________________
જૈન પ્રવચન કિરણાવલી (૩. શ્રીસ્થાનાંગસૂત્રને પરિચય)
૧૯ અસંયમનું સ્વરૂપ કહી સમ્યગ્દષ્ટિ ક્રિયા વર્ણવી ગુણના નાશ અને ઉત્પત્તિના કારણે તથા શરીરનાં કારણે અને ધર્મ દ્વારે ૪ કહી નારકપણું વગેરેનાં મહારભાદિ ચાર ચાર કારણે કહ્યાં છે. પછી વાજિંત્રાદિના ચાર ભેદ અને સનતકુમારાદિ દેવલોકનાં વિમાનના વર્ણ તથા શુક્ર વગેરે દેવોનાં શરીરનું પ્રમાણ જણાવી ઉદકના ગર્ભની ને મનુષ્યના ગર્ભની બીના કહી છે. પછી ઉત્પાદપૂર્વની વસ્તુ ૪ અને કાવ્યની તથા નારક, વાયુ અને સમુદ્રવાતની બીના કહી શ્રી નેમિનાથના ચોદ પૂવીઓની તથા શ્રીવીરપ્રભુના વાદીઓની સંખ્યા કહી દેવલોકના ચંદ્રાદિ જેવા આકાર કહ્યા છે. પછી ઉદધિ, કષાયની બીના અને અનુરાધાદિ નક્ષત્રોની બીના તથા ચતુષ્પદેશિકાદિ ઔધોની બીના સ્પષ્ટ જણાવી છે.
શ્રીસ્થાનાંગસૂત્રના ચોથા અધ્યયનને ટૂંક પરિચય પૂર્ણ થશે. શ્રીસ્થાનાંગના પાંચમા અધ્યયનને ટ્રેક પરિચય
તેમાં પહેલા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં મહાવ્રત, અણુવ્રત અને વર્ણ, રસ તથા કામગુણ સંગાદિ વિનિઘાત તેમજ દુર્ગતિ-સુગતિનાં પાંચ પાંચ કારણે કહી પ્રાણાતિપાતાદિના વિરમણાદિથી સુગતિ વગેરે તથા ભદ્રપ્રતિમા વગેરેની બીના કહી છે. પછી અવધિદર્શનની ઉત્પત્તિનાં અને વિનાશનાં કારણો, તથા શરીરના વર્ણાદિનું સ્વરૂપ અને શાંતિ, સત્ય, આયંબિલ, અરસ આહાર વગેરેના પાંચ પાંચ ભેદ વગેરે જણાવી કહ્યું કે, થાકની દરકાર કર્યા વગર વૈયાવચ્ચ કરવાથી મહાનિર્જરા થાય છે. પછી વિસંભોગનાં અને પારસંચિકનાં કારણે તથા વિગ્રહ-અવિરહનાં સ્થાન અને ઉત્કટુકાદિ નિષદ્યાનાં તથા આવનાં સ્થાનો અને સૂવાધ્યયનના પર્યાયવાચક શબ્દો કહી ચંદ્ર વગેરેના ને ભવ્ય દેવ વગેરેના પાંચ ભેદ જણાવ્યા છે. પછી કાયાદિની પરિચારણા અને ચમરેન્દ્ર તથા બલીન્દ્રની અમહિષી પાંચ તથા અસુરેન્દ્ર વગેરેની લડાઈના લકર અને તેના સ્વામીએ કહી શક તથા ઈશાનેન્દ્રની અત્યંતર પર્ષદના દેવ-દેવીઓની સ્થિતિ અને ગતિ વગેરેના પ્રતિઘાત તથા ખડાદિ ચિ, અને પરીષહને સહેવાનાં કારણે કહ્યાં છે. પછી હેતુ, અહેતુ, જ્ઞાન, તથા અજ્ઞાનના પાંચ પાંચ ભેદે, અને કેવલીના પાંચ અનુત્તર પદાર્થો કહી શ્રી પ્રભસ્વામી વગેરે તીર્થકરેના યવનાદિકલ્યાણકનાં નક્ષત્રો વગેરે બીના સ્પષ્ટ જણાવી છે.
શ્રીસ્થાનાંગસૂત્રના પાંચમા અધ્યયનના બીજા ઉદેશાને ટૂંક પરિચય
અહીં કહ્યું છે કે જે ભય વગેરે ખાસ કારણ ન હોય તો મુનિએ એક મહિનામાં ગંગા વગેરે પાંચ વિશાલ નદીઓ ન ઊતરવી. તથા જે ભયાદિ ખાસ કારણ ન હોય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org