________________
૧૫o
શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત કાળાદિકના દોષથી અહ૫ થયેલું હોવાથી મારા જેવાની બુદ્ધિની અલ્પતાને લીધે આ ટકા રચવાની મારી શક્તિ નથી, તે પણ ગુરુકૃપાથી કાંઈક કરી છે. તેમાં મતિમાંવતાદિકને કારણે કાંઈ ખલના થઈ હોય તે પોપકારી વિદ્વાનોએ સુધારવી વિગેરે લખીને પિતાના ગુરુ વિગેરેની સંક્ષિપ્ત પરંપરા આપી છે.
આગમાદય સમિતિ તરફથી છપાયેલ શ્રીસમવાયાંગસૂત્રની પ્રતમાં ટીકાની પ્રશસ્તિના અંતે કહ્યું છે કે મૂલ સૂત્રનું પ્રમાણ ૧૬૬૭ કે, અને ટીકાનું પ્રમાણ ૩૫૭૫ શ્લોકો છે. બંનેના ૫૨૪૨ શ્લોકે થાય છે. ગીતાર્થ શ્રી ગુરુમહારાજ જેમ બીજા આગામાના યોગદ્વહનની ક્રિયા કરાવીને શિષ્યોને ભણાવે છે, તેમ આ ચેથા અંગનો પણ અભ્યાસ યોગાદ્વહનની ક્રિયા કરાવીને જ કરાવાય છે. આ સૂત્રના ગોદ્વહનના ત્રણ દિવસમાં આયંબિલ તપ કરાય છે. તેમાં પહેલા દિવસે આ ચોથા અંગને ઉદ્દેશ કરાવી, બીજે દિવસે સમુદેશ કરાવીને ત્રીજે દિવસે અનુજ્ઞા કરાવાય છે. પછી એક દિવસ વૃદ્ધિનો ગણતાં ચાર દિવસે અથવા ચાર આયંબિલે આ સૂત્રના યુગ પૂરા થાય છે. યોગ વિધિના યંત્રમાં જણાવ્યા પ્રમાણે ઉદ્દેશની ને અનુજ્ઞાની બે વાર નંદિની કિયા અહીં કરાવાય છે. એટલે આઠ થાયના દેવવંદન વગેરે નંદીની ક્રિયા કરાવવા પૂર્વક જ આ સૂત્રને ઉદ્દેશ અને તેની અનુજ્ઞા કરાવાય છે. ૧. હે શિષ્ય! તું અમુક સૂત્રના અર્થને ભણુ, આવું જે ગુરુવચન, તે ઉદ્દેશ કહેવાય. પછી હે શિષ્ય! તું ભણેલા સૂત્રાર્થને સ્થિરપરિચિત કરે એટલે કેઈ પણ સ્થલે પૂછવાનું બાકી ન રહે, તેવા સૂત્રાર્થને હૃદયમાં ધારી રાખજે, આવું જે ગુરુવચન તે સમુદેશ કહેવાય. પછી ગુરુ મહારાજને જ્યારે ખાત્રી થાય કે આ સાધુ જે સૂત્રાર્થો ભર્યો છે, તે બંને અસંદિગ્ધ અને સ્થિરપરિચિત છે, ત્યારે હે શિષ્ય ! સ્થિરપરિચિત કરેલા સૂત્રાર્થોને સારી રીતે ધારણ કરજે, બીજા સાધુઓની આગળ કહેજે એટલે ભણાવજે અને આ રીત ભણાવવાથી સુત્રાર્થને ટકાવનારા ગુરુપણાને દીપાવનારા ગુણને સમુદાય પામીને અને તે ગુણેને આરાધીને નિર્મલ સંયમ જીવનમાં ઉત્તરોત્તર આગળ વધજો. આ રીતે મોક્ષમાર્ગને પરમ ઉલ્લાસથી સાધીને સંસારસમુદ્રને પાર પામજે. આવું જે ગુરુમહારાજનું વચન તે અનુજ્ઞા કહેવાય. આ રીતે શ્રીસમવાયાંગસૂત્રનો ટૂંક પરિચય પૂરો થયો.
શ્રી સમવાયાંગસૂત્રને પરિચય પૂરો થયો.
શ્રી પ્રવચન કિરણાલીને પાંચમો પ્રકાશ પૂરો થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org