________________
૩૪૨
શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત
હે રાજન્! તારે કબૂલ કરવુ જોઈએ કે જીવ અને શરીર જુદાં જુદાં છે. આ પ્રસંગે નારક જીવાને અહીં ન આવી શકવાના કારણેા વગેરેની મીના પણ વર્ણવી છે. પ્રદેશી રાજા– જો જીવ અને શરીર જુદાં જુદાં હાય તે મારી ધર્માંત્મા દાદી તમારા મત (વિચાર; માન્યતા ) પ્રમાણે સ્વર્ગ ગએલી હોવી જોઈએ, અને જો એમ હાય, તા તે ત્યાંથી મને સ્વર્ગનાં સુખા જણાવવા માટે અહી' કેમ ન આવે ? આજ સુધી નથી આવી, માટે જીવ અને શરીર એક છે. આ પ્રસંગે ધ્રુવ અહીં ન આવી શકે તેના કારાદિનું વર્ણન કર્યુ છે.
કેશી ગણધર—દેવલાકમાં ગયેલા પ્રાણી દેવતાઈ ભેાગામાં બહુ જ આસક્ત અને છે. તેથી તે અહીં' આવી શકતા નથી. માટે તારે માનવું જ જોઇયે કે જીવ છે જ. પ્રદેશી રાજા—એક ચારને લાઢાની કુંભી (કાઠી) માં ઢાંકણું સજ્જડ બંધ કરીને પૂર્યાં. ઘણા વખત વીત્યા માદ ઢાંકણું ઉઘાડીને જોયું, તા જણાયું કે તે મરી ગયા છે, કાઠી બહુ જ બારીકાઈથી તપાસી પણ જીવને નીકળવાનું છિદ્ર ક્રૃખાયું નહિ. માટે જ મારે એ વિચાર વ્યાજબી છે કે જીવ છે જ નહિ.
કેશી ગણધર—જેમ સજ્જડ બંધ કરેલા (વાસેલા) ઘરમાંથી શબ્દ બહાર આવે છે, તેમ સજ્જડ બંધ કરેલી કાઠીમાંથી જીવ નીકળી શકે છે. એમાં છિદ્રના વિચાર કરવાની જરૂરિયાત છે જ નહિ, કારણ કે તે અરૂપી છે. શબ્દ તેા રૂપી છે, છતાં ઘરમાંથી તે બહાર નીકળે ત્યારે તેને નીકળવામાં જો છિદ્રની અપેક્ષા રહેતી નથી, તેા પછી અરૂપી જીવ છિદ્ર પાડયા વિના નીકળે, એમાં લગાર પણ અનુચિતપણું છે જ નહી”,
પ્રદેશી રાજા—તે ચારના શરીરમાં કરમિયા ખદબદતા હતા. આ વા મહારથી અંદર પેઠા, પણ કાઠીમાં લગાર પણ છિદ્ર જણાયું નહીં, જો જીવ હાય ! અંદર પેસતાં કાઠીમાં બાકું પડવું જોઈએ તે તે છે જ નહિ, તેથી હું માનું છું કે જીવ નથી જ.
કેશી ગણધર—તપેલા લાઢામાં જેમ અગ્નિને પેસતાં છિદ્રો પડતાં નથી, તેમ કાઢીમાં જીવાને પેસતાં છિદ્રો કેમ ન પડયા ? એમ વિચારવાની શી જરૂર છે ? જો રૂપી અગ્નિને પેસતાં છિદ્રો ન પડયાં, તેા પછી અરૂપી એવા જીવને પેસવામાં છિદ્ર પડવાના વિચાર કરવાની જરૂરિયાત છે જ નહિ.
પ્રદેશી રાજા—બાળક જો ખાણ ફે કે, તે તે નજીકમાં પડે છે, ને જુવાન માણસ બાણ ફેંકે તે તે દૂર પડે છે, આથી મને ખાત્રી થઇ કે- માલકના જીવ નાના છે, ને જીવાનના જીવ માટે છે.” આ રીતે બધા જીવા સરખા નથી. તેા પછી તમે “ સ જીવા સરખા છે, એમ કહેા છે તેનું શું કારણ ??
કેશી ગણધર—બાલકને કે જુવાનને પૂષ્કૃત કર્માથી જ શરીર પ્રાપ્ત થાય છે, તેમાં માલકનુ શરીર કોમળ ને નાનુ છે, તેથી તેણે ફેકેલું માણ નજીક (પાસે) પડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org