________________
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત અધ્યયનમાં કાંઈક સવિસ્તર (વધારે લંબાણથી) હકીકત જણાવી છે ને બાકીનાં નવ અધ્યયનેમાં પહેલા અધ્યયનમાં કહેલી હકીકતની ભલામણ કરી છે. કારણકે દશે જીવોએ નરકાદિ ચારે ગતિમાં પરિભ્રમણ સરખી રીતે કર્યું છે.
બીજા તસ્કંધમાં સુખવિપાકનાં પણ દશ અધ્યયને છે. તેમાં પણ પહેલા અધ્યયનમાં કાંઈક વિસ્તારથી કથા કહીને બાકીનાં નવે અધ્યયનમાં પહેલા આવેલી બીનાની ભલામણ કરીને બહુ ટૂંકામાં તે નવ અધ્યયનો કહ્યાં છે. દશમા અધ્યયનમાં સહેજ વિસ્તાર કર્યો છે. તેમાં પૂર્વ ભવે તીર્થકરને કે મુનિને આહારપાણી વગેરેનું દાન કરવાથી આ ભવે ઊંચા કુળમાં મનુષ્ય થયા છે. તે જ ભવમાં પ્રભુ શ્રીમહાવીરની વાણી સાંભળી પ્રતિબોધ પામી પહેલાં શ્રાવકનાં વ્રતો, અને પછી સાધુપણું આરાધી સૌધર્મ સવલોકમાં ગયા છે. ત્યાંથી ચ્યવી, મનુષ્ય થઈ, ચારિત્ર લઈ, દેવગતિના આંતરાંવાળા મનુષ્યના ભવો કરીને એટલે ત્રીજા, પાંચમા, સાતમા, નવમા અને અગ્યારમા દેવલોકમાં દેવ થઈને અંતે સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થઈ, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ, ચારિત્ર લઈ સિદ્ધ થવાના છે. આ પ્રમાણે બંને મૃતકોને સાર ટૂંકમાં જણાવ્યું. તેમાંથી હિતશિક્ષા એ મળે છે કે અશુભ કર્મોને કરનાર સંસારી જીવે ઉત્તરોત્તર લાંબા કાળ સુધી મહાદુઃખને દેનારી દુર્ગતિને પામે છે, અને છેવટે અશુભ કર્મોનાં ફલ ભેગાવ્યા પછી ગુરુને યોગ થવાથી ધર્મ સાધી શુભગતિનાં સુખ પામે છે. અને સુપાત્રદાન દેવાથી ભવ્ય છે ઉત્તરોત્તર દેવ મનુષ્યગતિના સુખની શ્રેણી જોગવી અંતે સિદ્ધિપદ પામ્યા છે વગેરે જરૂરી બીના અહીં વિસ્તારથી આપી છે. તે ઉપરાંત પાપી જીવોને મળતી સામગ્રી અને પુણ્યશાલી જીવોને મળતી પુણ્યની સામગ્રી અને તેનો આબેહુબ ચિતાર અહીં વિસ્તારથી આપે છે.
પાપી જીવોએ કરેલા પાપના વૃત્તાંત અને તેને ત્યાર પછીના મનુષ્ય ભવમાં મળેલા દુઃખનું વર્ણન વાંચતાં કે સાંભળતાં હૃદય કમકમે છે. જો કે નરકના દુઃખ પાસે તે તે હિસાબમાં નથી. આ વૃત્તાંત વાંચીને જે જીવ પાપ કરતાં ન અટકે, તે બહલકમી કે દીઘ સંસારી હોય એમ સંભવ છે. વળી મુનિવરોને વરાવવાનો મહાપ્રભાવ જાણી એવી રીતે સુપાત્રદાન દેવાનો ઉત્સાહ જેમને ન થાય, તેવા જીવો પણ પરિત્તસંસારી સંભવતા નથી. આ બાબત શ્રી શ્રાવકધર્મ જાગરિકામાં મેં વિસ્તારથી સમજાવી છે.
શ્રીવિપાકસૂત્રને સંક્ષિપ્ત સારાંશ પૂરો થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org