________________
૨૪૮
શ્રીવિજયપધ્ધસૂરીશ્વરકૃત ખમાવ્યા. તે નિમિત્તથી પ્રતિબોધ પામી શિથિલતાનો ત્યાગ કરી શુદ્ધ ચારિત્ર આરાધીને સિદ્ધાચલે સિદ્ધ થયા. પાપકર્મોના જોરથી શિથિલ બનેલ આત્મા પિતાની ભૂલ સુધારીને મોક્ષ માગને સાધે, તો તે પણ જરૂર મોક્ષને પામે છે. આ હકીકતને યથાર્થ સમજાવનારું આ દષ્ટાંત છે.
છઠ્ઠી તુંબક અધ્યયનને ટૂંક પરિચય ભારેકમી જીવે અધોગતિમાં (નીચે નરકાદિ ગતિમાં) જાય છે, ને લઘુકમી ( હલકમ-જેને કર્મો ખપવાના છા રહ્યા છે તેવા) છ ઊર્ધ્વગતિને પામે છે. એટલે મોક્ષે અથવા દેવલોકમાં જાય છે. આ હકીકતને સ્પષ્ટ રીતે સમજાવનારું તુંબડાનું દૃષ્ટાંત કહ્યું છે. એક અખંડ તુંબડાને દભ અને કુશ વડે વીટી ઉપર માટીને લેપ કરી તડકે સૂકવવું. આ રીતે આઠ વાર કરતાં તે વજનદાર થશે. તેને પાણીમાં મૂકીએ તો તે નીચે તળિયે જાય છે, પછી તેને એક એક લેપ જેમ જેમ ધોવાતે જાય, તેમ તેમ તે તુંબડું ધીમે ધીમે તળિયેથી ઉપર આવે છે. અંતે આઠે લેપ દૂર થતાં તે પાણીની સપાટી પર તરે છે. એ જ પ્રમાણે અશુભ કર્મોના નિકાચિત્તાદિ બંધવાળા છ ભારેકમી હેવાથી અગતિમાં જાય છે, ને લઘુકમી છ ઊર્વગતિ પામે છે. અહીં માટીને લેપ જેવાં કર્મો, તુંબડા જેવા સંસારી જીવો, ને પાણી જેવો સંસાર સમજ.
- સાતમા રોહિણું અધ્યયનને ટૂંક પરિચય
પાંચ મહાવ્રતોના આરાધક મુનિવરે બીજા ભવ્ય જીવોને પ્રતિબધી મહાવ્રતના આરાધક વધારવા જોઈએ. આ બીના યથાર્થ સમજાવવાના ઇરાદાથી આ રહિણીનું દૃષ્ટાંત કહ્યું છે, તે ટૂંકામાં આ પ્રમાણે જાણવું. રાજગૃહ નગરમાં ધન્ય સાથે વાહને ચાર પુત્રો હતા, તેમને ચાર વહુઓ હતી. તેમની પરીક્ષા કરવા માટે ધન્ય સાર્થવાહે સગાંસંબંધિને એકઠા કરી તેમની રૂબરૂ દરેક પુત્રવધૂને પાંચ પાંચ શાલિકણ (ડાંગરના દાણા) આપ્યા. તેમાં મોટી વહુએ તે દાણા ફેંકી દીધા હતા, તેથી તે ઉઝિકા નામથી પ્રસિદ્ધ થઈ. તેને સસરાએ ઘરમાંથી વાસીદુ વાળવું વગેરે મજરીનું કામ ચું. બીજી વહુ તે પચે શાલિકણ ખાઈ ગઈ હતી, તેથી ભક્ષિકા નામે પ્રસિદ્ધ થઈ. તેણીને રસોઈ કરવાનું કામ સેપ્યું. ત્રીજી વહુએ ઘરેણાંના દાબડામાં મૂકી સાચવી રાખ્યા હતા, તેથી તે રક્ષિકા નામે પ્રસિદ્ધ થઈ. અને તેણીને ઘરની તમામ મિલકતની ભાંડાગારિણું બનાવી, જેથી વહુએ તે પાંચે શાલિકણ પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org