________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૫. શ્રીભગવતીસૂત્રનો પરિચય) બીના દશ ભુવનપતિમાં ઘટાવીને તે જ વિચાર સ્થાવરોમાં ગોઠવીને કહ્યું કે તેને તર્ક, સંજ્ઞા, પ્રજ્ઞા, મન કે વચન નથી છતાં તે તે કર્મને વેદે છે, એવું જિનવચન છે, તે સાચું છે. આ જ બીના વિકલેન્દ્રિોમાં કહી જણાવ્યું કે પંચેન્દ્રિય તિર્યંચથી માંડીને વૈમાનિક દેવ સુધીના પાંચ દંડકમાં આ કાંક્ષામે હાદિની બીના જેમ સામાન્ય જીવોમાં “કડી તેમ જાણવી. અંતે શ્રમણે કાંક્ષામહને વેદે છે? આ પૂછેલા પ્રશ્નના જવાબમાં પ્રભુ શ્રી મહાવીરદેવે કહ્યું કે જ્ઞાન ના ભેદોને જોઈને, જિનવચનમાં શંકા કરવાથી, કે પિતાને ધર્મ તજી દેવાથી, ધર્મ ક્રિયાના ફલમાં “આ ધર્મ ક્રિયાનું ફળ મળશે કે નહિ? ? આવી શંકા કરવાથી, અનિશ્ચિતપણાની કે વિપરીતતા પામવાથી (આ પાંચ
સ્વરૂપોમાંથી કોઈ પણ સ્વરૂપે) શ્રમણ નિર્ચથે તેને (કાંક્ષામહને) વેદે છે. આ રીતે ત્રીજા ઉદ્દેશાના મુદ્દાઓ જાણવા,
શ્રીભગવતીસૂત્રના પહેલા શતકના ચોથા ઉદ્દેશાને રંક પરિચય
અહીં કહ્યું છે કે મોહનીય કર્મના ઉદયવાળા જીવો બાલવીર્યથી ઉપસ્થાન (પરલેકની ક્રિયાને સ્વીકાર ) કરે છે, ને બાલવીર્યથી કે બાલપડિતવીર્યથી અપક્રમણ (ઉત્તમ ગુણ સ્થાનકેથી હીનતર એટલે ઊતરતા ગુણસ્થાનકે જવું) કરે છે. અને જેમણે મોહનો ઉપશમ કર્યો છે તેવા જી પંડિતવીર્યથી ક્રિયામાં ઉપસ્થાન કરે છે, ને બાલપંડિતવીર્યથી અપક્રમણ કરે છે. આ હકીકત સ્પષ્ટ સમજાવીને કહ્યું કે પ્રદેશ કમ અને અનુભાગ કમ, આ બે ભેદમાં કર્મને પ્રદેશે જરૂર ભગવાય જ પણ પ્રદેશ કમ માં તેને રસ ન પણ ભગવાય. પછી વર્તમાનકાલ, ભૂતકાળ અને ભવિષ્યકાલને લક્ષ્યમાં રાખીને પગલોની તથા જીવન અને કેવલજ્ઞાનીની બીના વિસ્તારથી સમજાવી છે. આ ચેથા ઉદ્દેશામાં મુખ્ય મુખ્ય મુદાઓ આ રીતે કહ્યા છે–. આઠ કર્મ પ્રકૃતિ, ૨. ઉપસ્થાન અને અપકમણનો વિચાર વર્ણવતાં વચમાં બાલવીર્યાદિનું સ્વરૂપ કહીને ઉપશાંત મોહ જીવને અંગે ઉપસ્થાનાદિની બીના જણાવી છે. ૩. ઉપસ્થાનનો કે અપક્રમણ કરનાર આત્મા પોતે જ છે. ૪. રુચિઅરુચિની બીના, ૫, કરેલા કર્મો ભેગવવાં જ પડે; અહીં કર્મના બે ભેદો પણ સ્પષ્ટ કહ્યા છે. ૬. આભ્યપગામિકી વેદના, ને પકમિટી વેદનાની બીના કહી છે. ૭. પુદગલ જીવ અને કેવલીના વિચારો આ સાત મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા, કારણ કે તેનું જ અહીં વિસ્તારથી વર્ણન છે.
ભગવતીજીના પ્રથમ શતકના પાંચમા ઉદ્દેશાનો ક પરિચય
અહીં નારકાવાસાની, અસુરના આવાસોની તથા વિમાનોની સંખ્યા જણાવી નરકાવાસાદિ સ્થિતિ સ્થાનમાં ક્રોધપયુકત જીવો વગેરે કહ્યા છે. છેવટે અવગાહનાહિમાં, દષ્ટિજ્ઞાનાદિમાં, અસુરકુમાર વગેરેના આવાસમાં, સ્થાવરમાં અને વિકલેન્દ્રિયાદિમાં ક્રોધોપયુતાદિના ભાંગ વગેરે બીના સ્પષ્ટ જણાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org