________________
શ્રી જૈનકિરણાવલી પ્રવચન (૫. શ્રીભગવતીસૂત્રનો પરિચય)
શ્રી ભગવતીજીના નવમા શતકને ટૂંક પરિચય આના ૩૪ ઉદ્દેશ છે. તેનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે જાણવ-૧, પહેલા ઉદેશામાં જબૂદ્વીપના આકાર વગેરેનું વર્ણન કર્યું છે. ૨. બીજા ઉદ્દેશામા અહી દ્વીપમાં ને પુષ્કરોદ સમુદ્રમાં પ્રકાશ કરનાર ચંદ્રની હકીકત જણાવી છે. ૩. ત્રીજાથી ૩૦ ત્રીસમાં સુધીના ૨૮ ઉદ્દેશાઓમાં ૨૮ અંતર્દીપનું સ્વરૂપ વર્ણવ્યું છે. ૩૧. એકત્રીસમાં ઉદ્દેશામાં અસોચા કેવલીની બીના કહી છે. ૩ર. બત્રીસમા ઉદ્દેશામાં ગાંગેય મુનિએ પૂછેલ પ્રશ્નના ઉત્તરો જણાવ્યા છે. ૩૩. તેત્રીસમા ઉદ્દેશામાં બ્રાહ્મણકુંડ ગામનું વર્ણન કર્યું છે, ૩૪, ચેત્રીસમા ઉદ્દેશામાં પુરૂષને હણનારની બીના કહી છે.
તેમાંથી ૩૧, ૩ર, ૩૩, ૩૪મા ઉદ્દેશાને ટૂંક પરિચય ક્રમસર આ પ્રમાણે જાણ:
૩૧ મા ઉદ્દેશામાં અAવા કેવલીનું સ્વરૂપ વિસ્તારથી જણાવતા કહ્યું કે જેઓ કેવલપની વગેરેની દેશના સાંભળ્યા વગર કેવલજ્ઞાન પામ્યા તેઓ અશ્રવા કેવલી કહેવાય. અને જેઓ કેવલી વગેરેની દેશના સાંભળીને કેવલજ્ઞાન પામ્યા તેઓ પ્રત્યાકેવલી કહેવાય. આ બંને લક્ષ્યમાં રાખીને અહીં પ્રશ્નોત્તરે જણાવ્યા છે. કેવલજ્ઞાની વગેરેનાં વચન સાંભળ્યા વગર કઈ જીવને ધર્મનો બોધ, બેધિલાભ, પ્રવજ્યાને લાભ, બ્રહ્મચર્ય, સંયમ, જ્ઞાન વગેરેને લાભ થાય કે નહિ? તેના હેતુ જણાવવા સાથે સ્પષ્ટ ઉત્તર આપ્યા છે. તેમાં કહ્યું કે કેટલાક છે ધર્મને બેધ, બેધિ વગેરે કેવલી વગેરનાં વચન સાંભળ્યા વગર પણ પામે છે ને કેટલાએક જીવો સાંભળીને ધર્મબોધ વગેરેને પામે છે. અહીં યોગ્ય પ્રસંગે હેતુ વગેરે જણાવવા પૂર્વક વિર્ભાગજ્ઞાનની ઉત્પત્તિ, સમ્યગ્દર્શન, ચારિત્રના લાભ, અવધિજ્ઞાનનો લાભ લેશ્યા, સંઘયણ, સંસ્થાન, ચાઈ, આયુષ્ય, વેદ, કષાય, અધ્યવસાય, મુક્તિ અને કષાયોને ક્ષય વગેરેની બીના સ્પષ્ટ સમજાવીને કહ્યું કે અસાકેવલી ધર્મોપદેશ કરે નહિ, બીજાને દીક્ષા આપે નહિ ને અંતે સિદ્ધ થાય. તેઓ ઊર્વ લોકમાં ગોળ વૈતાઢયાદિ સ્થલે હેય ને અધોલોકમાં કબડીવિજય વગેરે અધોલોકિક પ્રામાદિમાં હોય. તથા તિલકમાં પંદર કર્મભૂમિમાં હોય. પછી તેમની એક સમયની સંખ્યા કહીને જણાવ્યું કે-કેવલી વગેરેનો ઉપદેશ સાંભળતાં પણ એવું બને છે કે કોઈ જીવ ધર્મ વગેરેને પામે ને કઈ છવ ધર્મ વગેરેને ન પણ પામે. આ પ્રસંગે જરૂરી બીજી પણ બીના જણાવતાં ધર્મને સાંભળીને સમ્યગ્દર્શનાદિ ગુણાના ધારક જીવોમાંના કેટલાએક જ અવધિજ્ઞાનાદિને પામે છે. તેમના વેશ્યા, જ્ઞાન, પગ, વેદ, કષાય, અધ્યવસાયાદિને અંગે ઘટતી બીના કહીને જણાવ્યું કે સોચ્ચા કેવલી ધર્મોપદેશ આપે છે, તેઓ તથા તેમના શિષ્ય-પ્રશિષ્યો પણ બીજાને દીક્ષા આપ ને મોક્ષે પણ જાય. પછી ઊર્થ લોકાદિમાં તેમની હયાતિને વિચાર કહીને તેમની એક સમયમાં સંખ્યા વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org