________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૫. શ્રીભગવતી સૂત્રનો પરિચય)
ર૧૩ ૬. છઠ્ઠા ઉદ્દેશામાં સ્વપ્ન દર્શન (સ્વપ્ન જોવા)ની બીના જણાવતાં જે સ્થિતિમાં (સૂતા કે જાગતા) જે ટાઇમે સ્વપ્ન દર્શન થાય, તે બંને કહી ને સૂતા અને જાગતાને અધિકાર પંચેન્દ્રિય તિયયાદિમાં વિચાર્યું છે. પછી પૂછયું કે સંવૃત જીવ કેવું સ્વપ્ન જુએ? છેવો શું સંવૃત છે, કે અસંવૃત છે? વગેરે પ્રશ્નોના સ્પષ્ટ ઉત્તરો સમજાવીને, સ્વનિ મહાસ્વન અને સર્વ સ્વના ભેદો તીર્થકર ચક્રવર્તી અને વાસુદેવની માતાએ દેખેલા સ્વપનોની સંખ્યા, તથા છદ્મસ્થાવસ્થામાં પ્રભુ મહાવીરે જોયેલા દશ મહાસ્વનિનું ફલ, તેમજ સામાન્ય સ્વપ્નનું ફલ કહીને તે ભવમાં મોક્ષને દેનારા સ્વપ્નોનું વર્ણન કરી અંતે નાકની સાથે સંબદ્ધ ગંધ પુદગલોને વાવાની (ફેલાવાની) બીના સ્પષ્ટ સમજાવી છે.
૭. સાતમાં ઉદ્દેશામાં પશ્યત્તાનું વર્ણન કર્યું છે.
૮આઠમા ઉદ્દેશામાં ચરમાં (છેક છેલ્લા છેડા ની બીના જણાવતાં લોકની પૂર્વાદિ ચારે દિશાના ચરમાં અને ઉપર તથા નીચેનો ચરમાંત, તેમજ રત્નપ્રભાત્રિના પણ તે જ રીતે પૂર્વાદિ ચરમાંતને સમજાવીને એક સમયમાં લોકાંત સુધી થતી પરમાણની ગતિની બીના કહી છે. પછી વરસાદને જાણવા માટે હાથ વગેરેનું પહોળા કરવું, સંકોચવું વગેરે ક્રિયા કરતાં કાયકી ક્રિયા લાગવાની બીના જણાવી છે. પછી દેવ પણ અલકમાં હસ્તાદિની આકુંચનાદિ ક્રિયા કરવા અસમર્થ છે. કારણ કે ત્યાં ધર્માસ્તિકાયાદિનો અભાવ છે, તે જણાવ્યું છે. ૯. નવમા ઉદેશામાં બલીદ્રની સુધર્મા સભાનું વર્ણન કર્યું છે. ૧૦. દશમા ઉદ્દેશામાં અવધિજ્ઞાનના ભેદ વર્ણવ્યા છે. ૧૧. અગિયારમા ઉદ્દેશામાં દ્વીપકુમાર દેવના આહાર ઉવાસાદિ સમાનતાને અંગે પ્રશ્નોત્તરે જણાવ્યા છે. શું બધા દ્વીપકુમાર દેવો સમાન આહારવાળા છે? આનો ઉત્તર દઈને તેમની લેશ્યાઓની બીના કહી છે. અંતે લેહ્યાવંત જીવોનું અ૫હત્વ વગેરે હકીકત જણાવી છે. ૧૨. બારમાથી ૧૪મા સુધીના ત્રણ ઉદ્દેશાઓમાં ઉદધિમાર સ્વનિતકુમાર દેવાની હકીકત પણ દ્વીપકુમારની હકીકતની જેમ જણાવી છે.
શ્રી ભગવતીજીના સોળમા શતકનો ટ્રેક પરિચય પૂરો થયો.
શ્રી ભગવતીજીના સત્તરમા શતકને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં આના ૧૭ ઉદ્દેશાના સારને જણાવનારી સંગ્રહગાથામાં જણાવ્યા પ્રમાણે પહેલા ઉદ્દેશામાં કણિકના મુખ્ય હાથીની બીના, બીજા ઉદેશામાં સંયતાદિની બીના, ત્રીજા ઉદ્દેશામાં શૈલેશી અવસ્થાને પામેલા સાધુની બીના, ચોથા ઉદેશામાં ક્રિયા (કર્મ)ની બીના, પાંચમાં ઉદ્દેશામાં ઈશાનેન્દ્રની સુધર્મા સભાની બીના, છઠ્ઠા, સાતમા ઉદ્દેશામાં પૃથ્વીકાયિકની બીના, આઠમા નવમા ઉદેશામાં અકાલિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org