________________
શ્રી જૈન પ્રવચન કિરણવલી (૫. શ્રીભગવતીસૂત્રને પરિચય)
૧૯ ઘટાવીને કહ્યું કે કેવલી ઇંદ્રિયો દ્વારા જાણે નહિ, જુવે નહિ. તેમનું જ્ઞાન દર્શન અમિત છે. અંતે આના સારને જણાવનારી સંગ્રહ ગાથા કહી છે.
શ્રીભગવતીજીના છઠ્ઠા શતકને ટૂંક પરિચય પૂરો થયો.
શ્રીભગવતીજીના સાતમા શતકના પહેલા ઉદ્દેશાને ટ્રેક પરિચય
અહીં પરભવમાં જતાં જીવનું આહારકપણું ને અનાહારકપણું ક્યારે હોય? તે બીના વિસ્તારથી કહીને લોકને આકાર જણાવ્યો છે. પછી શ્રાવકને ઐયપથિકી અને સાંપરાવિકી ક્રિયામાંથી કયી ક્રિયા લાગે? આને ઉત્તર જણાવીને વ્રતોના અતિચારે ને કર્ણરહિત જીવની ગતિ કહી છે. પછી કહ્યું કે દુ:ખી જીવ દુ:ખથી વ્યાપ્ત હોય છે. ઉપયોગ રહિત અનગારને લાગતી અર્યા પથિકી કે સાંપરાવિકી ક્રિયાની બીના કહીને અનગારને સદોષ પાન-ભેજન વહેરાવતા નુકસાન ને નિર્દોષ પાન-ભેજન વહેરાવતાં લાભ જણાવીને અંતે ક્ષેત્રાતિકાંતાદિ આહારપાણી ને શસ્ત્રાતીતાદિ આહારપાણીનું સ્વરૂપ જણાવ્યું છે.
શ્રીભગવતીજીના સાતમા શતકના બીજા ઉદેશાને ટૂંક પરિચય
અહીં કહ્યું છે કે હિંસાના પ્રત્યાખ્યાન કરનાર છવને કદાચ સુપ્રત્યાખ્યાન થાય તેનું શું કારણ? ને કદાચ દુપ્રત્યાખ્યાન થાય તેનું શું કારણ? આનો સ્પષ્ટ ખુલાસો કરીને પ્રત્યાખ્યાનનું સ્વરૂપ મૂલગુણ પ્રત્યાખ્યાનના ભેદ તથા ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના ભેદ કહ્યા છે. પછી એમાંનું કયું પ્રત્યાખ્યાન કયા દંડકના જીવને હોય? એ વિચાર ર૪ દંડકમાં કહીને મૂલગુણ પ્રત્યાખ્યાની વગેરે જેનું અપબહુ જણાવ્યું છે. પછી પદ્રિય તિર્યચેનું ને મનુષ્યનું ઓછાવત્તાપણું જણાવ્યું છે. પછી પૂછ્યું કે શું જેવો સર્વ મૂલગુણ પ્રત્યાખ્યાની છે? વગેરે પ્રશ્નોત્તરો વીશે દંઢકોમાં જણાવીને કહ્યું કે નારકોને અને પંચેન્દ્રિય તિર્થને સર્વ મૂલગુણ પ્રત્યાખ્યાન હોય નહિ, પછી સર્વમૂલગુણપ્રત્યાખ્યાની ઝવ વગેરેનું અપબહુવ કહીને શું છે સંયત છે, અસંયત છે, કે સંયતાસંયત છે? તથા જીવો શું પ્રત્યાખ્યાની છે? આને સ્પષ્ટ ખુલાસો જણાવ્યો છે. પછી પ્રત્યાખ્યાની જીવ વગેરેનું અલ્પબહુવ, અને ચોવીશે દંડકમાં શાશ્વતપણાના ને અશાશ્વતપણાના ઘટતા વિચારે જણાવ્યા છે.
શ્રીભગવતીજીના સાતમા શતકના ત્રીજા ઉદ્દેશાને ટૂંક પરિચય
અહીં પૂછયું છે કે વનસ્પતિના છો અલ્પાહારી કયારે હોય? ને મહાહારી ક્યારે હોય? ઉનાળામાં તે જીવો અલ્પાહારી હોય છે છતાં તેઓ ફૂલેથી ને ફલાથી શોભાયમાન દેખાય છે તેનું શું કારણ? આ પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા કરીને મૂલકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org