________________
શ્રી જૈન પ્રવચન કિરણાલી (૫. શ્રીભગવતીસૂત્રને પરિચય)
ર૩૧ વનસ્પતિકાયન તથા અપર્યાપ્ત સુક્ષ્મ પૃથ્વીકાયિકના ઉત્પાદનું સ્વરૂપ જણાવ્યું છે. પછી અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ શર્કરપ્રભાના પૂર્વ ચરમાંતથી પશ્ચિમ ચરમતમાં ઉપજે તેને લગતી બીના, અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકને વિગ્રહગતિમાં ત્રણ સમયે કે ચાર સમય લાગવાનું કારણ, તથા અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ બાદર તેઉકાયપણે ઉપજે, તે ટાઇમે થતી વિગ્રહગતનું તેમજ અપર્યાપ્ત બાદર તેઉકાયની વિગ્રહગતિનું
સ્વરૂપ સમજાવ્યું છે. પછી તે જ જીવ પર્યાપ્ત બાદર તેઉકાયપણે ઉપજે, તે ટાઇમે થતી વિગ્રહગતિની અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકની ઊર્વેલકમાંથી અધોલાકે ઉપજતાં થતી વિગ્રહગતિની તથા લોકના પૂર્વ ચરમતમાં ઉપજતા પૃથ્વીકાયાદિ જીવોની વિગ્રહગતિ થવામાં કારણની હકીકત વિસ્તારથી સમજાવી છે. પછી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવલેકના પૂર્વ ચરમાંતથી પશ્ચિમ ચરમતમાં ઉપજે, તે વખતે થતી વિગ્રહગતિનું સ્વરૂપ કહીને બાદર પૃથવીકાયિક જીવોનાં સ્થાન અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકને સંભવતી કર્મપ્રકૃતિ અને તેના બંધ તથા ઉદયની બીના સમજાવી છે. પછી એકેન્દ્રિયોના ઉપપાત અને સમુદ્રઘાતનું સ્વરૂપ કહીને એકેનિદ્રય જીવે સરખાં કર્મો બાંધે કે ઓછાં વધતાં બાંધે ? આનો સ્પષ્ટ ખુલાસો કર્યો છે.
બીજા ઉદેશમાં અનંતરપપન્ન એકેન્દ્રિયોમાં તે જ બીના કહી છે. ત્રીજા ઉદ્દેશામાં પર પરોપપન્ન એકેનિદ્રમાં તે જ વિગ્રહગતિ વગેરેનું વર્ણન કર્યું છે. ચોથાથી અગિયારમા સુધીના ૮ ઉદ્દેશામાં ર૬માં શતકમાં કહ્યા પ્રમાણે અનંતરાવગાઢ એકેન્દ્રિયાદિ ૮ ભેદોમાં તે જ બીના કહી છે. અહીં પહેલા એકેન્દ્રિય શ્રેણી શતકના ૧૧
ઉદેશાની બીના પૂરી થઈ. હવે બીજા ત્રીજા ચોથા અને પાંચમાં એકેન્દ્રિય શતકમાં
અનુક્રમે કૃષ્ણલેશ્યાનું, નીલશ્યાનું. કાપાતલેશ્યાનું, ભવસિદ્ધક એકેન્દ્રિયોના ઉત્પાદ વિગ્રહમતિ વગેરેનું વર્ણન કર્યું છે. છઠ્ઠા એકેન્દ્રિયશતકમાં કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક
અનંતસ્પરંપરપપન્ન કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેન્દ્રિયોના ભેદાદિનું વર્ણન પૂર્વની માફક જ જણાવ્યું છે. સાતમાથી ૧૨ મા સુધીનાં ૬ અવાંતર એકેન્દ્રિય શતકોમાં
અનુક્રમે નીલ કાપત લેશ્યાવાળા ભવસિદ્ધિક એકેન્દ્રિયોની બીના ને એ જ પ્રમાણે અભયસિદ્ધિક એકેન્દ્રિયની બીના છેલ્લા ૯, ૧૦, ૧૧, ૧ર મા શતકમાં કહી છે.
શ્રીભગવતીજીના ૩૪મા શતકને ટૂંક પરિચય પૂરો થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org