________________
શ્રી જૈન પ્રવચન કિરણાલી (૧. ઉપાંગ શ્રી પપાતિક સૂત્રનો પરિશ્ય) ૩૨૩ (૭) શ્રીઉપાસક દશાંગસૂત્રનું ઉપાંગ શ્રી ચંદ્રપજ્ઞપ્તિસૂત્ર છે એમ જાણવું. (૮) શ્રીઅંતકૃદશાંગ સૂત્રનું ઉપાંગ નિયાવલિકા સૂત્ર (કલ્પિકા સૂત્ર) જાણવું. (૯) શ્રીઅનુત્તરપપાતિક સૂત્રનું ઉપાંગ કલ્પાવતંસિકા સૂત્ર જાણવું. (૧૦) શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રનું ઉપાંગ પુષ્પિક સૂત્ર જાણવું. (૧૧) શ્રી વિપાક સૂત્રનું ઉપાંગ પુષ્પ ચૂલિક સૂત્ર જાણાવું, (૧૨) શ્રી દષ્ટિવાદનું ઉપાંગ વહિંદશા સૂત્ર જાણવું. આ રીતે દરેક અંગનાં જુદાં જુદાં ઉપાંગ જણાવીને બારે ઉપાંગોનાં નામ જણાવ્યાં. હવે અનુક્રમે પહેલા પાતિક સૂત્રને સંક્ષિપ્ત પરિચય કહીશ. ૧૧૬-૧૧૭-૧૧૮.
સ્પાર્થ:–આ શ્રી ઔપપાતિક સૂત્રની શરૂઆતમાં ચંપાનગરીનું અને તેના ઈશાન ખૂણામાં રહેલા પૂર્ણભદ્ર યક્ષના ચૈત્યનું વર્ણન કર્યું છે. પછી તેની આજુબાજુ વીંટાઈને રહેલ વનખંડનું, તથા તેમાં રહેલાં વૃક્ષોનું, તેમજ તે વૃક્ષનાં મૂલ, થડ, શાખા વગેરેનું વર્ણન કર્યું છે. પછી કહ્યું છે કે વનખંડની વચમાં રહેલ અાક વૃક્ષ (આશપાલવના ઝાડ ની આજુબાજુ તાલ, તમાલવૃક્ષે શેલી રહ્યાં છે, ને તેની આજુબાજુ અકલતા વગેરે વેલડીએ ભી રહી છે. પછી પૂર્વે જણાવેલા આસેપાલવના ઝાડની ઉપરના ભાગમાં ગોઠવેલા સ્વસ્તિક (સાથીઓ) વગેરે અષ્ટમંગલ, પંચવણી ચામર, ધજા, નાના મોટા છત્ર અને ઘંટ આ સર્વ પદાર્થોનું સુંદર વર્ણન કરીને તે (અશોક વૃક્ષ)ની નીચે રહેલા પૃથ્વીશિલાપટ્ટકની બીના કહી છે. પછી ચંપાનગરીના કેણિક રાજાનું અને તેના ધારિણી રાણીનું વર્ણન કર્યું છે. પછી કહ્યું કે એક નોકર કોણિક રાજાને પ્રભુશ્રી મહાવીરના વિહારની બીના દરરેજ જણાવે છે. આમાં વ્યવસ્થા એવી કરી હતી કે રાજાના મુખ્ય નોકરના તાબામાં રહેલા નોકરો પહેલા પિતાના ઉપરી મુખ્ય નોકરને પ્રભુના વિહારની બીના કહે, તે સાંભળી તે મુખ્ય નોકર કોણિક રાજાને તે બીના કહે. આ નિયમ પ્રમાણે મુખ્ય નોકરે કોણિક રાજાને વિનયથી ખબર આપ્યા કે “પ્રભુ શ્રી મહાવીર દેવ ગ્રામાનુગ્રામ વિહાર કરતા આ ચંપાનગરીની બહાર પૂર્ણભદ્ર વક્ષના ચેયવાળા પ્રદેશની નજીકમાં પધાર્યા છે. 2 આ વાત સાંભળી બહ જ રાજી થયેલા કોણક રાજાએ પોતાની કચેરીમાં જે દિશા નજીકમાં પ્રદેવ વિચરે છે તે તરફ સાત આઠ પગલાં સામા જઈ વિધિપૂર્વક પ્રભુ મહાવીરની સ્તુતિ કરી. પછી સન્માનાદિક કરવા પૂર્વક નોકરને પ્રતિદાન દઈને ફરમાવ્યું કે જ્યારે પૂર્ણભદ્ર યક્ષના ચૈત્યવાળા બગીચામાં પ્રભુશ્રી મહાવીર દેવ પધારે ત્યારે મને ખબર આપજે 2 કેણિક રાજાના ભાગ્યોદયે બીજે દિવસે પ્રભાતે પ્રભુશ્રી મહાવીરદેવ ૧૪ હજાર મુનિ વગેરેના પરિવાર સાથે પધાર્યા. આ પ્રસંગને જણાવતાં પહેલાં કોણિક રાજાની કચેરીનું અને પ્રભુશ્રી મહાવીર દેવના શરીરના મસ્તકાદિનું વાસ્તવિક વર્ણન કર્યું છે. અનુક્રમે ર૩ થી ૩૯ મા સુધીનાં સૂત્રોમાં મુનિવરોના જ્ઞાનાદિ ગુણેનું અને સિંહનિષ્ક્રીડિતાદિ વિવિધ તપશ્ચર્યાનું વર્ણન કરીને જણાવ્યું કે સંસાર સમુદ્રના જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org