________________
૩પ૦
શ્રી વિજયપધસૂરીશ્વરકૃત તેમણે જોઈએ તેટલું લો લીધું. આગળ ચાલતાં તેમણે રૂપાની ખાણ જોઈ તેથી ચાર મિત્રોમાંના ત્રણ જણાએ કહ્યું. લોઢું ફેંકી દઈએ, ને ઉપાડી શકાય તેટલું રૂપું લઈએ. એમ કહી ત્રણ જણ એ લોઢું ફેંકી દઈ રૂપું લઈ ચાલવા માંડયું. પણ ચેાથે મિત્ર કદાગ્રહી હત, તેણે રૂપું લીધું નહિ, ને ત્રણ જણ ની સાથે લો ઉપાડી ચાલવા માંડ્યું. આગળ ચાલતાં સેનાની ખાણ દીઠી, એટલે બુદ્ધિશાલી તે ત્રણ મિત્રોએ રૂપું છોડી સેનું લીધું, ને ચાલવા માંડયું. અહીં પણ પેલા કદાગ્રહી મૂર્ખ મિત્ર પહેલાંની માફક લેતું ઉપાડી તે ત્રણ મિત્રોની સાથે ચાલવા માંડ્યું. આગળ ચાલતાં તેમણે રનની ખાણ જોઈ ત્યારે સોનું છોડીને ત્રણ મિત્રોએ રને લીધાં, પણ પેલા ચેથા મિત્ર તો જેમ રૂપાને ને સેનાને ત્યાગ કર્યો, તેમ રન પણ લીધાં નહિ, ને જે ઉપાડી ત્રણ મિત્રોની સાથે આગળ ચાલવા માંડ્યું. ત્રણ મિત્રો ઈષ્ટ નગરમાં વેપાર કરી ઘણો લાભ મેળવી પિતાના ગામમાં આવ્યા. ઘણાં સુખી થયા. પેલો કદાગ્રહી બુદ્ધિહીન હોવાથી કંઈ પણ કમાયો નહિ. તેના નસીબમાં લેઢા જેટલો જ થોડો લાભ હતો, તે મળ્યો. પણ લાભ-અલાભ, હિત-અહિતને વિચાર ન કરવાથી તે કદાગ્રહી નિધન થઈ ગયો, ને દુ:ખી થયો. આ દષ્ટાંતને સાર એ કે જ્યાં સુધી અજ્ઞાન હોય, ત્યાં સુધી લેતા વગેરેની માફક મિથ્યાત્વ રૂપી અધર્મને ત્યાગ ન થાય, પણ જ્યારે સત્ય ધર્મ સમજાય ત્યારે તે ત્રણ મિત્રોની માફક અધર્મને છેડી સત્ય ધર્મને સ્વીકાર કરે જ જોઈએ. જો તેમ ન કરીએ તે ચેથા મિત્રની માફક અધર્મને રાગી જીવ બહુ જ દુઃખી થાય છે. માટે હે રાજન! તમે મહાભાગ્યના ઉદયથી મનુષ્ય જન્મ પામી સત્ય ધર્મની આરાધના કરી મુક્તિનાં અવ્યાબાધ સુખો પામે. પછી કેશી ગણધરે દેવ ગુરુ ધર્મનું યથાર્થ સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું. પરિણામે પ્રદેશ રાજા અશ્વ ઉપર બેઠા બેઠા જૈન ધર્મને પૂર્ણ રાગી થયો. તેણે ઘોડા ઉપરથી નીચે ઊતરી ગરને વંદન કરીને કહ્યું કે હે મહારાજ ! હું સવારે તમને નમીને મારો અવિનય ખમાવીશ. એમ કહી પ્રદેશ રાજા ગુરુને વંદન કરી નગરીમાં પ્રવેશ કરી રાજમહેલમાં ગયા. બીજે દિવસે પ્રભાતકાળે કેણિક રાજાની માફક પ્રદેશી રાજાએ મોટા ઉત્સવથી આવી ગુરુ વંદના કરી, અને તેમની પાસે શ્રાવકનાં બાર વ્રત સ્વીકાર્યા. અંતે હિતશિક્ષા ફરમાવતા શ્રી ગુરુ મહારાજે રાજાને કહ્યું કે હે રાજા! પુષ્પ ફળવાળા બગીચાની જેમ પ્રથમ બીજાઓને દાન દેનારા દાતાર થઈને હમણાં ધન મેળવી તમારે અદાતા (ાન નહિ દેનાર ) થવું નહિ, એટલે કે સૂકાઈ ગયેલા વનની જેવા અરમણીય થવું નહિ. કારણ કે તેમ થવાથી અમને અંતરાય લાગે, અને શ્રી જૈનધર્મની નિંદા થાય. ગુરનાં આ વચન સાંભળી પ્રવેશી રાજાએ તે પ્રમાણે વર્તવા કબૂલ કરી જણાવ્યું કે હે સૂરિમહારાજ ! હું મારા સાત હજાર ગામના ચાર વિભાગ કરીશ. તેમાંથી એક વિભાગ વડે મારા રાજ્યના સભ્ય અને વાહનનું પોષણ કરીશ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org