________________
શ્રી જૈન પ્રવચન કિરણાલી (૪. શ્રીસમવાયાંગસૂત્રને પરિચય)
૧૩૩ પર્વત છે. અને આ દ્વીપમાં ઉત્કૃષ્ટથી ત્રીશ તીર્થકર ઉત્પન્ન થાય છે. ચમાર નામના અસુરેંદ્રના ચોત્રીસ લાખ ભવનો છે. પહેલી, પાંચમી, છઠ્ઠી અને સાતમી એ ચારે પથ્વીના મલીને કુલ ત્રીસ લાખ નરકાવાસા છે.
(૩૫) પાંત્રીસમા સમવાયમાં કહ્યું છે કે-સત્ય વચનના (તીર્થકરની વાણીના) અતિશયો પાંત્રીશ છે. કુંથુનાથપ્રભુ પાંત્રીશ ધનુષ ઊંચા હતા, દત્ત નામના વાસુદેવ તથા નંદન નામના બલદેવ પાંત્રીશ ધનુષ ઊંચા હતા, સૌધર્મ કપમાં સુધર્મા નામની સભામાં માણવક નામને ચિત્યતંભ છે તેના મધ્યના પાંત્રીશ યોજનમાં રહેલા વિજય ગોલ દાભડાને વિષે જિનેશ્વરની દાઢાઓ છે. બીજી અને ચોથી પૃથ્વીના મલીને પાંત્રીસ લાખ નરકાવાસા છે.
(૩૬) છત્રીસમા સમવાયમાં કહ્યું છે કે–ઉત્તરાધ્યયનસૂત્રનાં છત્રીશ અધ્યયને છે, ચમાર નામના અસુરેંદ્રની સુધર્મા નામની સભા છત્રીશ યોજન ઊંચી છે. મહાવીર સ્વામીને છત્રીસ હજાર સાધ્વીઓની સંપદા હતી. ચૈત્ર અને આધિન માસમાં પિસીની છાયા છત્રીશ અંગુલની હેય છે.
(૩૭) સાડત્રીસમા સમવાયમાં કહ્યું છે કે- કુંથુનાથ પ્રભુને સાડત્રીશ ગણધરે હતા, હૈમવત અને અરણ્યવતની છવા સાધિક સાડત્રીસ હજાર જનની છે. વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામના દ્વાણ્યાલની રાજધાનીઓના કિલ્લા સાડત્રીશ સાડત્રી જન ઊંચા છે. સુલિકાવિમાનપ્રવિભક્તિ નામના કાલિકકૃતના પહેલા વર્ગમાં સાડત્રીશ ઉદ્દેશનકાલ કહ્યા છે. કાર્તિક વદિ સાતમને દિવસે પિરસીની છાયા સાડત્રીશ અગુંલની હોય છે,
(૩૮) આડત્રીશમા સમવાયમાં કહ્યું છે કે-પાર્શ્વનાથ પ્રભુને આડત્રીસ હજાર સાધ્વીઓની સંપદા હતી, હૈમવંત અને ઐરણ્યવંત ક્ષેત્રની છવાનું ધનુ:પૃષ્ઠ સાધિક આડત્રીસ હજાર એજનનું છે. આ મેરુપર્વતને બીજે કાંઇ આડત્રીસ હજાર (મતાંતરે ૬૩૦૦૦) યોજન ઊંચે છે. શુલિકાવિમાન પ્રવિભક્તિના બીજા વર્ગમાં આડત્રીશ ઉદ્દેશનકાલ કહ્યા છે.
(૩૯) ઓગણચાલીસમા સમવાયમાં કહ્યું છે કે-નમિનાથપ્રભુને ઓગણચાળીશ સો અવધિજ્ઞાની હતા. અહીદ્વીપને વિષે (પાંચ મેરુ ને ચાર ઈષકાર સહિત) ઓગણચાળીશ કુળ પર્વત છે. બીજી, ચેથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી એ પાંચે નરક પૃથ્વીને મળીને કુલ એગણચાળીશ લાખ નરકાવાસા છે, જ્ઞાનાવરણીય (૫), મોહનીય (૨૮), ગાત્ર (૨) અને આયુ () આ ચારે કર્મની મળીને ઓગણચાળીશ ઉત્તર પ્રકૃતિએ કહેલી છે.
(૪૦) ચાલીસમા સમવાયમાં કહ્યું છે કે-અરિષ્ટનેમિ પ્રભુને ચાળીશ હજાર સાધ્વીઓની સંપદા હતી, મેરુ પર્વતની ચૂલિકા ચાળીશ જન ઊચી છે, શાંતિનાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org