી, મુખ ધોતા નથી, સ્નાનાદિ બાહ્ય શુદ્ધિને પણ ચાહતા નથી, તેમજ નિર્દોષ એવું અને ભિક્ષાવૃત્તિઓ મેળવીને ફક્ત ધર્માધાર શરીરને ટકાવવા માટે જ ખાઈએ છીએ. આ શરીર મળ, મૂત્ર વિષ્ટાદિથી ભરેલું હોવાથી મહાદુગંધમય અને બિભત્સ છે. આવા દુધમય અમારા શરીરને સ્પર્શ કરે તારા જેવી રાજપુત્રીને ઉચિત નથી. ” આ પ્રમાણે એવું બિભત્સ રસનું વર્ણન કર્યું કે જે સાંભળી તે રાજપુત્રી પોતાની ભૂલ કબૂલ કરી તરત જ જતી રહી. પછી તે ગુરુ મહારાજની પાસે આવ્યા ત્યારે શ્રીગુરુ મહારાજે કહ્યું કે તારુ બુદ્ધિકૌશલ્ય સમુદ્રના પૂર જેવું છે. પરંતુ વર્તમાન કાલમાં તેને શમાવી દેવું વ્યાજબી છે. તેથી તેમ કરવા માટે તારે હવેથી છાશ નાખીને બનાવેલો જુવારને કુમ (રોટલ) તથા કાલિંગડાનું શાક વાપરવું, જેથી તારી બુદ્ધિ ન્યૂન થશે. શ્રી અભયદેવે ગુરુના વચન પ્રમાણે જ આહાર કરવા માંડયો. કેટલાક સમય વીત્યા બાદ ગુરુશ્રીએ અભયદેવને યોગ્ય જાણીને સં. ૧૦૮૮માં આચાર્ય પદવી આપી. ત્યારથી તેઓ આચાર્ય અભયદેવસૂરિના નામથી ઓળખાવા લાગ્યા. આ શ્રી અભયદેવસૂરિએ ઘણું ભવ્ય જીવોને સમાની દેશના દઈ સાવિક માર્ગના ઉપાસક બનાવ્યા. અનુક્રમે વિહાર કરતાં તે સૂરિ પત્યપદ્રપુર તરફ ગયા.
એક વખત દુકાળ પડવાથી દેશની દુર્દશા થઈ. સિદ્ધાંત તથા વૃત્તિઓનો પ્રાય: ઉછેદ થવા લાગ્યો. જે કાંઈ સૂત્ર વગેરે હયાત રહ્યાં હતાં તેઓનું યથાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org