________________
૩૦૬
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત શ્રીનંદીસૂત્ર અને સમવાયાંગ સૂત્રને અનુસરે કહીશ. ૧૦૨. શ્રીસ્થાનાંગ નામના ત્રીજા અંગના દશમા સ્થાનકમાં દષ્ટિવાદનાં ૧૦ નામ જણાવ્યાં છે. તે આ પ્રમાણે જાણવા-૧, અનુગ ગત, ૨. તત્વવાદ, ૩. દષ્ટિવાદ અથવા દૃષ્ટિપાત, ૪. ધર્મવાત, પ. પૂર્વગત, ૬, ભાષાવિજ્ય, ૭. ભૂતવાદ, ૮, સમ્યગ્વાદ, ૯, સર્વપ્રાણભૂતજીવસત્વસુખાવહ, ૧૦. હેતુવાદ. તથા ૧, પરિકર્મ, ૨. સૂત્ર, ૩. પૂર્વગત, ૪. અનુગ, પ. ચૂલિકા, આ રીતે આ બારમા અંગના પાંચ ભેદો જાણવા. તેમાં પરિકર્મના ૭ ભેદો આ પ્રમાણે જાણવા. અહીં દરેક ભેદમાં છેવટે શ્રેણિકા શબ્દ જોડતાં ૧. સિદ્ધ શ્રેણિકા, ૨. મનુષ્ય શ્રેણિકા, ૩. પૃષ્ટ શ્રેણિકા, ૪. અવગાહન શ્રેણિકા, ૫. ઉપસં૫ઘ શ્રેણિકા, ૬. વિપ્રજહ શ્રેણિકા, ૭. ગ્રુતાક્યુત શ્રેણિકા. આમાં પહેલા બેના ૧૪-૧૪ પ્રતિભેદો અને છેલ્લા પાંચના ૧૧-૧૧ ભેદ હોવાથી સર્વ મળી પરિકમના કુલ ૮૩ ભેદો જણાવ્યા છે. ૧૦૩–૧૦૪ સિદ્ધ શ્રેણિકાના ૧૪ ભેદો છે. તે આ પ્રમાણે જાણવા-૧. માતૃકાપદ, ૨. એકાથિંકપદ, ૩. પાડોષ્ઠયદ, ૪. આકાશપદ, પ, કેતુભૂત, ૬. રાશિબદ્ધ, ૭, એકગુણ, ૮, દ્વિગુણ, ૩. ત્રિગુણ, ૧૦. કેતુભૂત, ૧૧. પ્રતિગ્રહ, ૧૨, સંસાર પ્રતિગ્રહ, ૧૩. નંદાવર્તા, ૧૪. સિદ્ધબદ્ધ. અહીં જણાવેલા શરૂઆતથી માંડીને ૧૩ સુધીના ભેદોમાં ૧૪ ચૌદમો મનુષ્યાવત્ત ભેદ ઉમેરવાથી મનુષ્ય શ્રેણિકાના ૧૪ ભેદો થાય છે. આ રીતે કુલ ૨૮ પ્રતિભેદો થયા. હવે પૃષ્ટ શ્રેણિકાના ૧૧ ભેદે આ પ્રમાણે જાણવા-૧. આકાશપદ, ૨, કેતુભૂત, ૩. રાશિબદ્ધ, ૪. એક ગુણ, ૫. દ્વિગુણ, ૬. ત્રિગુણ, ૭. કેતુભૂત, ૮. પ્રતિગ્રહ, ૯. સંસારપ્રતિગ્રહ. ૧૦. નંદાવર્તા, ૧૧, પૃષ્ટાવí. આમાંના ૧ થી ૧૦ સુધીના ૧૦ ભેદોમાં અવગાહનાવ ભેદ ઉમેરવાથી અવગાહન શ્રેણિકાના ૧૧ ભેદો થાય છે. એજ ૧૦ ભેદોમાં ઉપસંપઘાવ ઉમેરવાથી ઉપસંપદ્ય શ્રેણિકાના ૧૧ ભેદા થાય છે, વિપ્રજહાવર્ત ભેદ ઉમેરતાં વિપ્રજહ શ્રેણિકાના ૧૧ ભેદો થાય છે. તથા ગ્રુતાગ્રુતાવ ભેદ ઉમેરવાથી વ્યુતાગ્રુત શ્રેણિકાના ૧૧ ભેદો થાય છે. આ રીતે પહેલા બે ભેદના ૨૮ અને બાકીના પાંચ ભેદોના ૫૫ ગણતાં સર્વે મળી પરિકમેના સાત ભેદોના કલ ૮૬ પ્રતિભેદો જાણવા અહીં ગાથામાં માતૃકાપદ વગેરેના પહેલા અક્ષરોથી તે તે ભેદ સમજવાની સૂચના કરી છે. તેથી મા અક્ષરથી માતૃકપદ સમજવું. ને ! અક્ષરથી એકાર્થિક ભેદ સમજે, એમ બીજા ૧૨ ભેદોમાં પણ સમજવું. ૧૫. પરિકર્મના એ સાત ભેદોમાંના ૬ ભેદો પોતાના સિદ્ધાંત અનુસાર જ છે. અને આવકના મતે સાત ભેદો સ્વસમયિક છે તથા ૬ ભેદ ચતુકનયિક છે અને સાત વૈરાસિક છે. આ રીતે
કામાં પરિકર્મને વિચાર જાણો. ૧૦૬. દષ્ટિવાદનો બીજો ભેદ સુત્ર છે. તેના રર ભેદો આ પ્રમાણે અનુક્રમે જાણવા-૧. જુકસૂત્ર, ૨. પરિણતા પરિણતસૂત્ર, ૩. બહભંગિક સૂત્ર, ૪. વિપ્રત્યયિકસૂત્ર, ૫. અનંતરસૂત્ર, ૬. પરંપરસૂત્ર, ૭. સમાનસત્ર ૮. સંયૂથસૂત્ર, ૯. સંભિન્નસૂત્ર, ૧૦, યથાત્યાગસૂત્ર, ૧૧. સૌવસ્તિવર્ણસૂત્ર, ૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org