________________
૧૦૩
શ્રી જૈન પ્રવચન કરણાવલી (૩. શ્રીસ્થાનાંગસૂત્રનો પરિચય) કહી અંતે જ્ઞાનનય તથા કિયાનનું સ્વરૂપ અને સામાન્ય-વિશેષવાદ વગેરે બીના સ્પષ્ટ જણાવી છે.
દ્વિસ્થાનક અધ્યયનના પહેલા ઉદ્દેશાને ટૂંક પરિચય
અહીં જીવ અyવ આદિના બે બે ભેદો કહી બે બે પદાર્થને જણાવનારા ૩૬ આલાવા અને પચીશ ક્રિયામાં બે બે ભેદ કહ્યા છે. પછી જ્ઞાનના બે ભેદથી માંડીને સૂત્રના કાલિકાદિ બે ભેદ સુધીના ર૩ આલાવા કહ્યા છે. બે ભેદે ચારિત્ર કહી પૃથ્વીકાયાદિના બે બે ભેદ જણાવનારા ૨૮ આલાવા અને પર્યાપ્તિનું સ્વરૂપ કહી જણાવ્યું કે દ્રવ્યાદિથી જે સચિત્ત વસ્તુ હોય તે સ્વીકાયશસ્ત્રાદિથી અચિત્ત બને. પછી આચર્થના અને અનાચીણુના ભેદો તથા અવસર્પિણું વગેરે કાલની અને લોકાકાશાદિની બીના કહી ર૪ દંડકમાં અને વિગ્રહગતિક જીવોમાં શરીરની પ્રરૂપણ કરી છે. પછી શરીરની ઉત્પત્તિમાં ને બનાવટમાં કારણે અને ત્રાસ-સ્થાવરમાં ભવ્ય–અભવ્ય ભેદની ઘટના તથા પ્રવજ્યાથી માંડી સંલેખના સુધીની બીના વગેરે પદાર્થોનું વર્ણન વિસ્તારથી કર્યું છે.
ક્રિસ્થાનક અધ્યયનના બીજા ઉદ્દેશાને ટૂંક પરિચય
અહીં કહ્યું છે કે ઊર્વોત્પન્નાદિ જેવો અહીં અથવા બીજા ભવે પાપકર્મો ભોગવે છે ને એ રીતે મનુષ્ય પણ અહીં અથવા બીજે ભવે પાપકર્મો ભોગવે. પછી ભવ્યાદિ ભેદે નારકાદિની પ્રરૂપણા કરી સમવહતાદિ ભેટે લેાકનું સ્વરૂપ, અને દેરા સર્વ ભેરે શબ્દાદિનું સ્વરૂપ કહી જણાવ્યું કે વાયુ વગેરેને એકાદિ શરીરે હોય છે. અહીં આ તથા બીજી પણ બીના સ્પષ્ટ કહી છે.
કિસ્થાનક અધ્યયનના ત્રીજા અને ચોથા ઉદ્દેશાને ટૂંક પરિચય
અહીં શબ્દોત્પત્તિનાં કારણે અને સંવાતાદિભેદે પુદ્ગલનો વિચાર કહી જ્ઞાનાદિભેદે આચારની પ્રરૂપણ કરી છે. પછી પ્રતિમાદિનું સ્વરૂપ જણાવી ભરત-ઐરવતાદિ ક્ષેત્રનું અને ફૂટશામલી વગેરે વૃક્ષનું તથા ગરૂડાદિ દેવનું નિરૂપણ કર્યું છે. પછી પર્વત, દેવ, વક્ષસ્કાર, દીર્ઘવૈતાદ્ય વગેરેની લંબાઈ વગેરે કહી, પવહદ વગેરે હદનું ને શ્રી વગેરે દેવીઓનું સ્વરૂપ તથા સુષમા-દુષમા આરાનું પ્રમાણ કહી સુષમાકાલે ઊંચાઈ વગેરે અને દેવકર વગેરેમાં કાલનો નિયમ, તથા ચંદ્ર, સૂર્ય, ૨૮ નક્ષત્ર અને ૮૮ ગ્રહોની બીના કહી છે. પછી વેદિકાની ઊંચાઈ ધાતકીખંડના બે ભાગ, અને કાલોદ સમુદ્રની વેદિકાની ઊંચાઈ તથા પુષ્કરાઈના બંને વિભાગના બે બે ક્ષેત્ર વગેરે બીના વર્ણવી છે. પછી કહ્યું કે, યકના તેના શરીરનું પ્રમાણ બે હાથ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org