________________
શ્રી જૈન પ્રવચન કિરણાલી (૬. શ્રી જ્ઞાતા ધર્મકથાગ સૂત્રને પરિચય) ર૪૯ બંધુવને આપી તેમના ખેતરમાં વવરાવ્યા હતા. તેમાંથી જેટલા શાલિ થયા તેને બીજે વર્ષો વવરાવ્યા. એમ ચાર વર્ષો સુધી વવરાવીને ઘણાં ગાડાં ભરાય તેટલા શાલિ (ડાંગર) ઉત્પન્ન કર્યા. તેથી તેનું રેહિણી નામ પ્રસિદ્ધ થયું. તેણીને સર્વ ઘરની માલિક બનાવી. આબીના સાધવને અંગે ઘટાવતાં કહ્યું કે કેટલાક ભારે કમ એ ઉક્ઝિકાની જેમ - પાંચ મહાવ્રતોને લઈને તજી દે છે. બીજા કેટલાએક જ ભક્ષિકાની જેમ ખાવા પીવા
માટે જ મુનિવેષને ધારણ કરે છે. તથા કેટલાએક જીવો મહાવ્રતોને આરાધી રક્ષિકાની જેમ પિતાનું જ કલ્યાણ કરે છે. તેમજ કેટલાએક આસનસિદ્ધિક પુણ્યશાલી જેવો હિણની જેમ મહાવ્રતોને પોતે આરાધી બીજા જીવોને તે વ્રતોના આરાધક બનાવે છે. અહીં સાર્થવાહની જેવા ગુરુ, વધૂઓની જેવા સાધુઓ અને દાણાની જેવા મહાવ્રત જાણવા,
આઠમાં શ્રીમલિ અધ્યયનનો રંક પરિચય અહી શ્રીમલ્લિનાથ તીર્થકરનું ચરિત્ર વર્ણવ્યું છે. તે અપૂર્વ બોધદાયક જાણીને શ્રી હેમચંદ્રાચાર્યાદિ મહાપુરુષોએ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્રાદિમાં વિસ્તારથી જણાવ્યું છે. તેથી તે વધારે સુપ્રસિદ્ધ છે. તેનો સાર ટૂંકામાં આ પ્રમાણે જાણ-ધર્મારાધનમાં કરેલી થોડી પણ માયાથી કેવાં કડવાં ફલે ભોગવવાં પડે છે? આ હકીકત યથાર્થ સમજાવવાને માટે આ દષ્ટાંત જણાવ્યું છે. આ પ્રભુને જીવ પાછલા ત્રીજે ભવે નિષધ પર્વતની ઉત્તરે અને સીતાદા નદીની દક્ષિણે મહાવિદેહની સલિલાવતી વિજ્યમાં આવેલી વિતશેકા નામની નગરીમાં બલરાજાની ધારિણી રાણીના મહાબલકુમાર નામના પુત્ર હતા. કાલક્રમે કલાભ્યાસાદિ કર્યા બાદ મોટી ઉંમરે તેમને માતા પિતાએ દાયજા સહિત કમલશ્રી વગેરે પ૦૦ કન્યાઓ પરણાવી હતી. તેમના ૧ અચળ, ૨, ધરણ, ૩. પૂરણું ૪, વસ, ૫. શ્રમણ અને ૬. અભિચંદ્ર નામના બાળમિત્ર હતા. તે ૬ મો સહિત મહાબળ રાજાએ અવસરે દીક્ષા લઈ તેની આરાધના કરતાં ૧૧ અંગનો અભ્યાસ કર્યો. પછી તે સાતે સાધુઓ એક સાથે છ૩ અઠ્ઠમ વગેરે તપ કરવા લાગ્યા. તેમાં તે ( બાળમિત્રો ) ૬ સાધુઓ જે તપ કરતા હતા, તેનાથી આ મહાબળ સાધુ માયાથી કાંઇક વધારે તપ કરતા હતા. આ પ્રસંગે તેમણે આરાધેલી ૧૨ ભિક્ષ પ્રતિમાનું અને તેમણે કરેલાં નાનાં મોટાં સિંહનિષ્ક્રીડિત તપનું સ્વરૂપ જણાવ્યું છે. પછી તીર્થકર નામકર્મને બંધાવનાર શ્રી અરિહંતપદાદિ વીસ સ્થાનકોમાંથી એક અથવા વધારે સ્થાનકો (પદો) ની આરાધના કરવાથી તીર્થકર નામકર્મ બંધાય છે. તેથી તેનું વર્ણન કરતાં જણાવ્યું છે કે શ્રી મલ્લિનાથ પ્રભુના જીવ મહાબલ મુનિવરે એક સ્થાનકની આરાધના કરી જિન નામકર્મને નિકાચિત બંધ કર્યો. પશ્ચાનવીએ ગણતાં શ્રીમલ્લિનાથને આ પાછલે ત્રીજે ભવ ગણાય છે. વચમાં વિજય વિમાને પણ ભોગવી તીર્થકર થયા, પણ માયા કરવાથી સ્ત્રીપણું પામ્યા, મહાબલમુનિ આયુષ્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org