________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૬. શ્રી જ્ઞાતા ધર્મકથાગ સૂત્રને પરિચય) ર૫૯ કે નિયાણાના દોષથી દૂષિત તપ જેમ સુકુમાલિકાને તેમ કેઈને પણ મોક્ષનાં સુખ દેતું નથી. તથા પાત્રને ભક્તિ બહુમાન વિના અમનોહર દાન દીધું હોય, તો તે દેનારા જીવને નાગશ્રીની જેમ ભયંકર દુ:ખ આપે છે.
સત્તરમા અશ્વ અધ્યયનને ટૂંક પરિચય ઇદ્રિના પાંચ વિવમાં આસક્ત થનારા જીવોને દુઃખ ભેગવવું પડે છે, ને તે શબ્દાદિમાં આસકત નહિ થનારા જીવો સુખી થાય છે. આ બીના યથાર્થ સમજાવવા માટે અધિનું દષ્ટાંત કહ્યું છે. તેની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી-હસ્વિશીર્ષ નગરમાં કનકકેતુ રાજા હતો. અહીંના કેટલાક વહાણના વેપારીઓ સમુદ્ર માર્ગે જતાં રસ્તામાં દિશા ભૂલી જવાથી કાલિક નામના દ્વીપે જઈ પહોંચ્યા. ત્યાં સુવર્ણાદિની ખાણ બહુ હતી. તથા ત્યાં ઉત્તમ જાતિના ઘડાઓ હતા, પરંતુ તેઓ મનુષ્યોની ગંધ પણ સહન કરી શકતા નહોતા. તેથી તેઓ તેમને જોઈને બહુ દૂર ભાગી ગયા. તે વેપારીઓએ વહાણોમાં સુવર્ણાદિ ભરી પોતાના નગરમાં આવી રાજાને તે વાત કરી. તે સાંભળીને રાજાએ તે વેપારીઓની સાથે પોતાના નોકરોને ઘોડા લાવવા મોકલ્યા. ત્યાં જઈને તેમણે પાંચે ઈદ્રિયોને સુખકારી પદાર્થો દેખાડીને તે ઘોડાઓને લલચાવીને વશ કરીને અહીં લાવવા પ્રયત્નો કર્યા. તેમાં જે અશ્વો તે સુગંધી પદાર્થોના સ્વાદ વગેરેમાં લુબ્ધ થયા, તેઓને સેવકોએ અહીં લાવી દમન વગેરે કરી દુ:ખી કર્યા. ને જેઓ લુબ્ધ ન થયા, તેઓ સુખી થયા. એ પ્રમાણે જે મુનિ શબ્દાદિથી વિરકત બને, તેઓ સુખી થાય, ને બીજાઓ દુ:ખી થાય છે. આ હકીકત વિસ્તારથી સમજાવી છેવટે બે બે
શ્લોકમાં વિષયરોગના દુ:ખ અને વૈરાગ્યના સુખ એક એક શ્લોકમાં જણાવ્યા છે. શબ્દ વગેરે દરેકમાં રાગ નહિ કરવાનું વર્ણન એકેક શ્લોકમાં જણાવ્યું છે. એકંદર વીશે ગાથાઓ વૈરાગ્યને ઉપજાવનારી છે.
અઢારમાં સુંસુમા (સુસમા) અધ્યયનને ટૂંક પરિચય લાભ, વિષયાસકિત વગેરે દોષો દુ:ખને દેનારા છે ને સંતોષ વૈરાગ્યાદિ ગુણો સુખને આપે છે. આ હકીકતને સમજાવનારું આ સુંસુમાનું દષ્ટાંત કહ્યું છે. તેની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી-રાજગૃહ નગરના ધન્ય સાર્થવાહને પાંચ પુત્રોની ઉપર સુંસુમા નામની એક પુત્રી થઈ હતી. તેણીને બાલક્રીડા કરાવનાર ચિલાત નામનો નોકર તેણમાં આસકત થયો. તેથી ધન્ય અને નગરના લોકોએ તેને કાઢી મૂકો. પછી સાતે વ્યસનમાં આસક્ત થઈ પાંચસો ચોરોનો નાયક થયે, એક દિવસ ધન્ય સાથેવાહના ઘેર તેણે ધાડ પાડી. ધન ચોર્યું અને સુંસુમાનું હરણ કરી બહાર નીકળી ગ. આ બીના જાણી ધન્ય સાર્થવાહ પુત્ર અને સિપાઈઓની સાથે તેને પકડવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org