________________
*
* *
શ્રી જૈન પ્રવચન કિરણાલી (૭. શ્રી ઉપાસકદશાંગ સૂત્રને પરિચય)
બીજા કામદેવાદયનને ટ્રેક પરિચય ચંપાનગરીમાં કામદેવ નામના એક સદગૃહસ્થ રહેતા હતા. તેમને ભદ્રા નામની સ્ત્રી હતી. તે અઢાર કરોડ સેનવાના સ્વામી હતા. તેમાં ૬-૬ કરે અનુક્રમે નિધાનમાં વ્યાજમાં ને હેપારમાં જોડાયેલા હતા. તે ૬ ગોકુલના અધિપતિ હતા, પ્રભુ શ્રી મહાવીર દેવની દેશના સાંભળીને તેમણે તથા તેમની સ્ત્રીએ આનંદ શ્રાવકની પેઠે બાર વ્રતો લઈ આરધવા માંડ્યા. એક વખત ધર્મજાગરિકા કરવાના પ્રસંગે કામદેવને આનંદ શ્રાવકની જેવો વિચાર આવ્યો, જેથી તેણે પોતાના મોટા દીકરાને કુટુંબની સંભાળ રાખવાની ભલામણ કરી ૧૧ પ્રતિમાની આરાધના કરી. એક વખત તે ધ્યાનમાં બેઠા હતા, તે વખતે મધ્ય રાતે પૌષધશાલામાં કામદેવની પાસે એક માથી મિથ્યાદષ્ટિ દેવ ભયંકર પિશાચનું રૂપ વિકુવી હાથમાં તલવાર લઈને પ્રકટ થયો. ને કામદેવને કહેવા લાગ્યું કે તું વ્રતાદિનો ત્યાગ નહિ કરે, તો તારું માથું કાપી નાંખીશ. એમ ધમકી આપીને તેના ટુકડા કર્યા, તો પણ તે વ્રતારાધનથી ચલાયમાન થતું નથી. ત્યાર બાદ હાથી અને સર્પનું રૂપ વિકવી ઉપસર્ગો કર્યા, છતાં તે ધર્મમાં અડગ રહ્યો. અંતે તે દેવ થાકીને કામદેવની આગળ માફી માગી ધન્યવાદ આપી સ્વસ્થાને ગયે. ત્યાર બાદ તે પ્રભુને વાંદવા ગયો, ત્યારે પ્રભુએ તેની દહધર્મિતાના વખાણ કરી મુનિઆને પણ કહ્યું કે તમારે પણ સ્વધર્મની સાધનામાં કામદેવની જેમ નિશ્ચલ રહેવું. બાકીની બીના આનંદ શ્રાવકની માફક જાણવી.
૩. ત્રીજા અધ્યયનમાં પણ જેમ કામદેવને તેમ ચુદ્ધનીપિતા નામના શ્રાવકને ચલાયમાન કરવા એક દેવ આવ્યો. તેણે તેના પુત્રોને મારી તેનું ભડથું કરી કડાઈમાં પકાવી તેના શરીર ઉપર માંસ ફેકવાની ને લેહી છટવાની ધમકી આપી ને તેમ કર્યું પણ ખરું, છતાં પણ વ્રતારાધનમાં ડગ્યો નહિ. જ્યારે તેની માતાને મારી નાંખવાની દેવે ધમકી આપી ત્યારે તે શ્રાવક ચલિત થઈ તે દેવને પકડવાને દોડે છે. પરંતુ તે તો આકાશમાં ઉડી ગયે. પુત્રનો કોલાહલ સાંભળીને ત્યાં આવેલી તેની માતાએ સાચી બીના કહી. તેથી પિતાની ભૂલ ખમાવી પ્રાયશ્ચિત્ત લઈ તે શુદ્ધ થયા.
૪. ચોથા અધ્યયનમાં સુરાદેવ શ્રાવકના નગરાદિની બીના અહીં શબ્દાર્થમાં કહી છે. ઉપસર્ગની બીના આ છે-તેની પાસે એક દેવ આવીને તેના પુત્રોને મારે છે, છતાં તે ચલાયમાન થતો નથી. પણ જ્યારે શરીરમાં સેળ રેગાની તીવ્ર વેદના પ્રકટાવવાની ધમકી આપે છે, ત્યારે તે ચલાયમાન થાય છે. ને તે શ્રાવક દેવને પકડવા દોડે છે. છેવટે પોતાની ભૂલ સમજી આલેચનાદિથી શુદ્ધ બને છે.
૫. પાંચમા અધ્યયનમાં સુદ્ધશતક શ્રાવકનું વર્ણન કર્યું છે. તેની જન્મભૂમિ આદિની બીના પહેલાં કહી છે. ત્રતાદિના પ્રસંગે પહેલા અધ્યયનની માફક સમજવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org