________________
૨૫૮
શ્રી વિજયપધસૂરીશ્વરકૃત ત્યાગ કરવાથી જેમ સુખે કરીને ઇષ્ટ (ધારેલા) નગરે પહોંચાય, તેમ વિષયોને તજવાથી પરમાનંદના કારણભૂત મોક્ષરૂપ ઈષ્ટ નગરે પહોંચાય છે.
સેલમા અપરકંકા અધ્યયનનો ટૂંક પરિચય મનથી પણ વિષયોની ચાહના કરતાં કેવી વિડંબના ભોગવવી પડે છે ? આ હકીકત યથાર્થ સમજાવવા માટે દ્રૌપદીના જીવન સહિત પદ્મનાભ રાજાનું દૃષ્ટાંત કહ્યું છે. તેથી અપરકંકા નગરીના નામે આ અધ્યયન પ્રસિદ્ધ છે. તેની બીના ટૂંકમાં આ પ્રમાણે જાણવી. દ્રૌપદીની બીના વિસ્તારથી જણાવતાં કહ્યું કે દ્રૌપદી પચ્યાનુપૂર્વીના ક્રમે બહુ જ દૂરના પાછલા ભવે નાગશ્રી નામની બ્રાહ્મણ હતી. એક વખત તેણીએ ધર્મરુચિ મુનિને કડવા તુંબડાનું શાક વહોરાવ્યું. તે લઈને ગુરુની પાસે આવી બતાવતાં ગુરુના કહેવાથી તે શાક પ્રાણનો નાશ કરનાર છે, એમ જાણતાં છતાં પણ તે દયાળુ મુનિ પોતે જ ખાઈ ગયા, તેથી સમાધિ મરણે સદ્ગતિના સુખ પામ્યા. અંતે મોક્ષે પણ જશે. નાગશ્રીના પતિએ આ વાત જાણીને તેને તાડનાદિ કરી ઘરમાંથી કાઢી મૂકી. લોકોથી તિરસ્કારાદિને પામેલી તે સેલ રોગોની તીવ્ર વેદના ભોગવી મરીને છઠ્ઠી નરકે ગઈ. ત્યાંથી અનુક્રમે મત્સ્ય, સાતમી નરક, ફરી મત્સ્ય, સાતમી નરક, મસ્ય, છઠ્ઠી નરક વગેરે સ્વરૂપે ઘણે કાળ સંસારમાં ભમીને છેવટ ચંપાનગરીના સાગરદત્ત સાર્થવાહની સુકુમાલિકા નામની પુત્રી થઈ. મોટી ઉંમરે તેણીને સાગર નામના સાર્થવાહના પુત્રની સાથે પરણાવી. પણ તેને તેના શરીરને સ્પર્શ તરવારના ઘા જેવો લાગવાથી તેણે તેને તજી દીધી. પછી કઈ ભીખારીને તે પરણાવી. ત્યાં પણ તેવું જ બન્યું. સાધીના પરિચયથી અવસરે તે સાધ્વી થઈને તપ કરવા લાગી. ગુરુણીની આજ્ઞા નહિ છતાં પણ તે નગરની બહાર બગીચામાં આતાપના લેવા લાગી. એક વખત તેણીએ તે બગીચામાં વેશ્યાને પાંચ યુવાન પુરુષની સાથે ક્રીડા કરતી જોઈ. તેથી તેણીએ તેવા પ્રકારના ભાગ મળવાનું નિયાણું કર્યું. પછી તે ચારિત્રમાં પણ શિથિલ થઈ. અંતે મરીને ઈશાન દેવલોકમાં દેવીપણું ભોગવીને અંતે ઍવી કુપદ રાજાની દ્રૌપદી નામની પુત્રી થઈ. મેટી થયેલી તે સ્વયંવરમાં પાંચ પાંડવોને વરી (પરણી), એક વખત પોતે જૈનધમ શ્રાવિકા હોવાથી તેણીએ વિરતિ રહિતનારદનું સન્માન કર્યું નહિ. તેથી તેની પ્રેરણાથી ધાતકીખંડની અપરકંકા નગરીના રાજા પદ્મનાભે દેવની સહાયથી દ્રૌપદીનું હરણ કરીને તેણીને પિતાના અંત:પુરમાં દાખલ કરી. પરંતુ તે મહાસતીને તે રાજા વશ કરી શકો નહિ. અંતે પાંચે પાંડવો કૃષ્ણ વાસુદેવની મદદથી પદ્મનાભને હરાવી દ્રૌપદીને પાછી લઈ આવ્યા. પાંચે પાંડવ દીક્ષા લઈ આરાધી સિદ્ધાચલે મોક્ષે ગયા. ને દ્રૌપદી દીક્ષાને આરાધી બ્રહ્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ. અહીંથી મહાવિદેહે નરભવ પામી મોક્ષે જશે. આ બધી બીના અહીં વિસ્તારથી કહી છે. આનું તાત્પર્ય એ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org