________________
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત રતનપ્રભાદિ સાતે નરક સ્થાનોમાં ઉપપાતાદિને ઉદ્દેશીને તે છ દ્વારોની હકીકત વિસ્તારથી સમજાવી છે.
૨. બીજા ઉદ્દેશામાં જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અસુરકુમારમાં જઘન્ય ઉત્કૃષ્ટ સંપેય વર્ષાયુષ્ક તથા અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા અસંગી તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિય અને સંજ્ઞી મનુષ્યના ઉપપાતાદિની બીના જણાવતાં પહેલાંની માફક ૨૦ દ્વારોની પણ ઘટતી હકીકત જણાવી છે. અહીં ઉપજના જીવોમાં કેટલાક અસંખેય વર્ષાયુષ્ક પણ હય, તેમાં પણ કેઈ જઘન્ય અસંખ્યય વર્ષાયુષ્ક હોય ને કેઈ ઉત્કૃષ્ટ અસંખ્યય વર્ષાયુષ્ક હોય. એ પ્રમાણે સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા જીવોમાં પણ બે ભેદ સમજી લેવા. જ્યાં તેમને ઉપજવાનું છે તે અસુરકુમાર નિકાયમાં પણ પહેલાં કહેલા સ્વરૂપવાળા તિર્યંચ મનુષ્યમાંના કેટલાએક છે જઘન્ય આયુષ્યવાળા અસુરકુમાર દેવપણે ઉપજે, ને કેટલાએક જીવો ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અસુરકુમાર દેવપણે ઉપજે. આ પદ્ધતિ બાકીના ઉદ્દેશાઓમાં પણ ઘટાવી છે.
૩. ત્રીજાથી ૧૧ અગિઆરમા સુધીના ૯ ઉદ્દેશામાં જે અસુરકુમારમાં બીના કહી; તે જ બીના નાગકુમારાદિ ૯ નિકાયના દેવોને ઉદ્દેશીને સમજવી. બારમા ઉદ્દેશામાં પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવરમાં જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્યવાળા ર૪ દંડકના ઉપપાતાદિની બીના જણાવતાં તે ૨૦ દ્વારે પણ ઘટાવ્યાં છે. તેરમાથી ઓગણસમા સુધીના ૭ ઉદ્દેશામાં અનુક્રમે અકાયિકાદિ ૭ જીવોની આગતિને વિચાર વર્ણવ્યો છે. એટલે હાલ જેઓ અષ્કાયિકપણે વતે છે, તેઓ અનન્તર પાછલા ભવે કઈ ગતિમાં હતા, આવી બીના આ ૭ ઉદ્દેશાઓમાં કહી છે. ૧૩ મા ઉદ્દેશામાં અપકાયની, ૧૪મા ઉદેશામાં અગ્નિકાયની, ૧૫માં ઉદ્દેશામાં વાયુકાયની, ૧૬મા ઉદ્દેશામાં વનસ્પતિકાય જીવોની, ૧૭મા ઉદ્દેશામાં બેઇંદ્રિયોની, ૧૮મા ઉદ્દેશામાં ત્રીન્દ્રિયોની અને ૧૯મા ઉદ્દેશામાં ચતુરિન્દ્રિય જીવોની બીને કહી છે.
ર૦મા ઉદ્દેશામાં જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્યવાળા નારકાદિ ચારે ગતિના જીવોના જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અસંગી તથા સંગી પંચેન્દ્રિય તિર્યમાં ઉત્પાતાદિનું વર્ણન કરતા સંભવ પ્રમાણે ઘટતા ૨૦ દ્વારની જરૂરી બીના પણ સમજાવી છે. આનતાદિ દેવલોકવાસી વૈમાનિક દેવ અનન્તરભાવી ભવમાં પંચેન્દ્રિય તિર્યચપણું પામતા જ નથી. માટે અહીં સહસ્ત્રાર દેવલોક સુધીના દેવોને જ વિચારે જણાવ્યું છે. એકવીશમા ઉદ્દેશામાં પણ પહેલાંની માફક જ ઉત્પાદાદિની બીના અને ૨૦ દ્વારની બીના કહી છે. ફક્ત ફેર એટલોજ કે તેઉકાય અને વાયુકાય અનંતર થનારા ભવમાં તિર્યચપણું જ પામે, મનુષ્યપણું પામે જ નહિ. માટે તે અને સાતમી નરકના જીવો સિવાયના ચારે ગતિના જીવોના મનુષ્યમાં ઉત્પાદાદિની બીના વર્ણવી છે એમ સમજવું. બાવીસમા ઉદ્દેશામાં અનંતર થનારા ભવમાં વ્યંતરપણું પામનારા છોના વ્યંતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org