________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી અભયદેવસૂરિજી અને તેમના ગ્રંથને પરિચય) ૪૦૭ કાંઠે વૃક્ષઘટાની અંદર જમીનમાં સ્થાપન કરેલ છે. તમે તે શ્રી (સ્તંભનપાર્શ્વનાથની પ્રતિમાને પ્રકટ કરે, કારણ કે ત્યાં એ મહાતીર્થ થવાનું છે. પૂર્વ વિદ્યા અને રસિદ્ધિમાં ભારે પ્રવીણ એવા નાગાર્જુને તેના પ્રભાવથી રસનું ભાન કર્યું, અને તેથી તેણે ત્યાં સ્તંભનક (થાંભણા) નામનું ગામ વસાવ્યું.
આ મહાપ્રભાવક પ્રતિમાને પ્રકટ કરશો તો તમારી પણ પવિત્ર કીતિ અચલ થશે. વળી ક્ષેત્રપાલની જેમ વેતઅધરૂપે તમારી આગળ બીજાના જોવામાં ન આવે તેમ, એક દેવી ત્યાં રસ્તો બતાવશે. એ પ્રમાણે કહી નિર્મલ સમ્યગ્દષ્ટિ શ્રીધરણેન્દ્ર પોતાના સ્થાને ગયા, ઇન્ડે કહેલી બીના જાણીને સૂરિજી મહારાજ ઘણુ ખુશી થયા. તેમણે આ રીતે બનેલ તમામ વૃત્તાંત શ્રી સંઘને કહી સંભળાવ્યો. તે સાંભળી શ્રીસંઘે યાત્રાએ જવા તૈયારી કરી. તેમાં ૯૦૦ ગાડાંઓ ચાલતાં હતાં. શ્રી સંઘના આગ્રહથી સૂરિજી મહારાજ પણ સાથે પધાર્યા. જ્યારે આ સંઘ સેઢી નદીના કાંઠે આવ્યા, ત્યારે ત્યાં બે ઘરડા ઘોડા અદશ્ય થઈ ગયા. એટલે આ નિશાનીથી સંઘ ત્યાં રહ્યો. આચાર્ય મહારાજે આગળ જઈને પૂછ્યું ત્યારે એક ગોવાળે કહ્યું કે હે ગુરુજી! આ પાસેના ગામમાં મહીલણ નામે મુખ્ય પટેલ છે. તેની કાળી ગાય અહીં આવીને પોતાના ચારે આંચળમાંથી દૂધ ઝરે છે, એટલે અહીં દૂધ ખાલી કરીને (લવીને) ઘેર જાય છે. અને ત્યાં દાહવામાં આવતાં મહામહેનતે લગાર પણ દૂધ દેતી નથી. તેનું કારણ કંઈ સમજાતું નથી.” એમ કહીને તેણે તે સ્થળે ગુરુજીને દૂધ બતાવ્યું એટલે પાસે બેસીને ગુરુજી પ્રાકૃત ભાષામાં પાર્શ્વનાથનું મહાપ્રભાવક ‘રતિદુળ” ઈત્યાદિ બત્રીસ ગાથાઓનું નવું સ્તોત્ર રચીને બેલ્યા. ત્યાં ધીમે ધીમે જાણે પ્રત્યક્ષ પ્રભુનું પ્રતિબિંબ હોય તેવું શ્રી પાર્શ્વનાથ ભગવંતનું તેજસ્વી બિંબ પ્રકટ થયું. એટલે સંઘ સહિત સૂરિજીએ તરત જ ચૈત્યવંદન કર્યું, અને એમનો રોગ મૂળમાંથી દૂર થયે. તે વખતે શ્રાવકોએ ગંદકથી પ્રભુબિંબને નવરાવીને કપૂર વગેરેનું વિલેપન કરવા પૂર્વક સાત્વિક પૂજાને અપૂર્વ લહાવો લીધે તે સ્થળે નવું દેરાસર બંધાવવા માટે એક લાખ રૂપિયા ભેગા થયા. અને ગામના મુખ્ય લોકોએ ત્યાં દેવાલય બંધાવવાની હા પાડી.
શ્રીમલવાદીશિષ્યના શ્રાવકેએ ત્યાંના આશ્વેશ્વર અને બુદ્ધિનિધાન મહિષ નામના કારીગરને ચૈત્ય બાંધવાનું કામ સોંપ્યું. થોડા જ સમયમાં તે કામ પૂર્ણ થયું. તે કામના ઉપરીને દરરોજ પગાર તરીકે એક દ્રશ્ન આપવામાં આવતો હતો. તેમાંથી થોડું ભેજનાદિના ખર્ચમાં વાપરતાં બાકીના બચેલા દ્રવ્ય વડે તેણે ચેત્યમાં પોતાના નામની એક દેવકુલિકા કરાવી, કે જે હાલ પણ હયાત છે. પછી શુભ મુહૂર્ત અભયદેવસૂરિજીએ ત્યાં બિંબની પ્રતિષ્ઠા કરી. તે દિવસે રાત્રે ધરણેન્દ્ર આવીને સૂરિજીને વિનંતી કરી કે મારા ઉપર કૃપા કરી આપ આ સ્તવનમાંથી છેલ્લી બે ગાથાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org