________________
૧૦
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત સ્પષ્ટાથ– દ્વાદશાંગીમાં આ સ્થાનાંગસૂત્ર ત્રીજું કહેલું છે. આની પહેલાંનાં બે અંગોમાં જેમ બે શ્રુતસ્કંધ જણાવ્યા, તેમ અહીં તે બે નથી, પણ એક શ્રતસ્કંધ છે. દશ અધ્યયનેમાંથી ૪ અધ્યયનના જ ઉદ્દેશ છે. બાકીનાં અધ્યયનમાં ઉદ્દેશા નથી. જો કે અહીં જણાવેલી બીના જરૂર મોક્ષમાર્ગને સાધવામાં સાધક આત્માઓને મદદગાર તો છે જ, પણ પદાર્થોને નિરૂપણ કરવાની શૈલી વિચારતાં સમજાય છે કે એક એક પદાર્થો અને બે બે પદાર્થો એમ છેવટે દશ દશ પદાર્થો જણાવવાનું ક્રમ બુદ્ધિને વિકાસ કરાવનાર છે, તે ચિત્તને સ્થિર કરે છે તથા શિષ્યોને આ ક્રમે સમજાવતાં સહેલાઈથી તત્ત્વબોધ થઈ શકે છે, તેમજ સૂત્રાર્થની પરાવર્તાના કરવામાં પણ સરલતા થાય છે. આ જ હકીક્ત શ્રીસમવાયાંગમાં પણ સમજવાની છે. અન્ય ધમીઓમાંના બૌદ્ધોએ એકત્તરનિકા નામના ગ્રંથમાં આ શૈલી કેટલેક અંશે સ્વીકારી છે. તેમજ મહાભારતના આરણ્યકપર્વના ૧૩૪મા અધ્યાયમાં અષ્ટાવક્ર એકથી માંડીને તેર સંખ્યાવાળા પદાર્થો ગણાવે છે. શીધ્ર બેધન દેનાર આ વિશિષ્ટ ક્રમ આ ત્રીજા-ચોથાં અંગોમાં જ દેખાય છે,
૧, પહેલા એક સ્થાનિક નામના અધ્યયનને સાર–અહીં આત્મા, પુણ્ય, પાપ વગેરે પદાર્થોનું સ્વરૂપ જણાવતાં અનુમાન વગેરે પ્રમાણેથી તે કહેલા પદાર્થો સાબિત કર્યા છે. તથા અહીં દરેક મનુષ્ય દેવ વગેરેને આત્મા અલગ અલગ દેખાય છે, છતાં “જે માયા' આત્મા એક છે, આમ કહેવામાં સૂત્રકારનો કર્યો આશય છે? તે બાબત ટીકાકારે બહુ જ સ્પષ્ટ સમજાવીને સાબિત કર્યું કે, “દુનિયામાં જે અનંતા આત્માઓ દેખાય છે, તે બધામાં સામ’ આભાપણું એક સરખું જ છે. અને આત્મ પ્રદેશની સંખ્યામાં પણ લગારે જૂદાશ નથી. તમામ સંસારી છે સુખને ચાહે છે, ને દુ:ખથી કંટાળે છે. જન્મ લેતાં અને મરતાં જીવ એકલો જ જન્મ પામે છે, ને મરે છે એટલે પ્રાણથી છૂટો થાય છે, તથા પરભવમાં જીવ એકલે જ જાય છે. ને અજ્ઞાન, વિષય-કષાયાદિના પાશમાં ફસાઈને બાંધેલાં કર્મોનો અબાધાકાલ વીત્યા બાદ ઉદય થતાં કર્મલ પણ કર્મને બાંધનાર જીવ જ એકલો ભેગવે છે. આ રીતે સ્ત્રી-પુત્ર વગેરે પરભાવ (વિભાવો)માં મમતાભાવને ધારણ કરનાર આત્માને પરભાવથી ખસેડીને નિજ સ્વભાવમાં સ્થિર કરવા માટે સૂત્રકાર શ્રી સુધર્માસ્વામી ગણધરે “જે કાયા” ઇત્યાદિ વચનોથી આત્મા વગેરે પદાર્થો
એક છે” એમ સ્યાદ્વાદશૈલીને આધારે જણાવ્યું છે. વળી “આત્મા એક છે? આ વચનસાંભળીને કોઈ જીવ એકાત્મવાદને વ્યાજબી ન માને, માટે કહ્યું કે દરેક જીવ સ્વકૃત કર્મ ફલોને જુદાં જુદાં ભેગવે છે, કોઈ જીવનાં કર્મોને સંબંધ બીજા કેઈજીવનાં કર્મોની સાથે છે જ નહિ, અને મનાય પણ નહિ. કારણ કે કર્મોને બાંધનારા છ જુદા જુદા હોવાથી જ, કેટલાએક છે ધનવંત, બુદ્ધિશાળી, નીરેગી, ઉત્તમ રૂપવંત હોય છે, ને કેટલાએક છે નિર્ધન વગેરે વિપરીત સ્વરૂપવાળા હોય છે, આવા પ્રકારનું વિચિત્રપણું ઘટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org