________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૬. ઉપાંગ શ્રી જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂવને પરિચય) ૩૮૫ મુહૂર્તના નામ, તેમજ બેલ વગેરે ચલકરણે અને સ્થિરકિરણની હકીકત વિસ્તારથી સમજાવી છે. પછી એક યુગમાં અયન વગેરેનું પ્રમાણ, અને યોગદ્વારાદિનું સ્વરૂપ કહ્યું છે. પછી નક્ષત્રનાં નામ તથા નક્ષત્રોના ચંદ્રની સાથે થતા દક્ષિણ ગાદિની બીના, તેમજ અભિજિત વગેરે નક્ષત્રોની, દેવતાની અને તારાઓની હકીકત વિસ્તારથી સમજાવી છે. પછી નક્ષત્રોનાં ગોત્ર અને સંસ્થાનની બીના તથા અભિજિત વગેરે નક્ષત્રોના ચંદ્રની કે સૂર્યની સાથે થતા યોગનું કાલમાન, તેમજ તે નક્ષત્રોના કુલ ઉપકુલાદિની બીના કહીને પૂનમના ને અમાવાસ્યાના નક્ષત્રાદિની બીના અને શ્રાવણ વગેરે મહિનામાં દિવસના અને પૌરુષીના પ્રમાણની હકીકત સ્પષ્ટ સમજાવી છે. પછી યોગાદિની સંગ્રહ ગાથા અને ચંદ્રાદિના પરિવારાદિને જણાવનારી બે સંગ્રહ ગાથા કહીને ચંદ્રની ને સૂર્યની ઉપર નીચે અને આજુબાજુ રહેલા તારાઓની હકીકત અને ૮૮ ગ્રહોના નામ તથા તેના પરિવાર વગેરેની બીના વિસ્તારથી જણાવી છે. પછી મેરૂ પર્વતના નીચેના તળિયાથી જાતિશ્ચક વગેરેની વચ્ચેનું અંતરું, નક્ષત્રની ઉપર નીચે બહાર અને અંદરના ભાગમાં ગતિ; તથા ચંદ્રના અને સૂર્યના વિમાનના આકાર વગેરેનું તેમજ તે વિમાનને ઉપાડનારા દેવાનું સ્વરૂપ જણાવીને ચંદ્ર વગેરેમાં કેની ગતિ ઉતાવળી હૈય? કેણ થોડી ઋદ્ધિવાળા? ને કણ વધારે ઋદ્ધિવાળા છે ? આ પ્રશ્નોના ઉત્તરો આ પ્રમાણે સ્પષ્ટ સમજાવ્યા છે. ચંદ્રની ચાલ (ગતિ) કરતાં સૂર્યની ચાલ ઉતાવળી હોય છે તથા સૂર્યની ચાલ કરતાં અનુક્રમે ગ્રહ નક્ષત્ર અને તારાઓની ચાલ ઉતાવળી હોય છે. આમાંથી સમજવાનું એ મળે છે કે ચંદ્રાદિ પાંચ જયોતિષિઓમાં ચંદ્રની ચાલ બધાથી ધીમી ને તારાની ચાલ ઉતાવળી હોય છે એમ ચંદ્રાદિની જણાવેલી એક મુહૂર્તની ગતિનો વિચાર કરતાં સ્પષ્ટ સમજાય છે. ચંદની એક મુહૂર્તની ગતિના પ્રમાણથી સૂર્યની મુહૂર્ત ગતિનું પ્રમાણ વધારે હોય છે, એમ ક્રમસર સૂર્ય ગ્રહ નક્ષત્ર તારાની મુહૂર્ત ગતિમાં પણ સમજવું.
તારાથી નક્ષત્ર મહદ્ધિક હોય છે, નક્ષત્રોથી અનુક્રમે રહે, સૂર્યો અને ચંદ્રો મહદ્ધિક જાણવા. આમાંથી સમજવાનું એ મળે છે કે બધાથી થોડી દ્ધિવાળા તારાઓ છે અને ચંદ્રમાં સર્વથી અધિક રદ્ધિવાળા જાણવા. અહીં યાદ રાખવું જોઈએ કે ગતિની વિચારણામાં જે જે જેનાથી જે ક્રમે શીધ્ર ગતિવાળા જણાવ્યા, તે ઋદ્ધિની વિચારણામાં તેનાથી ઉલટા ક્રમે મહર્ધિક જાણવા. આ રીતે આ હકીકત કહીને બે તારાની વચ્ચેનું અંતરૂં જણાવ્યું છે. પછી ચંદ્રની અગ્રમહિષીઓ જણાવીને કહ્યું કે
જ્યાં જિનદાઢાઓ હોય ત્યાં દેવ મૈથુનાદિ અનુચિત ક્રિયા કરતા નથી. પછી અંગારકાદિ ગ્રહોની ને અમહિણીઓની બીના અને ચંદ્રાદિના તથા ચંદ્ર સૂર્યના દેવ દેવીના સહાયરૂપ પરિવારનું જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્ય તેમજ નક્ષત્રોના દેવતાની બીના કહીને ચંદ્રાદિતું અ૫હુ આ પ્રમાણે જણાવ્યું છે. ચંદ્ર તથા સૂર્યો થતા જાણવા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org