________________
૪૧૦
શ્રીવિજયપદ્રસૂરીશ્વરકૃત પડે છે. અવસરે દષ્ટિવાદની પણ કેટલીક બીને જણાવી છે. આ સૂત્ર ઉપર આચાર્ય શ્રીઅભયદેવસૂરિજીએ ટીકા બનાવી છે. આ ટીકાના અંતમાં સૂરિજી મહારાજે પિતાથી જે કંઈ ઉસૂત્ર બેલાયું હોય તે સુધારવા મહાપુરુષોને જે વિનંતી કરી છે તે ઉપરથી સૂરિજીની અનહદ નમ્રતા અને પાપભીરુતા જણાઈ આવે છે. વધુમાં તેઓ જણાવે છે કે આ ટીકા બનાવવામાં શ્રી અજિતસિહસૂરિના શિષ્ય થશેદેવ ગણિએ મને મદદ કરી છે. શ્રી દ્રોણચાર્ય વગેરે મહાપુરુષોએ પણ સંશોધન કરીને આ વિવરણ પ્રત્યે આદરભાવ દર્શાવ્યો છે. મૂલ સૂત્રનું પ્રમાણ શ્લોક ૩૭૦ અને ટીકાના શ્લોક ૧૪૨૫૦ છે. વિ. સં. ૧૧૨૦ માં આ ટીકા બનાવી. અભયદેવસૂરિ ચંદ્રકુલમાં થયા છે. અભયદેવસૂરિ નામના આચાર્યો બીજા ગચ્છમાં પણ થયા છે. તેમાં પ્રસ્તુત અભયદેવસૂરિજી નવાંગી ટીકાકાર તરીકે પ્રસિદ્ધ છે.
૨. સમવાયાંગ ટીકા–મૂલ સૂત્રમાં એકથી માંડીને ૧૦૦ ઉપરાંત છવાછવાદિ પદાર્થોનું વર્ણન કર્યું છે. દ્વાદશાંગી ગણિપિટકનું પલ્લવગ્ર એટલે ટૂંકા સારથી ભરેલું આ ચોથું અંગ છે. આની ઉપર અભયદેવસૂરિ મહારાજે ૩૫૭૫ શ્લોક પ્રમાણ ટીકા બનાવી છે. મૂલ સૂત્રનું પ્રમાણ ૧૬૬૭ શ્લોક છે, વિ. સં. ૧૧૨૦ ની સાલમાં અણહિલપુર પાટણમાં આ ટીકા બનાવી છે.
૩. શ્રી ભગવતીસૂત્ર ટીકા:મૂલ સૂત્રમાં છવ, અજીવ, લોક, અલોક, સ્વસમયાદિનું વર્ણન આવે છે. એટલે ચારે અનુયેગની બીનાથી ભરેલું આ સૂત્ર છે. આમાં શ્રી ગૌતમસ્વામી વગેરે ભવ્ય છ પ્રશ્નો પૂછે અને પ્રભુ શ્રી મહાવીરદેવ ઉત્તર આપે, આ રીતે ૩૬૦૦૦ પ્રશ્નોત્તરવાળું આ પાંચમું અંગ છે. અતિમુક્ત મુનિ, તુગિયા નગરીના શ્રાવક, બુદ્ધ જાગરિકાદિ ભેદે, સુપ્તપણું અને જાગવાપણું વગેરે અંગે જયંતિ શ્રાવિકાએ પૂછેલા પ્રશ્નો, પાંચ પ્રકારના દેવનું તથા દાનનું સ્વરૂપ, આઠ પ્રકારના આત્મા, કષાયના વિપાકે, નારકી વગેરેના આહાદની બીના આમાં આવે છે. મૂળ ગ્રંથ ૧પ૭પર શ્લોક પ્રમાણ છે. આના ઉપર અભયદેવસૂરિજી મહારાજે વિ. સં. ૧૧૨૮ માં ૧૮૬૬ શ્લોક પ્રમાણ ટીકા બનાવી છે. આ ટીકાને શ્રી દ્રોણાચાર્યે શુદ્ધ કરી છે. ૧. આચારાંગ ચૂર્ણિ, ૨. સૂત્રકૃતાંગ ચૂર્ણિ, ૩. ભગવતી ચૂર્ણિ, ૪, અનુગદ્વાર ચૂણિક, ૫. નંદી ચૂર્ણિ, ૬. દશવૈકાલિક ચૂર્ણિ, ૭. ઉત્તરાધ્યયન ચૂર્ણિ, ૮, આવશ્યક ચૂર્ણિ, આ આઠ ચૂર્ણિગ્રંથા હાલ હયાત છે. તેમાંથી શ્રી ભગવતી સૂત્રની ઉપર પણ ચૂણિ છે, એમ જાણવાનું મળે છે. તે પૂર્વાચાર્યે રચેલી છે, જેનું પ્રમાણ ૪૦૦૦ શ્લોક છે. આ રીતે મૂલ (૧૫૭પર), ટીકા (૧૮૬૬) અને ચૂર્ણિ (૪૦૦૦) નું પ્રમાણ ભેગું કરતાં ૩૮૩૬૮ શ્લોક થાય છે. વિ. સં. ૧૫૩૮ માં શ્રીદાનશેખર મહારાજે અભયદેવસૂરિજીની ટીકા વગેરેના આધારે ૧૨૦૦૦ શ્લોક પ્રમાણ નાની ટીકા બનાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org