________________
શ્રી જેને પ્રવચન કિરણવલી ( ૧, શ્રીઆચારાંગસૂત્ર-પરિચય) સચિત્ત લવણ ગોચરીમાં આવી જાય તે તેને વિધિ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે.
પહેલા અધ્યયનના ૧૧મા ઉદ્દેશાને ટૂંક પરિચય
અહીં કહ્યું કે માંદા સાધુને માટે વહેરેલા પિંડની બાબતમાં સાધુએ માયા કરવી નહિ. પછી પિષણાના અને પાનપણાના ૭ ભેદો તથા પિવૈષણાને સ્વીકારતાં સાધુને અને જેણે તે પહેલાં સ્વીકારેલી છે તે સાધુને કરવાનો વિધિ વગેરે હકીક્ત સ્પષ્ટ સમજાવી છે.
આ રીતે બીજા શ્રુતસ્કંધના પહેલા પિપણાધ્યયનને ટૂંક પરિચય પૂરો થયો.
બીજા તસ્કંધના બીજા શબૈષણાધ્યયનને ટૂંક પરિચય
આ બીજા તસ્કંધના શપણા ધ્યયનમાં ત્રણ ઉદ્દેશ છે. શરૂઆતમાં શવ્યાપદના દ્રવ્યાદિ ચાર નિક્ષેપ તથા સચિત્ત દ્રવ્યશયાનું સ્વરૂપ જણાવતાં ગૌતમ નિમિત્તિયાનું દષ્ટાંત કહી જણાવ્યું કે આના ત્રણે ઉદ્દેશામાં શયાની બીના કહી છે. પછી શવ્યાને અંગે ઉદ્દગમ દોષો તથા સંસક્ત વસતિમાં રહેવાથી નુકસાન અને શૌચવાદનું મિથ્યાપણું જણાવી કહ્યું કે મુનિએ છલના ન કરવી. પછી સ્વાધ્યાય કરવા લાયક સ્થાનનું સ્વરૂપ જણાવી કહ્યું કે મુનિથી ભિક્ષુ વગેરેને ઉદ્દેશીને કરેલ શયામાં સ્થાનાદિ ન કરાય, ગૃહસ્થ સાધુના નિમિત્તે વસતિનું દ્વાર માટે બનાવે, તો ત્યાં મુનિથી સ્થાનાદિ ન થઈ શકે. તથા આગાઢ (ખાસ જરૂરી ) કારણ વિના માંચા વગેરેમાં પણ સ્થાનાદિ ન થઈ શકે. કારણે સ્થાનાદિ કરતાં સાચવવાની જય જણાવી કહ્યું કે મુનિથી સ્ત્રી–બાલક વગેરેવાળી વસતિમાં રહેવાય નહિ; કારણ કે રોગાદિ કારણે તેમના દેખતાં તેલનું ચળવું વગેરે ઉપચાર ન થઈ શકે; તથા સ્ત્રી આદિના રહેવાસવાળી વસતિમાં રહેતાં ગૃહસ્થ વગેરે કેધાદિ કરે, ત્યારે સાધુના મનમાં ખેદ થાય માટે મુનિને તેવી વસતિમાં રહેવાની ના પાડી છે. વળી જ્યાં અગ્નિ સળગતો હોય ત્યાં પણ રહેવાય નહિ. જ્યાં કંડલાદિ ઘરેણાં હોય, ગાથા પતિની સ્ત્રી વગેરે રહેતાં હોય, ત્યાં પણ મુનિથી સ્થાનાદિ ન કરાય વગેરે બીના સ્પષ્ટ કહી છે.
બીજા શબૈષણાધ્યયનના બીજા ઉદ્દેશાને ટૂંક પરિચય
અહીં કહ્યું છે કે શૌચવાદીના ઉપાશ્રયે તથા જ્યાં સાધુ નિમિત્તે અનાદિ રાંધ્યા હોય તેવા સાગરિકના ઉપાશ્રયમાં અને જ્યાં ચરાદિને ભય હોય તથા ઘાસ વગેરે ભરેલા કે પાથરેલા હોય, વળી જ્યાં વારંવાર ગૃહસ્થ આવજાવ કરતા હોય, તેવા ઉપાશ્રયમાં મુનિએ રહેવું નહિ. પછી કાલાતિક્રાંત શયાનું, ઉપસ્થાનક્રિયાનું, અભિક્રાંત શયાનું, અનભિક્રાંત શવ્યાનું, વજર્ષક્રિયા–વસતિનું, મહાવજર્યક્રિયા-વસતિનું, સાવઘ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org