________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૪. શ્રીસમવાયાંગસૂત્રને પરિચય)
૧૨૯ (૨૩) તેવીસમાં સમવાયમાં કહ્યું છે કે–સૂયગડાંગમાં વીશ અધ્યયને છે. આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં વેવીશ જિનેશ્વરેને સૂર્યોદય સમયે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીના ગષભદેવ વિના બાકીના ત્રેવીશ તીર્થકરે પૂર્વભવમાં અગ્યાર અંગે જાણનારા હતા. આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણુમાં વીશ તીર્થંકર પૂર્વભવે માંડલિક રાજા હતા. રાનપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીએની વેવીશ પલ્યોપમની સ્થિતિ છે. સાતમી પૃથ્વીમાં કેટલાક અસુરકુમાર દેવોની તથા સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની વેવીશ પલ્યોપમની સ્થિતિ છે, હેકિંમમધ્યમ નામના બીજા શૈવેયકમાં દેવોની જઘન્ય સ્થિતિ વીશ સાગરોપમની છે, તથા હેઠ્ઠિમહેઠ્ઠિમ નામના પહેલા પ્રેયકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ગ્રેવી સાગરોપમની છે, તે દેવો વીશ પખવાડીએ શ્વાસ લે છે અને વેવીશ હજાર વર્ષે આહાર ઈરછે છે. કેટલાક ભવ્ય છ ત્રેવશ ભવે કરીને મેક્ષે જવાના હોય છે.
(૨૪) ચોવીસમાં સમવાયમાં કહ્યું છે કે દરેક વીશીમાં વીશ તીર્થકરે હોય છે. કુલહિમવંત અને શિખરી પર્વતની છવા જેવીશ હજાર એજનથી અધિક લાંબી કહી છે. ઇદ્ર સહિત દેશનાં ચોવીશ સ્થાનો છે, ઉત્તરાયણમાં ચાવીશ અંગુલની છાયા પ્રમાણ પોરસી કરીને સૂર્ય પાછા ફરે છે. ગંગા અને સિંધુ નામની મહાનદી પ્રવાહને સ્થાને સાધિક ચોવીશ કેશ વિસ્તારવાળી છે, તે જ પ્રમાણે રક્તા અને રક્તવતી નદીઓ પણ જાણવી, રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની ચોવીશ પોપમની સ્થિતિ છે, સાતમી પૃથ્વીમાં કેટલાક નારકીઓની ચોવીશ સાગરોપમની સ્થિતિ છે, કેટલાક અસુરકુમાર, સૌધર્મ અને ઈશાનના દેવેની ચોવીશ પોપમની સ્થિતિ છે. ત્રીજા દ્વિમઉરિમ ચૈવેયકના દેવેની જઘન્ય સ્થિતિ વીશ સાગરોપમની છે, હેમિમધ્યમ નામના બીજા પ્રવેયકના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ચોવીશ સાગરોપમની છે, તે રવા ચોવીશ પખવાડીએ શ્વાસ લે છે અને ચોવીશ હજાર વર્ષે આહાર ઇરછે છે. કેટલાક ભવ્ય એવી ભવે મોક્ષ પામશે.
(૫) પચીસમ સમવાયમાં કહ્યું છે કે-પાંચ મહાવ્રતની પચીશ ભાવનાઓ છે. શ્રીમલ્લિનાથપ્રભુ પચીશ ધનુષ ઊંચા હતા, સર્વે દીર્ઘ વૈતાદ્યપર્વત પચીશ જન ઊંચા તથા પચીશ ગાઉ પૃથ્વીમાં ઊંડા છે. બીજી નરક પૃથ્વીમાં પચીશ લાખ નરકાવાસા છે. આચારાંગસુત્રમાં ચૂલિકા સહિત પચીશ અધ્યયન છે. અપર્યાપ્ત અવસ્થાવાલો અને સંકિલષ્ટ પરિણામવાલા વિકેલેંદ્રિય મિથ્યાષ્ટિ જીવ નામકર્મની પચીશ ઉત્તરપ્રકતિઓ બાંધે છે. ગંગા અને સિંધુ નામની તથા રક્તા અને રક્તવતી નામની મહાનદીઓ પચીશ ગાઉન પહેળા પ્રવાહ વડે પૂર્વ પશ્ચિમ દિશામાં તિપિતાના પ્રપાતકુંડમાં પડે છે. લોકબિંદુસાર નામના ચૌદમા પૂર્વમાં પચીશ વસ્તુઓ કહી છે. રત્નપ્રભા નામની પૃથ્વીમાં કેટલાક નારકીઓની પચીશ પલ્યોપમની સ્થિતિ છે, સાતમી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org