________________
૨૦૧
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૫. શ્રીભગવતીસૂત્રને પરિચય) વનસ્પતિની બીના જણાવી છે. ૬. છઠ્ઠા ઉદ્દેશામાં પદ્મ (કમલ)ની બીના, ૭. સાતમા ઉદ્દેશામાં કણિકાની બીના તથા ૮મા ઉદ્દેશામાં નલિન (એક જાતના કમલ)ની બીના સ્પષ્ટ સમજાવી છે.
૯. નવમા ઉદ્દેશામાં હસ્તિનાપુરના શિવ રાજાને શિવભદ્ર નામનો રાજકુમાર છે. શિવરાજાને ત્યાગ ભાવના થવાથી પુત્રને રાજ્ય સેંપી તાપસપણું સ્વીકારીને તેમાં અભિગ્રહો ગ્રહણ કરે છે. અહીં તેણે દિક્ષિતપણું સ્વીકાર્યું છે. તેને વિધિ જણાવ્યા છે. તાપસપણામાં કરેલા તપના પ્રભાવે તેને વિભંગ સાન થયું. તેથી તેણે કહેવા માંડ્યું કે હું જ્ઞાનથી જાણું છું કે દ્વીપ સાત છે, ને સમુદ્રો પણ સાત જ છે. આ વાત લોકમાં ફેલાતાં પ્રભુએ સાચી બીના કહી કે દ્વિીપ-સમુદ્રો સાત જ નથી પણ અસંખ્યાતા છે. વગેરે બીના સાંભળી શિવરાજર્ષિ શંકિત થઈને પ્રભુની પાસે આવ્યા, ને સાચી બીના જાણીને પ્રભુની પાસે દીક્ષા લીધી. તેને સાધીને તે મોક્ષે ગયા. અહીં સિદ્ધગંડિકાને અતિદેશ કર્યો છે.
૧૦, દશમા ઉદ્દેશામાં લોકની બીના, તેના ભેદો, ક્ષેત્ર લોકના ઊર્થ લોક વગેરે ત્રણ ભેદો, તે દરેકના પણ ભેદ જણાવતાં ઊર્વીલોકના ૧૫ ભેદો, અધોલકના ૭ ભેદ ને તિર્થીલોકના અનેક ભેદો કહ્યા છે. પછી તે બધાના સંસ્થાનની ને અલકના આ સ્થાનની હકીકત કહીને તે અધોલકાદિના એક આકાશપ્રદેશમાં છે છે? વગેરે પ્રશ્નોત્તરે જણાવ્યા છે. પછી દ્રવ્યાદિની અપેક્ષાએ અધોલોકના વિસ્તારાદિની બીના કહી છે. પછી પૂઈયુ કે લોકના એક આકાશપ્રદેશમાં અનેક જીવના પ્રદેશે માહોમાંહે સંબદ્ધ છે; તેથી એ સ્થિતિમાં રહેતા એક બીજાને પીડા થાય કે નહિ, એનો ઉત્તર દઈને અંતે એક આકાશપ્રદેશમાં જઘન્ય પદે અને ઉત્કૃષ્ટપદે રહેલા જીવોનું ને જીવપ્રદેશનું અપબદુત્વ અને નિગોદનું સ્વરૂપ નિગોદ છત્રીશીમાં કહ્યું છે.
૧૧. અગિયારમા ઉદ્દેશામાં વાણિજ્ય ગ્રામના દૂતિપાલારા ચેત્યવાળા પ્રદેશમાં આ પ્રસંગ બન્યો છે. એમ કહીને કાળના ભેદે, અને પ્રમાણુકાળનું સ્વરૂપ કહીને સુદર્શન શેઠના પૂર્વ ભવની બીના ટૂંકામાં કહી છે. તેનો સાર આ છે – હસ્તિનાગપુરના બલરાજાની પ્રભાવતી રાણીને સિંહનું સ્વપ્ન આવ્યું, તે બીના જાણી રાજાએ તેનું ફલ કહ્યું. પાઠકએ પણ પુત્ર-લાભરૂપ ફલ કહ્યું. અવસરે જન્મેલા પુત્રનું મહાબલ નામ પાડ્યું. મોટો થતાં કલા કુશલ થયો. તેના પાણિગ્રહણ અને પ્રીતિદાન થયા. શ્રી ધર્મઘોષ અનગારની દેશના સાંભળી એક દિવસનું રાજ્ય ભોગવી માતાપિતાની રજાથી દીક્ષા લઈ પૂર્ણ ઉલ્લાસથી તેની આરાધના કરી અંતે સમાધિથી કાલધર્મ પામી બ્રહ્મ દેવલેકમાં મહદ્ધિક દેવપણું ભેગવી અંતે વીને સુદર્શન શેઠ થયો. અહી તેણે જાતિસ્મરણના પ્રતાપે પૂર્વભવની બીના જાણુ વૈરાગ્ય ભાવે દીક્ષા લીધી. તેની આરાધના કરીને સિદ્ધ થયા. આ મહાબલ કુમારના ચરિત્રની પહેલાં જઘન્ય ઉત્કૃષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org