________________
૧૮૨
શ્રીવિજયપદ્મસૂરીધરકૃત
કયારે (સવાર સાંજ વગેરેમાંના કયા ટાઇમે ) કયા ક્ષેત્રમાં, કઈ રીતે અને મેડાં કે વ્હેલા મરવાનું છે ? તે હું નથી જાણતા. વળી હે માતાપિતા ! કયાં કર્મના ઉદયે જીવા નારકાદિ સ્વરૂપે ઉપજે છે ? તે હું જાણતા નથી. પણ હે માતાપિતા ! આ તે હું જરૂર જાણું છું કે પાતે બાંધેલાં કદિયે જીવ સંસારમાં રઝળે છે. આ કારણથી મે તમને એમ કહ્યું કે હું જે જાણું છું તે હું નથી જાણતા અને જે હું નથી જાણતા, તેને જાણું છું. માટે હે માતાપિતા! તમે મને આજ્ઞા આપે। કે જેથી મારી ચારિત્ર લેવાની ભાવના પૂરી થાય. '' ઇત્યાદિ કહીને છેવટ રજા મેળવી તેણે વીર પ્રભુ પાસે દીક્ષા લીધી. અને ઘણાં વર્ષોંના દીક્ષા પર્યાય પાળી ગુણરત્ન સંવત્સરાદિ તપ કરી વિપુલગિરિ ઉપર અસણુ કરી સિદ્ધ થયા.
૧૬, સેાલમા અધ્યયનમાં કહ્યું છે કે-વારાણસી નગરીના અલક્ષ નામના રાજા પ્રભુ શ્રીમહાવીર દેવને વંદન કરવા ગયા. દેશના સાંભળી પ્રતિઐાધ પામી પ્રભુની પાસે ચારિત્ર લઈ આરાધી વિપુલાચલ ઉપર અણુસણુ કરી મોક્ષે ગયા.
અહીં છઠ્ઠા વર્ગના ટ્રૅક પરિચય પૂરો થયા
૭. સાતમા વર્ગમાં ૧. નંદા, ર્. નંદામતી, ૩. નūાત્તરા, ૪. નસેના, ૫. મહુયા, ૬. સુમરૂતા, ૭. મહામરૂતા, ૮. મરૂદેવા, ૯. ભદ્રા ૧૦. સુભદ્રા ૧૨ સુન્નતા ૧૨, સુમતિ અને ૧૩. ભૂદિન્ના નામે શ્રેણિકરાજાની ૧૩ રાણીઓનાં ૧૩ અધ્યયના છે. તે તેને રાણીઓએ મહાવીરસ્વામી પાસે ચારિત્ર લીધું છે. ૨૦-૨૦ વર્ષના દીક્ષાપર્યાય પાળી સિદ્ધિનાં સુખ મેળવ્યાં છે.
૮. આઠમા વર્ગમાં ૧. કાલી, ર. સુકાલી, ૩. મહાકાલી, ૪. કૃષ્ણા, ૫. સુકૃષ્ણા, ૬. મહાકૃષ્ણા, ૭, વીરકૃષ્ણા, ૮. રામકૃષ્ણા, ૯, પિતૃસૈનકૃષ્ણા, અને ૧૦. મહાસેનકૃષ્ણા, નામની શ્રેણિક રાજાની દશ રાણીઓનાં દ્વરા અધ્યયના કહ્યાં છે. તેમાં પહેલા અધ્યયનમાં ચંપાનગરીમાં કાણિકરાજા હતા. ત્યાં તેની લઘુમાતા કાલી નામે શ્રેણિકરાજાની રાણી હતી. ત્યાં મહાવીરસ્વામી પધારતાં તે વાંઢવા ગઇ. દેશના સાંભળી પ્રતિબેાધ પામી કાણિકરાજાની આજ્ઞા લઈને તેણે ચારિત્ર લીધું. પ્રભુએ કાલી સાધ્વીને ચંદનબાલા મહત્તાને સોંપી, શુદ્ધ ચારિત્ર પાળતાં અને અનેક પ્રકારના તપ કરતાં તેની ઇચ્છા રત્નાવળી તપ કરવાની થઈ, તેણીએ ચંદનમાલાની આજ્ઞા લઈ રત્નાવળી તપની ચાર પરિપાટી કરી. હું રત્નાવળી તપતું સ્વરૂપ જણાવ્યું છે. તે તપ કર્યાં બાદ શરીર અસ્થિશેષ ( જેમાં કેવળ હાડકાં જ ઢેખાય તેવુ) રહેવાથી સાધ્વી ચંદનબાલાની આજ્ઞા લઈ તેણે એક મહિનાનું અણુસણુ કરી કેવળ જ્ઞાન પામી સિદ્ધિના સુખ મેળવ્યા. અહી પહેલા અધ્યયનના ટૂંક પરિચય પૂરા થયા.
૨. બીજા અધ્યયનમાં સુકાલીનું વર્ણન આવે છે. તેણીએ ચારિત્ર લઈ ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org