________________
શ્રી જેત પ્રવચન કિરણાલી (૪. ઉપાંગ શ્રી પ્રજ્ઞાપના સૂત્રને પરિચય) ૩૬૩
૯નિપદમાં-ધોનિપદના ભેદો, અને નારકાદિમાં યોનિના શીતાદિ ભેદોની વહેચણી તથા સચિત્તાદિ ભેદની વહેંચણી કરીને સંસ્કૃત નિ આદિ ત્રણ ભેદોનું સ્વરૂપ કહ્યું છે. પછી મનુષ્યોમાં કૂર્મોન્નતા યોનિ વગેરે ત્રણ ભેદોની વહેંચણી કરતાં પ્રસંગે બીજી પણ ઘણી બીના ટીકાકારે વિસ્તારથી કહી છે.
૧૦. ચરાચરમ (ચરમ) પદમાં–નરક સ્થાનોમાં તથા રતનપ્રભાદિમાં ચરમતાની (ચરમપણા ) અને અચરમતાની બીના સમજાવીને ચરમ-અચરમ છાનું અને અલકાદિનું ચરમાદિ ભેદે અલ્પબહુ કહીને પરમાણુમાં અને દ્ધિપ્રદશિક સ્કંધાદિમાં ચરમતાદિની હકીકત સ્પષ્ટ સમજાવી છે. પછી સંસ્થાનના ભેદે કહીને જીવાદિમાં ચરમતાદિનું સ્વરૂપ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે.
૧૧. ભાષા પદમાં–સત્યાદિ ભાષાનું સ્વરૂપ જણાવ્યું છે. તેમાં ભાષાના અવધારણું ભાષા વગેરે ભેદોનું સ્વરૂપ અને એક વચન વગેરે ૧૬ વચન તથા સામાન્યથી ભાષાનાં કારણે તેમજ સત્ય ભાષા વગેરે ભાષાના પ્રકારો વિસ્તારથી સમજાવ્યા છે, પછી ભાષક-અભાષકનું સ્વરૂપ અને નારકાદિ દંડકમાં ભાષાના ભેદાની વહેંચણી, તથા ભાષાની ઉત્પત્તિના કારણે, તેમજ ભાષા દ્રવ્યોને ગ્રહણ કરવાનો અને ભાષારૂપે પરિણામ પમાડીને છોડવાનો વિચાર આ બધી બીના વિસ્તારથી સમજાવી છે. પછી ભાષા વગણાનાં પુદ્ગલેના ગ્રહણ અને નિસર્ગના સાતર અને નિરંતર પ્રહણાદિ ભેદનું સ્વરૂપ અને ભાષા વ્યાદિના ભેદો તથા ૧૬ વચનોનું સ્વરૂપ કહીને છેવટે સત્ય ભાષકાદિનું અલ્પબદુત્વ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે.
૧૨. શરીર પદમાં–શરીરના ભેદ, અને પ્રભેદો તથા તેમની દંડકમાં પ્રરૂપણ, તેમજ દારિકાદિની સંખ્યા કહીને તે સંખ્યાને વિચાર નારકાદિ દંડકોને લક્ષ્યમાં રાખીને પ્રશ્નોત્તર રૂપે સ્પષ્ટ સમજાવ્યો છે. અહીં ટીકાકારે ગર્ભજ મનુષ્યોની સંખ્યા વગેરેનું વર્ણન બહુ જ સરલ પદ્ધતિએ કર્યું છે,
૧૩. પરિણામ પદમાં –(૧) પરિણામના બે ભેદનું (૨) જીવના પરિણામના ગતિ વગેરે ૧૦ ભેદોનું સ્વરૂપ, (૩) અજીવ પરિણામના બંધ પરિણામ વગેરે દશ ભેદનું સ્વરૂપ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે.
૧૪. કષાય ૫દમાં-કષાયના ભેદો, તેની ઉત્પત્તિનાં કારણે અને કદાદિના ભેદ તથા કર્મોના બંધાદિમાં કપાયોની મુખ્યતા (કારણપણું) વગેરે બીના બહુ જ વિસ્તારથી સમજાવી છે.
૧૫. ઇંદ્રિયપદમાં-સ્પશેન્દ્રિયાદિ પાંચ ઇન્દ્રિમાં સંસ્થાનાદિ ૧૬ દ્વારોને | વિચાર અને તે દરેક ઇકિયાદિના પ્રદેશે તથા તેની જાડાઈ કહીને અવગાહના અને અલ્પબદુત્વ કહ્યું છે. પછી નારકાદિ દેહકોમાં ઇકિયાદિનું વર્ણન, અને સ્પષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org