________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૨. ઉપાંગ શ્રી રાયપાસેણીય સૂત્રનો પરિચય) ૩૪૯
૮, પ્રશ્ન–અદેશી રાજા કેશી ગણધરને પૂછે છે કે હે આચાર્ય મહારાજ ! જેમ ઘડા વગેરે પદાર્થો પ્રત્યક્ષ દેખાય છે, તેમ જીવ હેય, તો તે દેખાતો કેમ નથી ?
ઉત્તર–જેમ ઝાડનાં પાંદડાં વાયુથી હાલે છે. અહીં પાંદડાં હાલતાં દેખાય, તે ઉપરથી નિર્ણય થાય છે કે આ ઝાડનાં પાંદડાં વાયુથી જ હાલે છે. અહીં જેમ વાય
પી છતાં દેખાતો નથી, તોપણ પાંદડાંના હાલવા ઉપરથી વાયુનો નિર્ણય થાય છે, તેમ શરીરમાં ચલનાદિ ક્રિયા અરૂપી જીવ હોવાથી જ થાય છે, જે જીવ વિના હાથ વગેરેનું હાલવું, ભાષા અને ક્રિયા થતી હોય, તો તેવું હાલવું વગેરે મડદામાં કેમ દેખાતું નથી? માટે જ સાબીત થાય છે કે ચલનાદિ ક્રિયા જીવ વિના થઈ શકે નહીં. આવી રીતે કાર્યને જોતાં જે કારણનું અનુમાન કરીએ, તે પૂર્વવદનુમાન કહેવાય, એમ સાંખ્ય દર્શનને માનનારા વગેરે પરવાદીઓ પણ કહે છે. ૮.
૯. પ્રશ્ન– પ્રદેશ રાજા કેશી ગણધરને પૂછે છે કે જો કીડીને અને હાથીને છવ સરખા હોય, એટલે નાનો કે મેટો ન હોય, તો કીડીનું શરીર નાનું છે, ને હાથીનું શરીર મેટું છે, તેનું શું કારણ? જેટલા આત્મપ્રદેશ હાથીના મોટા શરીરમાં માઈ શકે, તેટલા જ આમપ્રદેશ કીડીના નાના શરીરમાં કઈ રીતે સમાય?
ઉત્તર–કીડોનું શરીર નાનું હોવાથી તેનો જીવ નાનો છે અને હાથીનું શરીર મોટુ હેવાથી તેને જીવ મોટો છે, આવી તારી માન્યતા તદ્દન ખોટી છે. કારણ કે શરીર ઉપરથી જીવને નિર્ણય થાય જ નહિ, કારણ કે વિચિત્ર પ્રકારના નામકર્મના ઉદયથી કેઈનું શરીર નાનું હોય છે, ને કોઈનું શરીર મોટું હોય છે. જેમાં મોટા ઘરના મધ્યભાગમાં દીવ મુકયો હોય, તે તેને પ્રકાશ આખા ઘરમાં ફેલાય ને તે જ દીવ નાના ઘરમાં મૂકીએ તો તેટલા જ ભાગમાં તેને પ્રકાશ ફેલાય. અહીં પ્રકાશ મોટા ઘરમાં ફેલાઈને અને નાના ઘરમાં સંકેચાઈને રહે છે. એટલે જેમ પ્રકાશને સંકેચ વિકાસ ધમ છે, તેવી રીતે આત્મપ્રદેશે પણ તે બે ધર્મોવાળા હોય છે. માટે નાના શરીરમાં કાકાશના પ્રદેશ જેટલા આત્મપ્રદેશે સંકેચાય છે, ને મોટા શરીરમાં તેટલા જ આત્મપ્રદેશો ફેલાય છે. તમામ જીવોના આત્મપ્રદેશે એક સરખી સંખ્યાવાળા છે. તેમાં વધઘટ છે જ નહિ, એમ શ્રી તત્વાર્થસૂત્ર ટીકાદિમાં જણાવ્યું છે. ૯.
૧૦. પ્રશ્ન-પ્રદેશી રાજા કેશી ગણધરને પૂછે છે કે હે સુરિરાજ! અમારા કલમથી જે નાસ્તિકમત ચાલ્યો આવે છે, તે મારાથી કેમ છોડી દેવાય?
ઉત્તર–જે પરંપરાએ આવેલી અધર્મબુદ્ધિને છેડે નહિ, તે લેવાને ઉપાડનાર વિપારીની માફક દુ:ખી થાય છે. તે બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી–એક ગામમાં ચાર મિત્રો રહેતા હતા. એક વખત તેઓ સાથે ધન કમાવાની ઈચ્છાથી પોતાના ગામથી નીકળી પરદેશ તરફ જતા હતા. જતાં જતાં વચમાં તેમણે એક લેટાની ખાણ જોઈ. તેમાંથી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org