________________
૧
શ્રીવિજયસૂરીશ્વરકૃત ત્યાં ઉદાર મેઘ અને તેને સ્વનિત શબ્દ છે. તેમજ તેને કરનારા અસુરકુમાર કે નાગકુમાર છે, વળી ત્યાં વિગ્રહગતિ સિવાય બાદર અગ્નિકાય નથી. ત્યાં ચંદ્ર વગેરે નથી. આ જ વિચારે બધી નરકેને અંગે સમજવા. ફેર એટલો કે ત્રીજી નરકમાં મેઘ વગેરેને નાગકુમાર વગેરે કે ન કરે, તથા ચેથી નરક વગેરેમાં બલાહકાદિ એકલા દેવ જ કરે છે. આવા જ પ્રશ્નોત્તરો સૌધર્મ દેવલોકાદિને અંગે પણ જાણવા, ફક્ત ફેર એ કે માત્ર નાગકુમાર બલાહક વગેરેને ન કરે. અને સનકુમારાદિ વર્ગોમાં તે બલાહક વગેરેને દેવ જ કરે છે. પછી સંગ્રહગાથા, આયુષ્યના બંધના ૬ ભેદ, તેની ૨૪ દંડકમાં વિચારણા તથા લવણ સમુદ્ર સંબંધી વિચાર કહેતાં અહીં જીવાભિગમની વિસ્તાર માટે ભલામણ કરી છે. જેટલાં શુભ વસ્તુનાં નામ હોય તે તે નામના અસંખ્ય દ્વીપ–સમુદ્રો જાણવા. પછી વિહાર જણાવ્યો છે.
શ્રીભગવતીજીના છ શતકના નવમા ઉદ્દેશાને ટૂંક પરિચય
અહીં કહ્યું છે કે જ્ઞાનાવરણીય કર્મ બાંધતાં સાથે ૭-૮ કે ૬ કર્મો બંધાય. અહીં વિશેષ બીના માટે પ્રજ્ઞાપના સૂત્રનાં બંધોદ્દેશકની ભલામણ કરી છે. મહદ્ધિક દેવ બહારના પગલે લીધા સિવાય વિકુણા ન કરે. તથા બહગત પુદગલાદિમાંના તત્રગત પુદ્ગલોને લઈને વિકર્ષણ કરે છે. તેમજ એક વર્ણ અને અનેક રૂપના ચાર વિકપ થાય છે. વળી દેવ બાહ્ય પુદ્ગલેને લઈને વર્ણાદિમાં ફેરફાર કરી શકે છે, પછી વર્ણાદિના વિકલ્પો જણાવીને કહ્યું કે અવિશુદ્ધ વેશ્યાવાળો દેવ અસમવહત આત્મા દ્વારા અવિશુદ્ધ લેશ્યાવાળા દેવ વગેરેને જાણે નહિ. અહીં એ ત્રણ પદના ૧૨ વિકલ્પ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે.
શ્રીભગવતીજીના છ શતકના દશમાં ઉદ્દેશાને ટૂંક પરિચય
જીવની બાબતમાં બીજાઓના “ઇવ કેલાસ્પિકમાત્ર છે, નિષ્પાવમાત્ર છે વગેરે વિચારે છેટા છે એમ કહીને પ્રભુએ જીવનું સ્વરૂપ જણાવતાં દેવનાં ને ગંધનાં બહુ જ ઝીણાં પુદગલાનું ઉદાહરણ કહ્યું છે. પછી જીવ અને ચિતન્ય બંને માંહોમાંહે એકરૂપ છે. આ વિચાર તમામ દંડકમાં જણાવીને કહ્યું કે જે જીવે છે, તે તો જીવ જ છે, અને જીવ તે જીવે પણ ખરે ને ન પણ છે. અહીં જીવવું એટલે પ્રાણ ધારણ કરવા, તે સિદ્ધોને ન હોય. આ વિચાર તમામ દંડકોમાં કહ્યો છે. પછી “નારકી અને ભવસિદ્ધિક બધા જીવો એકાંત દુ:ખને વેદે છે આવા બીજાના વિચારે ખોટા છે એમ જણાવતાં પ્રભુએ કહ્યું કે કેટલાએક જીવ એકાંત દુ:ખને, કેટલાએક છ એકાંત સુખને અને કેટલાએક છ સુખ દુ:ખ મિશ્રત વેદનાને છે. અહી તેવા છેવાના નામ જણાવીને નારક અને તેના આહાર પુદ્ગલાની બીના જણાવીને તથા ચોવીસે દંડકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org