________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૬. શ્રી જ્ઞાતા ધર્મકથાંગ સૂત્રનો પરિચય) ૨૪૧
૧૨. ઉદકજ્ઞાત અધ્યયન-કેટલાએક પુદગલોના ખરાબ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પ્રયોગથી સારા પણ થઈ શકે છે, તે વાત મંત્રીએ રાજાને ખાઈના પાણીના દષ્ટાંતે સ્પષ્ટ સમજાવી છે. જેમ પ્રયોગથી દુર્ગધવાળું પાણી સુગંધવાળું ને સ્વાદષ્ટિ બને છે. તેમ મિરવાવાદિની દુર્ગધથી મલિન બનેલા જીવ ગુરુમહારાજના ઉપદેશ શ્રવણાદિ પ્રયોગથી , નિર્મલ બને છે.
૧૩. દરજ્ઞાત અધ્યયન–સદ્દગુરુની સેબત, તેમના ઉપદેશનું સાંભળવું વગેરે સાધનો ન મળવાથી ગુણની હાનિ થાય છે. તે વાત દર (દેડકા) ના જીવ (નંદમણિયાર) નું દૃષ્ટાંત દઈને સ્પષ્ટ સમજાવી છે.
૧૪તેતલિપુત્રજ્ઞાત અધ્યયન-ધર્મ પ્રાપ્તિની સાધન સામગ્રી મળવાથી જ ધર્મનો લાભ થાય છે, તે હકીકત તેતલિપુત્ર નામના મંત્રીનું દૃષ્ટાંત દઈને વિસ્તારથી સમજાવી છે. તે મંત્રીની સ્ત્રી સાથ્વી થઈ દેવપણું પામીને મંત્રીને ધર્મવચને કહીને ધર્મ પમાડે છે.
૧૫, નંદીફળજ્ઞાત અધ્યયન–નંદી નામના ઝાડના ફળનું દૃષ્ટાંત દઈને વિષયોને તજવાને અહીં ઉપદેશ આપ્યો છે. તે ફળે કિંપાક ફળની જેવા અંતે મારનારા હોય છે. નંદી જેવા વિષયોથી દૂર રહેવાથી જ સુખ મળે છે. આ વાત વિસ્તારથી સમજાવી છે.
૧૬. અક્ષરકંકા અધ્યયન–ઘાતકીખંડની અપરકંકા નગરીનો પદ્મનાભ રાજા દ્રૌપદીની ઇરછા કરવાથી કેવી વિડંબના પામે ? તે બીના કૃષ્ણ પાંડવો અને દ્રૌપદીના પૂર્વભવની હકીકત વગેરેનું વર્ણન કરીને વિસ્તારથી સમજાવી છે.
૧૭. અજ્ઞાત અધ્યયન–વિષયને તજનારા છ જ સુખી થાય, આ વાત ઘોડાઓનું દૃષ્ટાંત દઈને સમજાવી છે.
૧૮. સુંસુમાજ્ઞાત અધ્યયન-લોભ એ અનર્થનું મૂળ છે, ને સંતોષ એ જ ખરા સુખનું સાધન છે. આ હકીકતને સમજાવનારું સુંસુમાં પુત્રીનું દષ્ટાંત કહ્યું છે. તેથી તેના નામે અધ્યયનની પ્રસિદ્ધિ છે. ધન્ય સાથે વાહની સુંસુમા નામે પુત્રી હતી. તેને ચિલાત નામ ચાર ઉપાડી ગયો, તેને શેધવા ચાર પુત્રો સાથે ધન્ય સાર્થવાહ નીકળ્યા. ચિલાત સુંસુમાને લઈ જતાં રસ્તામાં તરવારથી તેનું મસ્તક કાપી લઈને દૂર ભાગી ગયો. આગળ જતાં ભૂખ્યો તરસ્યો તે બૂરી હાલતે મરણ પામ્યા. આમાંથી બોધ આપો કે જે કંઈ સાધુ સાધ્વી આ ક્ષણિક ઔદારિક શરીરને મેહને વશ થઈ આહારદિથી પોષે છે, તેઓ નિદાને પાત્ર બને છે, અને ચિલાત નામના ચોરની જેમ દુઃખી થઈ ભવમાં ભમે છે. તથા ધન્ય સાર્થવાહ વગેરે એ જેમ પિતાના નગરમાં પહોંચવા માટે આહારાદિથી દેહને ટકાવ્યો, તેમ મુનિવરોએ મોક્ષ નગરમાં જવાના ઈરાદાથી આહારાદિ વડે દેહને ટકાવે જોઈએ. પણ બલ તથા સુંદર વર્ણાદિને વધારવાની બુદ્ધિથી દેહનું પિષણ ન જ કરવું જોઈએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org