________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૨. ઉપાંગ શ્રી રાયપસેણીય સૂત્રના પરિચય ) ૩૪૭ રાજસભામાં બેઠો છું. તારી આગળ નાચ વગેરે થઈ રહ્યો છે, તે આનંદથી તું ગાયન સાંભળે છે. આ અવસરે દુધ ઉકરડાની નજીક ઊભા રહેલ કોઈ માણસ તને એમ કહે કે હે રાજાજી ! થોડી વાર તમે અહીં પધારા ! તે તું ત્યાં દુધ પાસે જાય ખરો ? આનેા ખુલાસે કરા. રાજાએ કહ્યું. આવેશ આનંદ આનંદ વતી રહ્યો હોય તે છેડીને ત્યાં કોણ જાય? તે પછી દેવલેાકની ઋદ્ધિ વગેરેને આનંદ છેાડી તારી માતા અહી ન આવે, તેથી સ્વર્ગ નથી, અથવા પુણ્યનાં કુલ મળતાં નથી, કે પુણ્ય નથી, એમ કેમ કહેવાય ? ગુરુના આ વચનથી રાજાને ખાતરી થઈ કે પરલાક અને પુણ્ય પદાર્થ છે જ. ર.
૩. પ્રશ્ન-પ્રદેશી રાજા કેશી ગણધરને ત્રીજો પ્રશ્ન એ કરે છે કે મેં કોઈ એક ચારને લાઢાની કોઠીમાં પૂરી દીધા. તેમાં લગાર પણ બાકું ન હતું, તેથી તે મૂંઝાઈને કોઠીમાં જ મરી ગયા. પછી કાઠી ઉઘાડીને આના જીવ કયાંથી નીકળ્યા ? તેની તપાસ કરી. પણ ચારના જીવને નીકળવાનું મારું જણાયું નહિં. આ બાબતમાં હું આચાય મહારાજ ! તે ચાના વ કાંથી નીકળ્યે તે મને સમજાવે.
ઉત્તર : —જેમાં લગાર પણ છિદ્ર છે જ નહિ એવા ભોંયરામાં કોઈ માણસ શંખ વગાડે, ત્યારે તેના નાદ ( શબ્દ ) બહાર સંભળાય છે, પણ તે સ્વરને નીકળવાનું છિદ્ર જોવામાં આવતુ નથી, જેમ શંખના શબ્દ રૂપી છતાં છિદ્ર ન હેાય તા પણ ભેાંયરાની અહાર નીકળે છે, તે પછી અરૂપી જીવ કાઠીમાં કે દેહમાંથી નીકળે, તેમાં છિદ્રની જરૂર પડે જ નહી એટલે શબ્દની માફક જીવને નીકળવામાં છિદ્રના વિચારે કરાય જ નહિ, આ પ્રસંગે કેવી ગણધરે શબ્દનું સ્વરૂપ ને સ્યાદ્વાદ રૌલીએ જીવસ્વરૂપ વિસ્તારથી સ્પષ્ટ સમજાયું, તેથી પ્રદેશી રાજાએ કબૂલ કર્યુ કે જીવ છિદ્ર વિના પણ બહાર નીકળી શકે. ૩.
૪. પ્રશ્ન:—ત્રીજા પ્રશ્નમાં જણાવેલા ચાર મરી ગયા પછી તેના શરીરમાં કીડા પડેલા તે મે' જોયા. મને પ્રશ્ન એ થયેા કે કોઠીમાં બાફ઼ તા દેખાતું નથી. તેા આ કીડા બહારથી આવીને આના શરીરમાં પેઠા કચાંથી ? એટલે મારે પૂછવાનું એ છે કે જો જીવ હોય તા મને સમજાવેા કે છિદ્ર વિના કીડા અંદર દાખલ થયા તે કઈ રીતે બને ?
ઉત્તર : જેમ જીવને નીકળવામાં છિદ્રની જરૂરિયાત નથી, તેમ પેસવામાં પણ છિદ્રની જરૂર નથી. અહીં દૃષ્ટાંત અગ્નિમાં મૂકેલ લેાઢાના ગાળાનું જાણવું, તે આ પ્રમાણે-લાઢાના ગાળા ધગધગતા અગ્નિમાં મૂકીએ, તેા તે અગ્નિમય ( લાલચેાળ ) થઈ જાય છે. અહીં લેાઢાના ગાળામાં છિદ્ર નહિ છતાં અગ્નિ દાખલ થાય છે, તેમ ચારના શરીરમાં કીડા ઢાખલ થાય, તેમાં છિદ્રની જરૂર પડે જ નહિ. એ તા સમજાય તેવી બીના છે કે અગ્નિ રૂપી છે, છતાં છિદ્ર વિના લેાઢાના ગાળામાં પેસે છે, તા કીડાના અરૂપી જીવ શરીરમાં છિદ્ર ન હોય તા પણ પેસે, એમાં નવાઈ જેવુ કઈ છે જ નહિં, ૪,
૫. પ્રશ્ન —પ્રદેશી રાજા કહે છે કે-બાળક ખાણ ફે કે તે તે નજીકમાં પડે, ને જુવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org