________________
૩૪૪
શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત થયા છે. માટે આજથી તારે અરમણીય થવું નહિ. આ હુકીકત બીજા ઉદાહરણા દઈને સચાઢ સમજાવી. હવે પ્રદેશીરાજા પેાતાના ધનની સુવ્યવસ્થા કરીને લીધેલા શ્રાવકનાં બાર ત્રતાનુ પાલન કરે છે. તેની પરિગ્રહ ભેગાસક્તિ વગેરે ઢાષાને તજવાની તીવ્ર ભાવના અને ધર્મીમાં અલૌકિક દઢતા જોઈને સૂર્યકાંતા રાણીએ પ્રદેશી રાજાને મારવાના ઇરાદાથી ઝેમિશ્રિત ભાજન પીરસ્યું. આ હકીકતને નહિં જાણનારા રાજાએ તે ભોજન ખાધું, શરીરમાં ઝેર પરિણમતાં રાણીનું કાવતરુ જાણ્યું છતાં સમતાભાવી પ્રદેશી રાજા સમાધિમરણે કાલધ` પામી પહેલા દેવલેાકમાં સૂર્યભ નામે મહુદ્ધિક દેવ થયા. આ રીતે પ્રભુશ્રી મહાવીરે ‘સૂર્યભટ્ટેવે આવી ઋદ્ધિ શાથી મેળવી ? એમ શ્રીગૌતમસ્વામીના પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં સુણાવ્યુ” છે.
સૂર્યાંભદેવ ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં દૃઢપ્રતિજ્ઞ નામે રાજકુમાર થઈ અનુક્રમે મોટા થતાં મેાક્ષમાગને આરાધીને સિદ્ધ થશે. આ હકીકતને વિસ્તારથી સમજાવવા માટે તેનું જીવનચરિત્ર જણાવતાં દૃઢપ્રતિજ્ઞના જન્મસંસ્કાર, નામકરણ, અન્નપ્રાશન વગેરે સ’સ્કારો અને પ્રતિજ્ઞને સાચવવા માટે પાંચ ઢાયા ( ધાવમાતાએ ) તથા આકુલાદિની દાસી વગેરેનુ' વન કયુ` છે. પછી દૃઢપ્રતિજ્ઞે કરેલા ૭૨ કળાના અભ્યાસ, તેના ગુરુનું સન્માન, દૃઢપ્રતિજ્ઞનું અનેક ભાષાવિશારદ પણ, તેમજ ભાગસમતા, ભેગા ભાગવવા માટે માતાપિતાએ દૃઢપ્રતિજ્ઞને કરેલુ આમત્રણ, દૃઢપ્રતિજ્ઞની અનાસક્ત ભાવના અને છેવટે સિદ્ધિ, પ્રશ્નકાર શ્રીગૌતમસ્વામીના વિહાર, સૂત્રસમાપ્તિ અને અંતિમ મોંગલમય નમસ્કાર આ બધી બીના સ્પષ્ટ સમજાવી છે.
આ રીતે શ્રી રાજપ્રશ્નીય સૂત્રના સક્ષિપ્ત પરિચય પૂરો થયા.
શ્રી કેશી ગણધર અને પ્રદેશી નૃપના પ્રશ્નોત્તરાનું સ્પષ્ટ વિવરણુ
૧. પ્રશ્ન-પ્રદેશી રાજા કેશી ગણધરને પૂછે છે કે પરલાક અને પાપ કઈ રીતે માની શકાય! અર્થાત્ ન માનવાં એ વ્યાજબી છે. આવા દૃઢ નિર્ણય થવાનુ કારણ એ છે કે મારા પિતા શિકાર વગેરે ઘણાં પાપનાં કામેા કરતા હતા, એટલે જૈન સિદ્ધાંત પ્રમાણે તે નરકે જવા જોઈએ. હવે જે પિતાને મારી ઉપર ઘણા પ્રેમ હતા તે જો નરકે ગયા હોય તા મારી ઉપરના પ્રેમને લઇને અહી મને કહેવા કેમ નથી આવતા કે “ હે પુત્ર! મારી માફક તું ધાર પાપ કરીશ નહીં, જો કરીશ, તેા હું જેમ નરકનાં વાર દુ:ખ ભાગવું છું, તેમ તારે પણ તેવાં દુ:ખે નરકમાં ભોગવવાં પડશે, ” હુજુ સુધી તે આવ્યા નહિ, તેથી મને ખાતરી થઈ કે પલાક અને પાપ છે જ નહિ, કહેા, આ મારું કહેવું સાચુ છે કે ખાટુ'!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org