________________
શ્રી જૈન પ્રવચન કિરણાવેલી (૮ થી ૧૨ ઉપાંગ શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રને પરિચય) ૩૯૯
ત્રીજા વર્ગમાં નવ દેવો અને એક બહુપુત્રિકા દેવીનો અધિકાર છે. તેમાં પાછલા ભવે ચારિત્રની વિરાધના કરવાથી ચંદ્ર અને સૂર્ય થયા છે તે સંયમની વિરાધના ન કરવાનો બોધ આપે છે. અને શુક્રનું વૃત્તાંત શ્રાવક ધર્મને નહિ તજવાનો બોધ આપે છે. તથા મિથ્યાત્વીની કરણ કરાય જ નહિ, એમ પણ જણાવે છે. તથા બહુપુત્રિકાનું વર્ણન પુત્રાદિ ન હોય, ત્યારે તેની ચાહના થાય અને બહુ સંતતિ થયા પછી તેના કલેશથી થતો અભાવ (અરુચિ) થાય, આવી સંસારની દુ:ખમય સ્થિતિનું ભાન કરાવે છે, અને પુત્રનો મોહ ન રાખવાને બોધ આપે છે. તેમજ તે પછીના છએ અધ્યયનોમાં તો પાછલા ભવે ચારિત્રના આરાધનથી દેવ થયેલાની બીના ચારિત્રને સાધવા પ્રેરણ કરે છે.
ચોથા વર્ગમાં શ્રીદેવી વગેરે દશ દેવીઓનો અધિકાર છે. તેઓ પાછલા ભવમાં ચારિત્રની વિરાધના કરવાથી માત્ર એક પલ્યોપમના આયુષ્યવાળી દેવીપણું પામે છે. તે ચારિત્રની વિરાધના નહિ કરવાનો બોધ આપે છે. વિરાધનાથી ચારિત્રનું સંપૂર્ણ ફળ મળતું નથી.
પાંચમા વર્ગમાં બળદેવના ૧૨ પુત્રનું વર્ણન કર્યું છે. તે બધા કુમારે પાછલા ભવમાં ચારિત્રનું આરાધન કરી, બ્રહ્મદેવલોકમાં દેવ થઈ, ત્યાંથી વી બળદેવના પુત્રપણે ઉત્પન્ન થયા છે. તેઓ શ્રી નેમિનાથની દેશના સાંભળી ચારિત્ર લઈને આરાધી મોક્ષમાર્ગના વીસામા જેવા સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકાવનારી દેવપણું પામ્યા. ત્યાંથી આવી મહાવિદેહ ક્ષેત્રે મનુષ્ય થઈ ચારિત્રને આરાધી સિદ્ધ થશે. આ બીના ચારિત્રને પ્રભાવ અને ઉત્તમ પરિણામ (ફળ) જણાવે છે. તથા ભવ્ય જીવોને એમ પણ સૂચવે છે કે ચારિત્ર ધર્મની આરાધના કર્યા વિના સિદ્ધપદ મળે જ નહિ. માટે આત્મહતને ચાહનારા ભવ્ય જીવોએ ચારિત્રની આરાધના જરૂર કરવી જ જોઈએ, ખરું સુખ ત્યારામાં જ છે, ભેગમાં નથી. આ રીતે પચે ઉપાંગોના સમુદાય રૂપ શ્રોનિરયાવલિકા ધ્રુતસ્કંધનો સાર જાણો. આ નિરયાવલિકા સૂત્રની ઉપર શ્રીચંદ્રસૂરિએ ટીકા રચી છે. તે મૂલસૂત્ર સહિત આગોદય સમિતિએ છપાવી છે.
| શ્રી નિરયાવલિકા ધ્રુતરકંધ સૂત્રને પરિચય પૂરો થયો છે
| શ્રી જૈન પ્રવચન કિરણાલીને વીશમે પ્રકાશ પૂરો થયો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org