________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૪. શ્રીસમવાયાંગસૂત્રને પરિચય)
૧૪૯ ત્યાર પછી (૧૫૩માં સૂત્રમાં) અવધિજ્ઞાનના ભેદ, વિષય વિગેરે નવ દ્વાર, અવધિજ્ઞાનના બે પ્રકાર, નરકમાં શીતાદિક વેદના, વેશ્યા, આહાર વિગેરે કહ્યું છે,
ત્યાર પછી (૧૫૪મા સૂત્રમાં) છ પ્રકારનો આયુષ્ય બંધ તથા વિરહકાલ વિગેરે કહ્યો છે.
- ત્યાર પછી (૧૫૫મા સૂત્રમાં) છ પ્રકારનાં સંહનન અને છ પ્રકારનાં સંસ્થાન
કહ્યાં છે.
- ત્યાર પછી (૧૫૬માં સૂત્રમાં) પુરુષવેદ વિગેરે ત્રણ વેદ કહ્યા છે.
ત્યાર પછી (૧૫૭મા સૂત્રમાં) આ સર્વ પ્રરૂપણા અરિહંત ભગવાને સમવસરણમાં કરેલ હોવાથી સમવસરણની રચના કહી છે. પછી કષભદેવ કુલકરના વંશમાં ઉત્પન્ન થયેલા હોવાથી આ અવસર્પિણીમાં થયેલા સાત કુલકર તથા તેમની પનીઓનાં નામે, ચોવીસ તીર્થંકરના પિતાઓનાં નામ, માતાઓનાં નામ, ચવીશ તીર્થકરોનાં નામ, તેમના પૂર્વ ભવનાં નામ, તેમની દીક્ષા લેવા જતી વખતે દેવોએ કરેલી શિબિકાઓનાં નામ, તેમને પ્રથમ ભિક્ષા આપનારનાં નામ, તેમને ભિક્ષા મળવાને સમય, ભિક્ષાના પદાર્થ, ભિક્ષાદાતારને ઘેર થયેલ સુવર્ણવૃષ્ટિ, ચોવીસ તીર્થકરોના ચોવીશ ચૈત્યવૃક્ષનાં નામ, તેમના પહેલા શિષ્યનાં નામ, પહેલી શિષ્યાનાં નામ વિગેરે કહ્યું છે.
- ત્યાર પછી (૧૫૮મા સૂત્રમાં) આ અવસર્પિણીમાં આ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં થયેલા બાર ચક્રવતીઓનાં પિતાઓનાં નામ, માતાઓનાં નામ, ચક્રવતીઓનાં નામ, તેમના સ્ત્રીરત્નનાં નામ, નવ બળદેવ તથા નવ વાસુદેવના ગુણનું વિસ્તૃત વર્ણન, તેમનાં નામ, તેમના પૂર્વભવનાં નામ, તેમના પૂર્વભવના ધર્માચાર્યોનાં નામ, દેવોને નિયાણા કરવાની ભૂમિનાં નામ, નિયાણું કરવાનાં કારણે, નવ પ્રતિવાસુદેવોનાં નામ, વાસુ. દેવની ગતિ, નવ બળદેવની ગતિ વિગેરેનું વર્ણન કર્યું છે.
ત્યાર પછી (૧૫૯મા સૂત્રમાં) આ અવસર્પિણીમાં આ જંબુદ્વિપના ઐરિવત ક્ષેત્રમાં થયેલા ચોવીશ તીર્થકરોનાં નામ, તથા આવતી ઉત્સર્પિણીમાં ભરતખંડમાં અને ઐરાવતક્ષેત્રમાં થનારા કુલકરોનાં નામ, ભરતક્ષેત્રમાં થનાર વીશ તીર્થકરોનાં નામ, તેમને પૂર્વભવના નામ વિગેરે, બાર ચક્રવતીઓનાં નામ, નવ વાસુદેવ તથા બળદેવનાં નામ, તેમના ધર્માચાર્યો, નિયાણની ભૂમિ અને તેનાં કારણે, નવ પ્રતિવાસુદેવનાં નામ વિગેરે. તથા અરવતક્ષેત્રમાં થનારા ચાવીશ તીર્થકરનાં નામ, તથા ચકવતી, વાસુદેવ, બળદેવ, પ્રતિવાસુદેવ વિગેરે સંબંધી સંક્ષિપ્ત હકીકત આપી છે.
છેવટ (૧૬૦મા સૂત્રમાં) ઉપસંહાર કરતા સતા સમવાય’ શબ્દના યથાર્થ નામો બતાવી ગ્રંથની સમાપ્તિ કરી છે.
ત્યાર પછી ટીકાકારે આઠકની પ્રશસિત કરી છે. તેમાં ટીકાકાર શ્રીઅભયદેવસૂરિએ તીર્થકરાદિકને નમસ્કાર કરી પ્રથમ આ અંગનું પ્રમાણ ઘણું હતું, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org