________________
શ્રી જૈન પ્રવચન કિરણાલી (૧૧, શ્રી વિપાક સૂવાંગને પરિચય)
૩૦૩ નામે રાજે હતો તેની બહાર માણિભદ્ર વક્ષનું મંદિર હતું. આ નગરમાં ધનદેવ સાર્થવાહની પ્રિયંગુ નામની ભાર્યાને અંજુ નામે પુત્રી હતી. અહીં સમવસરેલા શ્રીવીરપ્રભુએ તે અંજૂના પૂર્વભવની બીના જણાવતાં કહ્યું કે તે પાછલા ભવમાં ઇંદ્રપુર નામના નગરમાં રહેનારી પૃથ્વીશ્રી નામે વેશ્યા હતી. તે વેશ્યાસક્તિના પાકે મરીને છઠ્ઠી નરકે ગઈ. ત્યાંથી અંજુપુત્રપણે જન્મી. અનુક્રમે ઇંદ્રપુરના ઇંદ્રદત રાજાની રાણી થઈ. તે નિશૂલની તીવ્ર પીડા ભેગવી મરણ પામી પહેલી નરકે ગઈ વગેરે બીના જણાવી છે. આમાંથી આત્મિક હિતશિક્ષા એ મળે છે કે વિષયાસક્તિથી દુર્ગતિ પમાય છે. માટે તેને ત્યાગ કરી શીલ ધર્મને આરાધી આત્મહિત સાધવું જોઈએ,
આ રીતે વિપાક સૂત્રના પહેલા શ્રુતસ્કંધને ટૂંક પરિચય પૂરો થયો.
બીજા મૃતરસ્કંધને ટૂંક પરિચય અહીં સુબાહુ અદયયન વગેરે ૧૦ અધ્યયનમાંના પહેલા સુબાહુ અધ્યયનમાં કહ્યું છે કે-હતિશીષ નામના નગરના દીનશત્રુ રાજાને પo રાણીઓ હતી. આ નગરની બહાર પુષકરંડક નામના બગીચામાં પ્રભુ શ્રી મહાવીર દેવ પધાર્યા. પ્રભુની દેશના સાંભળી સુબાહુ કુમારે શ્રાવક ધર્મ સ્વીકાર્યો. તેના પૂર્વ ભવની બીના જણાવતાં પ્રભુદેવે કહ્યું કે હસ્તિનાપુરમાં સુમુખ નામે શેઠ રહેતા હતા. તેમણે ધર્મઘોષ
સ્થવિરના શિષ્ય સુદત્ત નામના મુનિરાજને ભાવ પૂર્વક આહાર પાણી વહોરાવતાં શુભ મનુષ્પાયુષ્યને બંધ કર્યો. અહીં પાંચ દિવ્ય પ્રકટ થયા, તે સુમુખ શેઠ અંતે મરણ પામી મુનિ દાનના પ્રભાવે સુબાહુપણે જમ્યા અનુક્રમે મોટા થતા તે સુબાહુ રાજકુમાર પરમ શ્રાવક થયા. તે આઠમે અને ચૌદશ પૌષધ કરતા હતા. એક વખત અમ સહિત પૌષધ કર્યો. તેમાં ધર્મજાગરિકા કરતા દીક્ષા લેવાની ભાવના થઈ. દીક્ષા લઈ પરમ ઉલ્લાસથી તેની આરાધના કરીને પહેલા દેવલોકમાં દેવપણું ભેગવી ફરી મનુષ્યભવમાં દિક્ષાને આરાધી બ્રહ્મ દેવલોકાદિનાં ઉત્તમ સુખોને ભેગવી અંતે પંદરમા ભવમાં મનુષ્યભવે સંયમાદિની આરાધના કરીને સિદ્ધ થશે. આ પ્રસંગે સુબાહુ કુમારના ૧૫ ભવોનું વર્ણન પણ કર્યું છે.
૨, બીજા ભદ્રનંદી નામના અધ્યયનમાં ભદ્રનંદી શેઠે યુગબાહ તીર્થકરને વહોરાવ્યાની (દાન દીધાની) બીના કહી છે. ૩. ત્રીજા અધ્યયનમાં સુજાત શેઠે પુછ્યુંદત્ત મુનિને વહેરાવ્યાની બીના જણાવી છે. ૪. ચોથા અધ્યયનમાં સુવાસવ શેઠે વિશ્રમણભદ્ર મુનિને હરાવ્યાની બીના કહી છે. ૫. પાંચમા અધ્યયનમાં જિનદાસ શેઠ સુધર્મા મનિને હરાવ્યાની બીના કહી છે. ૬. છ અધ્યયનમાં વૈશ્રમણ શેઠે સંભૂતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org