________________
ર૭૮
શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત થતાં કૃષ્ણ નાનાભાઈ ગજસુકમાલને માટે એક સેમા નામની કન્યાને પસંદ કરી તે કન્યાને અંતપુરમાં રખાવી. પણ તે ગજસુકમાલ નેમિનાથની દેશના સાંભળી પરણ્યા વિના પ્રભુની પાસે દીક્ષા લઈ તે જ દિવસે એક રાત્રિના પ્રમાણવાલી પ્રતિમાના નિયમ પ્રમાણે મશાનમાં જઇને કાસ ધ્યાને રહ્યા. ત્યાં સોમાને પિતા સેમિલ અચાનક આવી ચડે છે, તેને ગજસુકુમાલને જોઈ ક્રોધ થશે, તેથી તે તેમના માથા પર માટીની પાળ બાંધી તેમાં અંગારા ભરે છે. ગજસુકુમાળ મુ સીધર આ તીવ્ર વેદનાને સમભાવે સહન કરી અંતકૃકેવલી થઈ સિદ્ધ થયા. કૃષ્ણ વાસુદેવ બીજે દિવસે પ્રભુની પાસે આવી આ વાત જાણું બહુ જ દીલગીર થયા, પ્રભુએ વૃદ્ધને મદદ કરવાની વાત યાદ કરાવી સોમિલ ગજસુકુમાલને કેવલજ્ઞાન થવામાં મદદરૂપ થાય છે એમ જણાવી કૃષ્ણને શાંત કર્યા. પછી પાછા ફરી નગરીમાં પેસતાં કૃષ્ણને જોઈને સેમિલ બ્રાહ્મણ ભયથી મરી દુર્ગતિમાં ગયો. ૯-૧૦-૧૧મા અધ્યયનમાં અનુક્રમે કૃષ્ણના મોટાભાઈ બળદેવની ધારિણી રાણીના સુમુખ કુમાર, દુર્મુખ કુમાર અને કૂપક કુમારનું ચરિત્ર વર્ણવ્યું છે. અને ૧૨-૧૩મા અધ્યયનમાં ક્રમસર દારૂકકુમાર અને અનાદૃષ્ટિ કુમારનું જીવન જણાવ્યું છે. તે બંને વસુદેવ રાજા અને ધારિણીના પુત્ર થાય, તે પાંચે કુમારો શ્રીનેમિનાથની પાસે ચારિત્રને લઈ આરાધી શત્રુંજયે અણસણ કરી સિદ્ધ થયા. આ રીતે ત્રીજા વર્ગનો ટૂક પરિચય પૂરે થયે,
૪. ચોથા વર્ગમાં ૧. જાલિ કુમાર, ૨. માલિ, ૩. ઉવયાલિ, ૪, પુરુષસેન, ૫. વારિસેન, ૬. પ્રદ્યુમ્ન, ૭. શાબ, ૮. અનિરૂદ્ધ, ૯. સત્યનેમિ, ૧૦. દઢનેમિ, આ દશ યાદવ કુમારનું વર્ણન અનુક્રમે એકેક અધ્યયનમાં કર્યું છે, તેથી અધ્યયન પણ કુમારના નામથી પ્રસિદ્ધ છે. તેમાં જાલિકુમારના પિતા વસુદેવ અને માતા ધારિણી કહી છે. ત્યાર પછીના પાંચ કુમારોના પિતા કૃષ્ણ અને માતા રુકિમણી હતી. કૃષ્ણ અને જાંબુવતીના પુત્ર શાંબકુમાર જાણવા, પ્રદ્યુમ્ન અને વૈદભી રાણીના અનિરૂદ્ધ કુમાર પુત્ર હતા. સત્યનેમિ અને દઢનેમિ એ પ્રભુ નેમિનાથના ભાઈ થાય. તે સમુદ્રવિજય રાજાની શિવાદેવી રાણીના પુત્ર હતા. આ દર્શન અધિકાર પહેલા ત્રણ વર્ગની બીનાની જેવો જાણવો. એટલે તેઓ પ્રભુ નેમિનાથની પાસે દીક્ષા લઈ આરાધી શત્રુંજયે અનશન કરી સિદ્ધ થયા.
પ. પાંચમા વર્ગમાં કૃષ્ણની આઠ પટરાણીઓ ૧. પદ્માવતી, ૩. ગૌરી, ૩. ગાંધારી, ૪. લક્ષ્મણા, ૫. સુશીમા, ૬. જાંબુવતી, ૭, સત્યભામા અને ૮ કિમણીની તથા શાંબકમારની ૯. મૂલશ્રી, ને ૬૦. મૂલદત્તાપાણીની બીના અનુક્રમે એકેક અધ્યયનમાં વર્ણવેલી છે, તેથી અધ્યયન પણ તે નામથી ઓળખાય છે. અહીં પહેલા અધ્યયનની શરૂઆતમાં કૃષ્ણવાસુદેવ પ્રભુ નેમિનાથને પૂછે છે કે આ દ્વારિકા નગરીને વિનાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org