________________
શ્રી જૈન પ્ર. કિરણાવલી (૫. ઉપાંગ શ્રીસૂર્યપ્રત તથા ૭. ચંદ્રપ્રાપ્ત સૂત્રનો પરિ.) ૩૬૯
પાછું વંસનો વી, પણ તે રોળા વ* | के सिग्धगई वृत्ते,'५ कहं दोसिण लक्खणं" ।। ४ ॥ વાળોવાણ કરવ૬, જૂરિયા યાદ છે अणुभावे के व संवत्ते, एवमेयाइं वीसई ॥ ५ ॥
સ્પષ્ટાથ:-આ સૂર્યપ્રાપ્તિ સૂત્રના રચનાર કેઈ સમર્થ પૂર્વધર સ્થવિર ભગવંત હોય, એમ પ્રૌઢ રચના શૈલીનો વિચાર કરતાં જણાય છે. તેમણે પ્રભુશ્રી મહાવીરદેવ ઉત્તરના આપનારા ને શ્રીગૌતમસ્વામી પ્રશ્નોને પૂછનારા છે, આ રીતે સરલ પ્રશ્નોત્તર પદ્ધતિએ સૂર્ય ચંદ્રની હકીકત જણાવી છે. તેમાં (૧) પહેલા પ્રાભૂતમાંશ્રીગૌતમ સ્વામીએ પ્રભુશ્રી મહાવીર દેવને પૂછ્યું કે હે પ્રભે! સૂર્ય એક વર્ષમાં કેટલાં મંડલો (સૂર્યનાં માંડલ) માં એક વાર ગતિ કરે છે? (ચાલે છે; જાય છે.) ને કેટલાં મંડલામાં બે વાર જાય છે ? પ્રભુદેવે આ પ્રશ્નનો ઉત્તર બહુજ વિસ્તારથી આપે છે. તે બીના અને તેને અનુસરતી બીજી પણ ઘણી હકીકત સૂત્રકારે ટૂંકામાં કહી છે, તે જ બીના ટીકાકારે સ્પષ્ટ સમજાવી છે.
૨. બીજા પ્રાભૂતમાં –સૂર્ય જે તીરછી ગતિ કરે છે, તે બાબતમાં અન્ય ધમી. ઓના ૮ વિચારો જણાવીને પ્રભુએ કહ્યું કે તે આઠે વિચારે ખેટા છે. અમે કાલિક તીર્થકર દેવોનાં વચનોને અનુસરીને આ પ્રમાણે સૂર્યની યથાર્થ તીરછી ગતિનું સ્વરૂપ કહીએ છીએ. અહીં તે બીના વિસ્તારથી સમજાવી છે. સૂત્રકારે અન્યધર્મીઓના દરેક વિચારને પ્રતિપત્તિ શબ્દથી જણાવ્યું છે.
૩. ત્રીજા પ્રાભતમાં -સૂર્ય કે ચંદ્ર કેટલા ક્ષેત્રને પ્રકાશિત (પ્રકાશયુક્ત) કરે છે? આ બાબતમાં પ્રભુએ અન્ય ધમઆના અયોગ્ય ૧૨ વિચારે જણાવીને છેવટે સાચી હકીકત વિસ્તારથી જણાવી છે. એટલે અહીં સૂર્ય અર્થવા ચંદ્રનાં કિરણ (લાઈટ) થી પ્રકાશિત થયેલા ક્ષેત્રના પરિમાણાદિનું યથાર્થ વર્ણન કર્યું છે.
૪. ચોથા પ્રાતિમાં સૂર્યના તાપથી વ્યાપ્ત થયેલા ક્ષેત્રની બાબતમાં અન્ય ધમીઓના અયોગ્ય ૧૬ વિચાર કહીને અંતે સત્ય બીના વિસ્તારથી સમજાવી છે, કામાં કહી શકાય કે અહીં તાપક્ષેત્રની યથાર્થ બીના સ્પષ્ટ સમજાવી છે.
૫. પાંચમા પ્રાભૂતમાં સૂર્યની વેશ્યા (કિરણે) ના પ્રતિઘાત ( અટકાયત) થવામાં અન્ય ધમીઓના ૨૦ વિચારોની અસત્યતા કહીને સૂર્યના કિરણોને ફેલાવવામાં અટકાયત કરનારા ક્યા સ્થલના ક્યા કયા પુદ્ગલે છે? તેની યથાર્થ હકીકત વિસ્તારથી સમજાવી છે.
૬. છઠ્ઠા પ્રાલતમાં-સૂર્યને પ્રકાશ હંમેશાં એક સરખો થયા કરે છે કે તેમાં કંઈ અમુક ટાઈમે ફેરફાર થાય છે? આ પ્રશ્નને ખુલાસે વિસ્તારથી કરતાં કહ્યું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org