________________
શ્રી જૈન પ્રવચન કિરણાલી (૫. શ્રીભગવતીસૂત્રનો પરિચય) બાબતમાં જે જુદાશ છે તે અહીં સમજાવી છે. તથા પૂર્વે જેમ અસુરકમારાદિમાં કમ(દની બીના કહી તે જ પ્રમાણે વ્યંતર, તિષિ ને વૈમાનિકમાં સમજવી. ફક્ત જ્યોતિષ્ક અને વૈમાનિકમાં વેદનાને અંગે જે ફરક છે તે અહીં જણાવ્યો છે. પછી આ જ વિચાર લેશ્યાવાળા નારકી વગેરે ર૪ દંડકમાં જણાવતાં જ્યાં જ્યાં જે જે બાબતમાં -સમાનતા અને જુદાશ છે, તે પણ કહી છે. પછી અહીં કહેલી વાતને ટૂંકામાં સારરૂપે
જણાવનારી એક ગાથા કહીને પૂછેલા વેશ્યાના પ્રશ્નનો જવાબ દેતાં પ્રજ્ઞાપના સૂત્રના ૧૭માં પદમાં લેક્ષાનું સ્વરૂપ વિસ્તારથી કહ્યું છે, તેથી તેમાંથી તે જાણવાની ભલામણ કરી છે. પછી સંસાર-સંસ્થાનકાળને ૪ ભેદો, તેમાં નારક સંસાર-સંસ્થાનકાળના શૂન્ય, અશૂન્ય, મિશ્રકાળ એવા ત્રણ ભેદો જણાવી કહ્યું કે આમાંના બે ભેદો તિર્યંચસંસાર-સંસ્થાનકાળના જાણવા. આ બીના જેમ નારકીમાં કહી, તે જ પ્રમાણે દેવામાં ને મનુષ્યમાં તે બેના સંસાર-સંસ્થાનકાળને અંગે જાણવી. પછી આ નારકી વગેરેના કાળનું જુદું જુદું અ૫બહુત ને ભેગું અલ્પબદુત્વ કહ્યું છે. પછી કેટલાએક એવો અંતક્રિયા કરે ને કેટલાએક છે ન પણ કરે, આ હકીકતને વિસ્તાર જાણવા માટે શ્રી પ્રજ્ઞાપના સૂત્રની ભલામણ કરી છે. પછી અસંયતભવ્ય-દ્રષદેવ વગેરે ૧૫ જાતના એવો મરીને જો દેવલોકમાં જાય તે ક્યા ક્યા દેવલોકમાં જાય? તે બીના સ્પષ્ટ જણાવી છે. અહીં ૧૫ જાતને જે આ પ્રમાણે જાણવા–૧. અસંયત ભવ્ય દ્રવ્ય દેવ, ૨. અખંડિતસંયમી, ૩. ખંડિત સંયમી, ૪, દેશવિરતની અખંડ આરાધના કરનાર છે. ૫. દેશવિરતિમાં અતિક્રમાદિ દોષો લગાડનારા છો, ૬. અસંતી, ૭. તાપસ, ૮. કાંદપિક છે, ૯. ચરકપરિવ્રાજક, ૧૦, કિટિબષિક , ૧૧, તિર્યંચ, ૧૨, આજીવિક મતને અનુસરનારા છો, ૧૩. આભિયાગિ છે, (વશીકરણાદિના કરનારા જીવો) ૧૪. શ્રમણધર્મથી રહિત માત્ર મુનિશને રાખી આજીવિકા ચલાવનારા વેષધારી દ્રવ્ય સાધુઓ, ૧૫. સમ્યકત્વ રહિત જીવો. પછી અસંરશી-આયુષ્યના ૪ ભેદો કહી જણાવ્યું છે કે અસંસી જીવ ચાર ગતિના આયુષ્યમાંથી કોઈ પણ આયુષ્યને આયુના બંધકાલે મળેલી સામગ્રીને અનુસારે બાંધે છે. આ હકીકત જણાવતાં તે બંધાતા આયુષ્યનું પ્રમાણ પણ જણાવી અને તે ચારે આયુષ્યના અલ્પ બહત્વનું સ્વરૂપ કહીને શ્રીગૌતમ ગણધરનો વિહાર જણ છે.
શ્રીભગવતીસૂત્રના પહેલા શતકના ત્રીજા ઉદેશાના મુદ્દાઓ
આ જીવ પોતે એક કાળે બાંધી શકાય તેવું (આખું) કક્ષાએહનીય કર્મ બાંધે છે. આ મુદ્દાને સ્પષ્ટ સમજાવવા માટે કાંક્ષામહનીયને કરવાના એટલે બાંધવાના ચાર ભાંગામાંથી ચોથા ભાંગે માનવાની “હા” કહી છે. અહીં પ્રશ્નમાં પૂછેલા ચાર ભાંગાનું સ્વરૂપ ટીકાકારે વિસ્તારથી સમજાવ્યું છે. તે આ રીતે ૧. સામાન્યથી કાંક્ષા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org