________________
શ્રી જૈન પ્રવચન કિરવલી (૩. શ્રી ઉપાંગ છવાભિગમ સૂત્રનો પરિચય) ૩૫૭ સ્પર્શદિનો વિચાર વગેરે પદાર્થોનું વર્ણન કર્યું છે. આ રીતે નારકનો અધિકાર પૂરે કરીને તિર્યંચને અધિકાર શરૂ કર્યો છે. તેમાં તિર્યચના અને તિર્યંચોની યોનિઓના તથા તિર્યચ સ્ત્રી-પુરુષના ભેદ વગેરેનું વર્ણન વિસ્તારથી કરીને મનુષ્યનું વર્ણન કરતાં તેમના અને સંમૂર્ણિમ-ગર્ભજ મનુષ્યના તથા ૫૬ અંતરદ્વીપના મનુષ્યના ભેદાદિનું વર્ણન વિસ્તારથી કર્યું છે. પછી દેવાનું સ્વરૂપ જણાવતાં ભુવનપતિ દેવોના ભેદ અને ભવન, તથા અસુરકમારાદિમાંના દરેકના ભવન, તેમજ ચમરેન્દ્રાદિની પર્વદા કહીને ઉત્તર દિશાના અને દક્ષિણ દિશાના અસુરકુમારાદિના તથા વ્યંતર ને વાનમંતર દેવોના ભવનાદિનું તેમજ જ્યોતિષ્ક દેવાના વિમાનાદિનું વર્ણન કર્યું છે. પછી અનુક્રમે તિછલોકના દ્વીપ સમુદ્રો, અને તે બધાના આકાર વગેરેનું તથા પદ્મવદિકા, વનખંડે તેમજ વિજ્યદ્વાર જંબુદ્વીપના વિજયદ્વાર, તેના તોરણ ને ચકાદિનું વર્ણન કર્યું છે. પછી વિજયદેવ, તેની રાજધાની વિજયદેવની સભા, માણવકતંભ, દેવશયનીય, સિદ્ધાયતનાદિ, વિજયદેવને અભિષેક, વિજયદેવે કરેલી જિન પૂજા, વિજયદેવના તાબાના દેવાદિના આયુષ્ય વગેરે, આ બધાનું વર્ણન કર્યું છે. પછી વૈજયંતદ્વાર, તેનું આંતરું, અને ઉત્તરકુર, યમકપર્વત, નીલવદુહૃદ તથા કાંચનપર્વત જે ભૂપીઠ, અંબૂવૃક્ષ, તેમજ જંબુદ્વીપના ચંદ્ર-સૂર્યો આ બધાનું કમસર વર્ણન કર્યું છે. પછી લવણસમુદ્ર, તેના ચંદ્રાદિ, અને તેની વેલાની વૃદ્ધિ, તથા વેલંધર પર્વત, અનુલંધર પર્વત, તેમજ ગૌતમ દ્વીપનું વર્ણન કર્યું છે. પછી ધાતકીખંડના અને કાલેદધિના ચંદ્ર-સૂર્યાદિનું વર્ણન કરીને કાલોદધિથી આગળના દ્વીપ સમુદ્રોનું અને દેવીપાદિનું તથા ચંદ્વીપ સૂર્યદ્વીપાદિનું તેમજ લવણ સમુદ્રની ઊંડાઈ સહિત ઊંચાઈનું વર્ણન કર્યું છે. પછી લવણ સમુદ્રના ગાતીર્થનું અને તેની પહોળાઈનું વર્ણન કરીને અનુક્રમે ધાતકીખંડ, કાલેદધિ પુષ્કરદ્વીપ, સમયક્ષેત્ર (અઢીદ્વીપ) ને માનુષોત્તરગિરિનું વર્ણન કરીને અઢીદ્વીપની બહારના ને અંદરના ચંદ્રાદિનું ઉદ્ઘપપપણું વગેરે બીના જણાવી છે. પછી અનુક્રમે પુષ્કરવાર, વારૂણીવર, ક્ષીરવરાદિ પાદિનું વર્ણન કરીને આઠમા નંદીશ્વરદ્વીપાદિ અને ત્રિપ્રત્યવતારવાળા સમુદ્રો, તથા સરખા નામવાળા અસંખ્યતા દ્વીપોનું વર્ણન કર્યું છે. પછી લવણ સમુદ્રાદિના પાણીના સ્વાદ, માછલાં વગેરે, દ્વીપ સમુદ્રોનું પ્રમાણ, ચંદ્રાદિની નીચે ઉપર અને સમલાઈનમાં રહેલા તારાઆ તથા ચંદ્રાદિના પ્રહાદિ પરિવાર વગેરેનું વર્ણન કરીને મેરૂની અને લોકાંતની વચ્ચેનું અંતરું જણાવ્યું છે. પછી ચંદ્રાદિના સંસ્થાન અને વિમાનની લંબાઈ વગેરે તથા ચંદ્રાદિના વાહન અને ચંદ્રાદિમાં કેની મંદ ગતિ ને કેની શીઘ ગત? તથા કોણ અ૫ દ્ધિવાળા? ને કોણ મહદ્ધિક? તેમજ તારામાં મહેમાંહે આંતરું કહીને ચંદ્ર સૂર્યની અગ્નમહિષીઓ ને દેવીઓ તથા તે બધાનાં આયુષ્ય તેમજ ચંદ્રાદિનું અ૯૫ બહુ વગેરે જણાવ્યું છે. આ રીતે જાતિષ્કની બીના પૂર્ણ કરીને વૈમાનિક દેવના ભેદો, અને શક્રની પર્ષદા તથા વિમાનોના આધારભૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org