________________
૬o
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત પછી પ્રતિબંધ રહિત શ્રીવીરભગવંતનો વિહાર વગેરે બીના સ્પષ્ટ જણાવી છે.
આ પહેલા ઉદ્દેશાને ટૂંક પરિચય જાણો.
નવમા અધ્યયનના બીજ તથા ત્રીજા ઉપદેશાને ટૂંક પરિચય
અહી ભગવંતની શયાની બાબતમાં શિષ્યને પ્રશ્ન અને પ્રભુનું નિકા ન લેતાં જાગવું આ બીના જણાવી છે. અપ્રમત્ત વીરપ્રભુ બહાર વિચરતા ધ્યાનમાં રહેતા હતા. ઉપસર્ગ સહન, ભયંકર શબ્દનું સહન, કર્કશ સ્પર્શ સહન, રતિ અરતિને ત્યાગ, પરિમિત બલવું એ પ્રભુના અપૂર્વ ગુણે છે. પ્રભુને પ્રશ્નકાલે, મૌનકાલે, તથા કષાયકાલે સમાધિ વતી હતી. ગૃહસ્થ પૂછે ત્યારે ઉત્તર આપે. અથવા ઉત્તર ન દે ને સામે માણસ કષાય કરે ત્યારે પ્રભુ મૌન રહી સમભાવે ધ્યાન કરતા હતા. આકરી
ડી પડે ત્યારે પણ વીર પ્રતિમાભાવે રહેતા. તૃણાદિ સ્પર્શને સહન કરતા હતા. લાઠ દેશમાં તુચ્છ શાદિને સેવતા હતા. દંડ તથા કૂતરા વગેરેને ત્રાસ પણ સહેતા હતા, પ્રભુદેવ ઝગડા તથા મનદડાદિને તજી કાઉસ્સગમાં રહી કષ્ટને સહેતા હતા. શ્રીવીરપ્રભુ યુદ્ધમાં હાથી સ્થિર રહે તેમ લાઢ દેશમાં સ્થાન ન મળે તે પણ સ્થિર રહેતા હતા. તે દેશમાં ગામમાં પેસતા પ્રભુને લેકે અટકાવતા હતા. પ્રભુને કોઈ મારે, ક્રોધ કરે, છેદ, વાળ ખેંચે, ધૂળ ફેકે, તે પણ તે સહન કરતા. યુદ્ધમાં શૂરવીરની જેમ પ્રતિકૂલ સ્પર્શ થતાં પ્રભુ મહાવીર નિશ્ચલ રહી તે સહન કરતા હતા, વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. આ રીતે બીજા અને ત્રીજા ઉદ્દેશાની બીના ટૂંકામાં જાણવી.
નવમા અધ્યયનના ચોથા ઉદ્દેશાને રંક પરિચય અહીં કહ્યું છે કે રોગ થાય ત્યારે પણ વીરપ્રભુ ઊણે દરિકા વગેરે તપ કરતા હતા, પણ ચિકિત્સા (દવા) કરાવતા નહતા. તેમણે રેચ, વમન વગેરેને ત્યાગ કર્યો હતો. તેમજ તે વિરક્ત ભગવાન શિયાળામાં છાંયડામાં ધ્યાન કરતા હતા. ઊનાળામાં તડકે રહી ધ્યાન કરતા હતા. શિયાળા-ઊનાળામાં ચોવિહાર-માસમણાદિ તપ પણ કરતા હતા. તે પછી પારણે આહાર-પાણી લેતા હતા. ત્રિવિધ ત્રિવિધ પાપ તજતા હતા અને બીજાએ કરેલ આહાર વાપરતા હતા. કાગડા વગેરે અને બ્રાહ્મણ વગેરેમાંના કેઈને અંતરાય ન પડે તે રીતે પ્રભુ શ્રી મહાવીર આહારાદિ લેતા હતા. લીલા કે સૂક્ત આહારદિને સમભાવે વાપરતા હતા. પછી ભગવાનના ધ્યાનની બીના જણાવી કહ્યું છે. કે કષાયાદિરહિત પ્રભુ અપ્રમાદી રહેતા હતા. પ્રભુના જાવજીવ સુધી આયોગ (શુભ ધ્યાનાદિ) વગેરે ગુણે તથા બીજી પણ બીના સ્પષ્ટ સમજાવી છે.
નવમા અધ્યયનને તથા પહેલા મુતસ્કંધને ટૂંક પરિચય પૂરે થશે. આ પહેલા શ્રુતસ્કંધના શરૂઆતનાં ત્રણ અધ્યયનનો સાર કામાં પહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org