________________
શ્રીવિજયપદ્ધસૂરીશ્વરકૃત સ્ત્રીનું દષ્ટાંત કહી અધર્મ પક્ષમાં ૩૬૩ પાખંડીનું અને અહિંસાનું સ્વરૂપ તથા હિંસાનું ફલ જણાવી મોક્ષમાર્ગ અને મુક્તિને રોકનાર બાર ફિયાસ્થાને વર્ણવી કહ્યું કે તેરમું ફિયાસ્થાન મુકત્યાદિને આપે છે.
બીજા શ્રુતસ્કંધના ત્રીજા આહારપરિજ્ઞાધ્યયનને ટૂંક પરિચય
અહીં વિવિધ પ્રકારના આહારની બીના વર્ણવતાં કહ્યું કે આહાર એ શરીરને આધાર છે. તે દોષરહિત હોવો જોઈએ. પછી આહારપદના નિક્ષેપા અને આહારનું સ્વરૂપ જણાવતાં એજ આહારાદિ ભેદ, તે તે આહાર કરવાનો ટાઈમ તથા તે આહારના કારણ જણાવી કેવલીને અંગે આહારસિદ્ધિ વર્ણવી છે. પછી અનાહારપણાને અવસર જણાવતાં પરિજ્ઞાપદના નિક્ષેપાની ભલામણ કરી બીજકાયના ૪ ભેદ કહ્યા છે. પછી પૃથ્વીકાયાદિમાં પરસ્પર ઉત્પત્તિ વગેરે તથા કર્મભૂમિ વગેરેના મનુષ્યોના ઉત્પત્તિ વગેરે અને જલચરાદિના ભેદ, ઉત્પત્તિ તથા આહાર વર્ણવી તેના કલેવરાશ્રિત જીવોના ઉત્પત્તિ વગેરે તથા વિષ્ટાદિમાં ઉત્પન્ન થયેલા જવાના ઉત્પત્તિ વગેરે અને ત્રાસ સ્થાવર શરીરમાં તથા વાયુકાયમાં અકાયની ઉત્પત્તિ વગેરે તેમજ અકાયમાં ત્રસારિરૂપે ઉત્પત્તિ વગેરેની બીના જણાવી કહ્યું કે કર્માનુસારે જીવોની પરસ્પર ગતિ-આગતિ થાય છે.
ચોથા પ્રત્યાખ્યાન અધ્યયનને ટૂંક પરિચય અહીં પ્રત્યાખ્યાન પદના નિક્ષેપ જણાવી મૂલગુણનો અધિકાર વર્ણવતાં તે નિમિત્તે થતી અપ્રત્યાખ્યાન ક્રિયા જણાવી આત્માનું અપ્રત્યાખ્યાનીપણું વગેરેથી માંડીને ઠેઠ એકાંત સૂતેલા પણ સુધીની બીના કહી છે. પછી પ્રવૃત્તિ ન કરે તે પણ વિચારાદિથી દંડાય એમ કહી અદબ્દ છવાદિ નિમિત્તે પણ સંજ્ઞી-અસંસીના દષ્ટાંત હિંસાદિની સિદ્ધિ કરી કહ્યું કે જેમ પિતાને દંડાદિથી દુઃખ થાય તેમ બધાને પણ તે રીતે દુ:ખ થાય, તેથી કેઇને હણ નહિ વગેરે સ્વરૂપવાળો જિનધર્મ શાશ્વત છે. પછી સાધુનું સ્વરૂપ વગેરે બીના સ્પષ્ટ જણાવી છે.
પાંચમા અનાચારશ્રત અધ્યયનને ટ્રેક પરિચય અહીં આચાર પદના નિક્ષેપ જણાવી કહ્યું કે અબહુશ્રતને વિરાધનાદેષ લાગે. આ અધ્યયનનું બીજું નામ અનગારશ્રુત” છે. તથા અનાચાર ન સેવાય, શાંતિનાં સાધનાની પુષ્ટિ કરી મુમુક્ષુ મુનિ સમિતિ વગેરે ગુણોને ધારણ કરે, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org