________________
૩૮
શ્રી વિજયપધસૂરીશ્વરકૃત શ્રી જંબુદ્વીપપ્રજ્ઞપ્તિના બીજા વક્ષસ્કારને ટ્રેક પરિચય
અહીં કાલચક્રનું સ્વરૂપ જણાવતાં વચમાં શ્રી આદિનાથ પ્રભુનું સંક્ષિપ્ત જીવન વગેરે બીના વિસ્તારથી સમજાવી છે એમ ટૂંકમાં કહી શકાય. અને વિસ્તારથી હકીકત અનુક્રમે આ પ્રમાણે જાણવી:
૧. છ (૬) આરે, ૨. એકથી માંડીને શીર્ષ પ્રહેલિકા સુધીનું અંકગણિત, ૩. નિશ્ચય પરમાણુ અને વ્યવહાર પરમાણુથી માંડીને જન સુધીના કોષ્ટકનું અને પપમ સાગરોપમ વગેરેનું (કાલના ભેદનું) વર્ણન વિસ્તારથી કરીને આ ભરત ક્ષેત્રની અવસર્પિણીના પહેલા આરાનું અને મત્તાંગદ વગેરે કલ્પવૃક્ષોનું વર્ણન કર્યું છે. પછી તે પહેલા આરાના મનુષ્યોનું અને તેમના આહાર, વસતિ, વગેરેનું વર્ણન કરીને જણાવ્યું કે તે વખતે ઘર, ગામ વગેરે ન હોય, અને અસિ (તરવાર) વગેરેની વપરાશ પણ ન હોય. તથા આ રાજા, આ નોકર, આ આનો ભાઈ, મિત્ર કે શત્રુ, આવો વ્યવહાર પણ ન હોય. સિંહાદિ ગુગલિયા મનુષ્યોને ઉપદ્રવ કરે નહિ, તેમજ ડાંસ-મચ્છર-મરકી વગેરેના અને ભૂત વગેરેના પણ ઉપદ્રવ થાય નહિ.
આ પહેલા આરામાં યુગલિયા જીવોને કષાય ઓછા હોય છે, તેઓ સ્વભાવે શાંત હોય છે. તેથી તેમને કોઈની સાથે શત્રભાવ હોતો નથી, માટે તેઓ ભવિષ્યમાં મૃત્યુ પામી દેવગતિમાં જ જાય છે. આ યુગલિયાઓના આયુષ્ય, શરીરની ઊંચાઈ, સંઘયણ, સંસ્થાન, ગતિ, યુગલિયાને જન્મ વગેરે બીના અનુક્રમે સ્પષ્ટ જણાવીને છેવટે પદ્મગંધાદિ ૬ ભેદોનું સ્વરૂપ પણ સમજાવ્યું ત્યાર બાદ બીજા આરાના યુગલિયાની ઊંચાઈ વગેરે કહીને ત્રીજા આરાના ત્રણ ભાગ વગેરેનું અને સુમતિ વગેરે ૧૫ કુલકરેનું વર્ણન કરતાં તેમની હકારાદિ દંડનીતિનું સ્વરૂપ જણાવ્યું છે. પછી શ્રીષભદેવના ચરિત્રના અંગે કુમારવાસ, રાજ્યકાલ, કલાનું દેખાડવું, સ્ત્રીઓના ગુણે, શિ૯૫દશન, પુત્રોને કરેલા અભિષેક, દીક્ષા મહોત્સવ, કાંઈક અધિક અક વર્ષ સુધી વય (દેવદૂષ્ય) નું ધારણ કરવું, ઉપસર્ગનું સહન કરવું, સમિતિ વગેરે સાધુના ગુણે, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ, પચીશ ભાવના સહિત મહાવ્રતોની બીના, ગણધર વગેરે પરિવાર વગેરેનું ક્રમસર વર્ણન કર્યુ છે. પછી જણાવ્યું છે કે શ્રી આદિનાથના વન વગેરે ૪ કલ્યાણક અને રાજ્યાભિષેક ઉત્તરાષાઢા નક્ષત્રમાં અને અભિજિત નક્ષત્રમાં અષ્ટાપદ પર્વતે નિર્વાણ કલ્યાણક થયું. તે ટાઇમે દેવેન્દ્ર વગેરે આવ્યા, પ્રભુ વગેરેના દેહોને સ્નાનાદિ વિધિ કરવા પૂર્વક ચિતામાં ગોઠવ્યા. અગ્નિથી બળતાં છેવટે દાઢા વગેરેને ઈંદ્રાદિકે ગ્રહણ કર્યા. નંદીશ્વરે મહેસવ કરી તેઓ સ્વસ્થાને તે દાઢાઓને ડાબડામાં મૂકી હંમેશાં તેની પૂજા કરે. ચોથા પાંચમા અને છઠ્ઠા આરાનું વિસ્તારથી વર્ણન કરીને અવસા પણીની બીના પૂર્ણ કરી છે. પછી ઉત્સપિણીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org