________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૫. શ્રીભગવતીસૂત્રનો પરિચય)
ર૦૯ જ્ઞાનીને જાણે છે, તેમજ સિદ્ધને દેહ નથી તેથી કેવલજ્ઞાનીની પેઠે સિદ્ધ બોલતા નથી. વળી કેવલજ્ઞાની આંખ ઉઘાડે છે અને નીચે છે. તેઓ અને સિદ્ધો પણ તમામ નરકસ્થાને, સ્વર્ગોને ને સિદ્ધશિલાને તથા પરમાણું-પુદ્ગલને પણ જાણે છે.
શ્રીભગવતીજીના ચૌદમા શતકને ટૂંક પરિચય પૂરો થયો.
શ્રી ભગવતીજીના પંદરમા શતકને ટ્રેક પરિચય આ શતક એકસરું છે એટલે તેમાં એક પણ ઉદેશ નથી. અહીં ગોશાલ-મંખલિપુત્રનું વર્ણન કર્યું છે. તેનો સાર ટૂંકમાં આ પ્રમાણે જાણવો : જે નગરીની બહારના ભાગમાં કોષ્ટક નામનું ચૈત્ય છે તે શ્રાવતી નગરીમાં હાલાહલા કુભારણને ઘેર સંઘ સહિત ગોશાલે આવ્યો. અહીં તેને ૬ દિશાચરનો પરિચય થયો. અહીંના લોકે બેલે છે કે આ ગોશાલે “હું જિન છું' એમ કહેતા ફરે છે, તે શું સાચું માનવું ” ૧. આ પ્રસંગે પ્રભુશ્રી મહાવીરે ગોશાલાની સાચી હકીકત જણાવતાં કહ્યું કે શરવણ ગ્રામના રહીશ મંખલિ નામના ભિક્ષાચરની ભદ્રા સ્ત્રીને તે પુત્ર થાય. ગબહુલ બ્રાહ્મણની ગોશાલામાં તે જન્મ્યા હતા. તેથી તેનું ગોશાલ નામ સુપ્રસિદ્ધ થયું.
પ્રભુ શ્રી મહાવીરે માતાપિતા દેવલોક ગયા પછી દીક્ષા લીધી, તેના પ્રથમ વર્ષે અસ્થિક ગામમાં ચોમાસું કર્યું, ને બીજા વર્ષે રાજગૃહ નગરમાં માસું કર્યું. જ્યારે પહેલા મા ખમણના પારણને દિવસ આવ્યો, ત્યારે પ્રભુને વિજય ગાથાપતિએ પારણું કરાવ્યું તે ટાઇમે પંચ દિવ્ય પ્રકટ થયાં. આ બનાવ ગોશાલાએ જ. બીજા મા ખમણ તપનું પારણું આનંદ ગૃહપતિએ, અને ત્રીજા માસક્ષમણનું પારણું સુનંદ ગૃહપતિએ કરાવ્યું, પછી ચોથા માસક્ષમણનું પારણું કલ્લાક સંનિવેશમાં બહુલ બ્રાહ્મણે કરાવ્યું. અહીં પ્રભુએ ગોશાલાને શિષ્ય તરીકે સ્વીકાર્યો. અહીંથી આગળ કુર્મગ્રામ તરફ વિહાર કરતાં પ્રભુને સાથે રહેલા ગોશાલાએ તલના છોડને જોઈને પૂછયું કે આ તલના છોડ નીપજશે કે નહિ? પ્રભુએ કહ્યું “નીપજશે. ” પ્રભુનું વચન ખોટું પાડવાના ઇરાદાથી તેણે તલને છોડ ઉખેડી એક બાજુ ફેંકી દીધો. તેણે વેશ્યાયન નામના બાલ તપસ્વીની મશ્કરી કરી. તેથી તેણે ગોશાલાની ઉપર તેજોલેશ્યા મૂકી, તેથી તે બળવા લાગ્યો, ત્યારે દયાની લાગણીથી પ્રભુએ શીતલેશ્યા મૂકી તેને બચાવ્યા પ્રભુની પાસેથી તેજલેશ્યા સિદ્ધ કરવાનો વિધિ શીખ્યો. અહીંથી પ્રભુએ સિદ્ધાર્થ ગામ તરફ વિહાર કરતાં સાથે રહેલા ગોશાલાએ તલના છોડની હકીકત પૂછી, ત્યારે પ્રભુએ જે બીના કહી તે જ પ્રમાણે સાચી પડી. આ રીતે પ્રભુનું વચન સાચું પડવાથી ગોશાલા પરિવર્તનવાદ સ્વીકારીને પ્રભુથી જુદો પડ્યો. તેણે તેજલેશ્યા સિદ્ધ કરી. અવસરે છ દિશાચરો તેના શિષ્ય થયા. હું જિન છું' એમ કહેતો તે ફરવા લાગ્યો. આ બાબતમાં પ્રભુએ “ગોશાલ જિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org