________________
૨૮૦
શ્રીવિજયપદ્ધસૂરીશ્વરકૃત ૩. ત્રીજું અધ્યયન મુદગરપાણિ યક્ષના નામથી પ્રસિદ્ધ છે. તેનું કારણ એ કે તેની બીના અહીં વધારે આવે છે, તેમજ અજુનમાળી પહેલાં તેની કાયમ પૂજા કરતો હતો. તેથી પણ અજુનમાળીની મુખ્યતા સમજવી. તેની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવીરાજગૃહ નગરમાં અર્જુન નામનો માળી રહેતો હતો, તેને બંધુમતી નામની રૂપવંતી સ્ત્રી હતી. તે માળી મુદગરપાણિ યક્ષને ભક્ત હતા. દરરોજ તે પિતાના બગીચામાંથી ફૂલ વીણી પહેલાં તે મુદૂગરપાણિ યક્ષની પ્રતિમાની સુંદર રીતે તે પુપિવડે પૂજા કરતો હતો. પછી શહેરમાં જઈ ફૂલે વેચી પિતાની આજીવિકા ચલાવતો હતો. એક વખત શ્રેણિક રાજાએ કઈક મહોત્સવની ઉઘોષણા કરાવી એટલે વધારે ફૂલે વેચાશે, એમ ધારી બીજે દિવસે બંધુમતીને સાથે લઈને તે પોતાના બગીચામાં ગયો, ત્યાંથી ઘણાં ફૂલે લઇ મુદગરપાણિની પૂજા કરવા સ્ત્રી સહિત આવ્યો.
રાજગૃહ નગરમાં છ દુરાચારી મિત્રો રહેતા હતા. તેમણે અજુન માળીની સ્ત્રી બંધુમતીને અતિ રૂપવંતી જઈ તેની સાથે ભેગ ભેગવવાની ઇરછા કરી, અને મુદગરપાણિ યક્ષના મંદિરમાં છાના સંતાઈ રહ્યા. અજુનમાળી યક્ષની પૂજા કરી નમસ્કાર કરવા લાગ્યું, એટલે તે છએ જણાંએ બહાર નીકળી તેને બાંધી લઈને તેની ને યક્ષની સમક્ષ તેની સ્ત્રી સાથે ભોગ ભોગવ્યા. તે જોઈ અજુનમાળીને યક્ષની ઉપર અરુચિ થઈ. તેથી તેણે યક્ષને ઉદ્દેશીને કહ્યું કે હું તને આજ દિન સુધી દેવ માનતો હતો, પણ તું તો ખરેખર લાકડાની મૂર્તિ રૂપે લાકડું જ જણાય છે. નહિ તે તારી સમક્ષ તારો ભક્ત જે હું તેની આવી વિટંબના તું કેમ સહન કરી શકે? આવા શબ્દો સાંભળીને યક્ષે તેના શરીરમાં પ્રવેશ કરી, તેના બંધનને તોડી, મુગર લઈ તે વડે પહેલાં તો બંઘુમતીને અને એ ગાઠીલ્લા પુરુષોને મારી નાંખ્યા. પછી તે દરરોજ છે પરષાને અને એક સ્ત્રીને મારવા લાગ્યો. શ્રેણિક રાજાએ આ વાત જાણીને નગરના દરવાજા બહાર સવારે કેઈએ ન જવાની ઉલ્લેષણ કરાવી. એક વખત મહાવીરસ્વામી ત્યાં સમવસર્યા. તેમને વાંદવા જવાની તે નગરીમાં રહેનારા સુદર્શન શેઠની ઇચ્છા થઈ તેના પિતા વિગેરેએ પક્ષના ઉપદ્રવને જણાવી પ્રભુને વાંદવા જવાનો નિષેધ કર્યો, પણ તે તો ત્યાં જવા નીકળ્યો, નગરની બહાર નીકળતાં અજુન માળીને મુગર ઉપાડીને સામે આવતો જોયો, એટલે તેણે ચાર શરણ સાથે સાગારી અણસણ કરી કાયોત્સર્ગ કર્યો. અજુનમાળી તેની પાસે આવ્યો, પણ તેના પુણ્યની પ્રબલતાથી તંભી ગયો, એટલે યક્ષ પણ તેના શરીરમાંથી નીકળી મુદગર લઈને ચાલ્યો ગયો. અર્જુન માળી બેભાન થઈને જમીન પર પડયો. તેને શુદ્ધિ આવતાં તેણે સુદર્શન શેઠને તમે કોણ છે? ને કયાં જાઓ છો ? ” એમ પૂછયું. શેઠે જવાબ દેતાં કહ્યું કે હું પ્રભુ શ્રી મહાવીર
સ્વામીને વાંદવા જઉં છું, અર્જુન માળીએ સાથે આવવા ઇછા જણાવી, બંને પ્રભુના સમવસરણમાં ગયા. દેશના સાંભળી પ્રતિબોધ પામી અજુનમાળીએ ચારિત્ર લીધું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org